________________
११२८
० षड्भावविकारमीमांसा 0 निरस्ता, पर्यायस्वरूपेण विनष्टस्यापि द्रव्यरूपेणाऽविनष्टत्वस्योक्तत्वात् ।
येऽपि षड् भावविकारा वार्ष्यायणिना दर्शिताः तेऽपि पर्यायात्मकेषु उत्पाद-व्यय-ध्रौव्येषु एव अन्तर्भावनीयाः। एतेन “षड् भावविकारा भवन्तीति वार्ष्यायणिः। जायते, अस्ति, विपरिणमते, वर्धते, अपक्षीयते, विनश्यतीति । (१) 'जायते' इति पूर्वभावस्य आदिम् आचष्टे, नाऽपरभावम् आचष्टे, न प्रतिषेधति। (२) 'अस्ति' इति उत्पन्नस्य सत्त्वस्य अवधारणम्। (३) 'विपरिणमते' इति अप्रच्यवमानस्य तत्त्वाद् विकारम् । (४) 'वर्धते' इति स्वाङ्गाऽभ्युच्चयं सांयोगिकानां वा अर्थानाम् ।... (५) 'अपक्षीयते' इति अनेनैव व्याख्यातः प्रतिलोमम् । (६) 'विनश्यति' इति अपरभावस्य आदिम् आचष्टे, न पूर्वभावम् आचष्टे, न प्रतिषेधति। अतोऽन्ये भावविकारा एतेषामेव विकारा भवन्तीतिह स्माह” (नि.भा.१/१/खं-३/पृ.९-१०) इति निरुक्ताऽपरनाम्नि निघण्टुभाष्ये यास्कवचनानि व्याख्यातानि,
वार्ष्यायणिमते जनिपदार्थे आविर्भाव-निष्पत्तिप्रभृतीनाम्, अस्तिपदार्थे 'विद्यते, भवती'त्यादीनाम्,
ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યની એકત્ર સિદ્ધિ થવાથી ભાસર્વજ્ઞના ઉપરોક્ત કથનનું પણ નિરાકરણ થઈ જાય છે. પર્યાયરૂપે વિનષ્ટ = વિનાશી = વિનશ્વર = અનિત્ય વસ્તુ પણ દ્રવ્યસ્વરૂપે અવિનષ્ટ = અવિનાશી = અવિનશ્વર = નિત્ય હોય છે. આ વાત હમણાં જ ઉપર જણાવી ગયા છીએ. તેથી નિત્યત્વ અને અનિત્યત્વ વચ્ચે વિરોધ નથી રહેતો - તેવું ફલિત થાય છે.
વાર્ષાયણિમત વિમર્શ () વાર્ષાયણિ મહર્ષિએ જે છ ભાવવિકારોને જણાવેલા છે તેનો પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ત્રણ પર્યાયોમાં જ અંતર્ભાવ કરવો. કાશ્યપ પ્રજાપતિએ રચેલ નિઘંટુ ગ્રંથ ઉપર યાસ્ક મુનિએ ભાષ્ય રચેલ છે. તે નિઘંટભાષ્યનું બીજું નામ નિરુક્ત અથવા યાસ્કનિરુક્ત છે. તેમાં યાસ્ક મુનિએ જણાવેલ છે કે “વાર્ષાયણિ આચાર્ય કહે છે કે – ભાવવિકારો છ હોય છે. (૧) જન્મ, (૨) અસ્તિત્વ, (૩) વિપરિણામ, (૪) વૃદ્ધિ, (૫) અપક્ષય, (૬) વિનાશ. આ છ ભાવવિકાર છે. (૧) “જન્મ'શબ્દ પ્રાદુર્ભાવના પ્રારંભને જણાવે છે. “જન્મ'શબ્દ અપરભાવને = ઉત્તરકાલીન ભાવને જણાવતો નથી કે તેનો નિષેધ પણ નથી કરતો. (૨) “અસ્તિત્વ' શબ્દ ઉત્પન્ન થયેલ સત્ત્વના = પદાર્થના અવધારણમાત્રને જણાવે છે. (૩) તત્ત્વથી = મૌલિક અસ્તિત્વથી ભ્રષ્ટ ન થતા પદાર્થની વિકૃતિમાત્રને ‘વિપરિણામ” શબ્દ જણાવે છે. (૪) પોતાના હાથ-પગ વગેરે અવયવોના અભ્યશ્ચયને = સંચયને અથવા ગુણસંચયને કે ધન-ધાન્યાદિ સાંયોગિક ભાવોના સંચયને “વૃદ્ધિ શબ્દ જણાવે છે. (૫) “અપક્ષય' શબ્દ દ્વારા વૃદ્ધિથી વિપરીત = પ્રતિલોમ = હાનિ જણાવાય છે. (૬) “વિનાશ'શબ્દ ઉત્તરકાલીન ભાવના પ્રારંભને જણાવે છે. તે અવસ્થામાં વિદ્યમાન એવા પૂર્વભાવને = અપક્ષયને “વિનાશ'શબ્દ જણાવતો પણ નથી તથા તેનો નિષેધ પણ નથી કરતો. આ સિવાયના જે બીજા ભાવવિકારો છે તે આ છે ભાવવિકારના જ વિકાર હોય છે. અર્થાત્ અન્ય ભાવવિકારોનો પ્રસ્તુત છે ભાવવિકારમાં જ સમાવેશ થાય છે.” - આ પ્રમાણે વાર્ષાયણિ આચાર્યનો મત જાણવો.
@ છ ભાવવિકારનો ઉત્પાદાદિ પર્યાયમાં સમાવેશ છે (વાર્થ.) વાર્ષાયણિ આચાર્ય જેમ અન્ય ભાવવિકારોનો છ ભાવવિકારમાં સમાવેશ કરે છે તેમ