SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ १११४ ☼ तैजसपरमाणूनां तमः पर्यायरूपेण परिणमनम् प्रतिक्षेपबीजम् । सर्वे हि भावा द्रव्यार्थिकनयापेक्षया नित्याः, पर्यायार्थिकनयादेशात् पुनरनित्याः । तथाहि प्रदीपपर्यायापन्नास्तैजसाः परमाणवः स्वरसतः तैलक्षयात्, वाताभिघाताद् वा ज्योतिष्पर्यायं परित्यज्य तमोरूपं पर्यायान्तरमाश्रयन्तोऽपि नैकान्तेनाऽनित्याः, पुद्गलद्रव्यरूपतयाऽवस्थितत्वात् तेषाम् । न हि एतावतैवाऽनित्यत्वं यावता पूर्वपर्यायस्य विनाशः उत्तरपर्यायस्य चोत्पादः । न खलु मृद्द्रव्यं स्थास-कोश-कुशूल-शिवक-घटाद्यवस्थान्तराण्यापद्यमानमप्येकान्ततो विनष्टम्, तेषु मृद्द्रव्यानुगमस्याऽऽबाल - गोपालं 可 પ્રતીતત્વાત્ ।....... क નયની) અપેક્ષાએ નિત્ય છે તથા પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય છે. * દીવો પણ નિત્યાનિત્ય (તદિ.) તે આ રીતે - પ્રકાશસ્વરૂપે પરિણત થવાને યોગ્ય પુદ્ગલસ્કંધોને પ્રસ્તુતમાં તૈજસપરમાણુરૂપે સમજવા. આ તૈજસ પરમાણુઓ તેલ, વાટ વગેરે સામગ્રી દ્વારા પ્રદીપપર્યાયને પામે છે. તેલ વગેરે ખલાસ થઈ જવાથી દીવો જ્યારે સ્વતઃ બુઝાઈ જાય અથવા પવનના ઝપાટા વગેરેથી (=પરતઃ) દીવો બુઝાઈ જાય ત્યારે તે બધા જ તૈજસ પરમાણુઓ પ્રકાશપર્યાયનો ત્યાગ કરીને અંધકારસ્વરૂપ અન્ય પર્યાયને ધારણ કરે છે. (આમ તૈજસ પરમાણુઓનો ત્યારે પ્રકાશપર્યાયરૂપે નાશ અને અંધકા૨પર્યાયરૂપે ઉત્પાદ થાય છે. તેથી તે સ્વરૂપે ઉત્પાદ-વ્યય પામનારા તૈજસ પરમાણુઓ અનિત્ય છે. પરંતુ) અંધકારસ્વરૂપ અન્ય પર્યાયને ધારણ કરવા છતાં પણ તે તૈજસ પરમાણુઓ એકાંતે અનિત્ય નથી. કારણ કે પુદ્ગલ દ્રવ્યરૂપે તે તૈજસ પરમાણુઓ અવસ્થિત ધ્રુવ સ્થિર છે. = = ૧/o તૈજસપરમાણુવિચાર al સ્પષ્ટતા :- પ્રસ્તુતમાં તૈજસપરમાણુત્વરૂપે નિત્યતા બતાવવાના બદલે પુદ્ગલત્વરૂપે તૈજસપરમાણુને નિત્ય દર્શાવેલ છે. આનાથી સૂચિત થાય છે કે તૈજસપરમાણુરૂપે તેના ઉત્પાદ-વ્યય થઈ શકે છે. તેથી પ્રસ્તુતમાં પ્રકાશપર્યાયયુક્ત પરમાણુને તૈજસપરમાણુ કહી શકાય. પરંતુ અંધકા૨પર્યાયવાળા પરમાણુને તૈજસપરમાણુ કહી ન શકાય. પ્રસ્તુતમાં ‘તૈજસ' શબ્દ તેજોવર્ગણા માટે નથી. પરંતુ લોકપ્રસિદ્ધિને અનુસરીને અહીં પ્રકાશ-અગ્નિ માટે તે શબ્દ પ્રયોજાયેલ છે. શંકા :- પ્રકાશ નાશ પામે છે અને અંધકાર ફેલાય છે. આ પ્રમાણે વ્યવહારમાં સ્પષ્ટપણે જોવા મળે છે. તેથી દીવો સર્વ લોકોને સર્વથા અનિત્યરૂપે જ જણાય છે. દીવામાં કોઈ પણ સ્વરૂપે નિત્યતાનું ભાન થતું નથી. તેથી દીવાને પુદ્ગલદ્રવ્યરૂપે નિત્ય કઈ રીતે કહી શકાય ? 8 દ્રવ્યાનુગમનો અપલાપ અશક્ય છે સમાધાન :- (7 દિ.) પ્રકાશસ્વરૂપ પૂર્વ પર્યાયનો નાશ અને અંધકારસ્વરૂપ ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થાય તેટલા માત્રથી જ તૈજસ પરમાણુઓ સર્વથા અનિત્ય છે - તેવું કહી શકાતું નથી. કેમ કે અંધકાર સ્વરૂપ અન્યપર્યાયરૂપે તે જ તૈજસ ૫૨માણુઓ વિદ્યમાન જ છે. માટીમાંથી ઘડો બનાવતી વખતે વચ્ચે વચ્ચે સ્થાસ, કોશ, કુશૂલ, શિવક વગેરે અનેક અવાન્તર અવસ્થા સ્વરૂપ વિભિન્ન પર્યાયો માટી દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેમ છતાં પણ મૃધ્ દ્રવ્ય એકાંતે નાશ પામતું નથી. કારણ કે સ્થાસ, કોશ, કુશૂલ, શિવક, ઘટ વગેરે પર્યાયોમાં મૃદ્રવ્યનો અનુગમ (= હાજરી વિદ્યમાનતા =
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy