________________
१११५
૧/૨
० विसदृशकार्योत्पादस्वीकारः । न च वाच्यं तैजसाः परमाणवः कथं तमस्त्वेन परिणमन्त इति ?
पुद्गलानां तत्तत्सामग्रीसहकृतानां विसदृशकार्योत्पादकत्वस्यापि दर्शनात् । दृष्टो ह्याट्टैन्धनसंयोगवशाद् .. भास्वररूपस्यापि वढेरभास्वररूपधूमरूपकार्योत्पादः इति सिद्धो नित्यानित्यः प्रदीपः। यदापि निर्वाणादर्वाग् । देदीप्यमानो दीपः तदापि नव-नवपर्यायोत्पाद-विनाशभाक्त्वात् प्रदीपत्वान्वयाच्च नित्यानित्य एव । ___ एवं व्योमाऽपि उत्पाद-व्यय-ध्रौव्यात्मकत्वाद् नित्यानित्यमेव । तथाहि - अवगाहकानां जीव शे -पुद्गलानामवगाहदानोपग्रह एव तल्लक्षणम्, “अवगाहदमाकाशम्” (उत्तराध्ययन २८/९ वृत्ति) इति वचनात् । । = અસ્તિત્વ) આબાલ-ગોપાલ પ્રસિદ્ધ છે.
પ્રશ્ન :- (ન વાગં.) તૈજસ પરમાણુઓ કઈ રીતે અંધકારસ્વરૂપે પરિણમે ? કારણ કે પ્રકાશ અને અંધકાર - આ બન્ને વિરોધી કાર્યો છે. તેથી પ્રકાશમય તૈજસ પરમાણુઓ સ્વતઃ કે પરતઃ અંધકાર પર્યાયથી પરિણત થાય તે વાત કઈ રીતે સંગત થઈ શકે ?
I ! કારણવિલક્ષણ કાર્યની ઉત્પત્તિ માન્ય છે સમાધાન :- (ત્તાનાં.) “અંધકાર અને પ્રકાશ આ બન્ને કાર્યો પરસ્પર વિરોધી કે વિલક્ષણ છે' - આ તમારી વાત સાચી છે. તેમ છતાં પણ અલગ-અલગ સામગ્રીના સહકારથી પુગલ દ્રવ્યો પરસ્પર વિલક્ષણ કાર્યના પણ ઉત્પાદક બની શકે છે. આ વાત પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. જેમ કે ભીના લાકડા વગેરે બળતણના સંયોગના લીધે તેજસ્વી અગ્નિમાંથી પણ કાળો ધૂમાડો ઉત્પન્ન થતો દેખાય છે. અગ્નિ કારણ છે અને ધૂમાડો તેનું કાર્ય છે. તેમ છતાં અગ્નિનો વર્ણ ભાસ્વર છે, જ્યારે ધૂમાડાનો વર્ણ અભાસ્વર નીલ છે. આમ કાર્ય-કારણમાં વિલક્ષણતા પણ પ્રમાણસિદ્ધ છે. તેથી પ્રકાશમય તૈજસ પરમાણુઓ અંધકારસ્વરૂપે પરિણમે તે વાત અસિદ્ધ નથી. તેથી દીવો પુગલરૂપે નિત્ય અને આ પ્રકાશ આદિ પર્યાય સ્વરૂપે અનિત્ય સિદ્ધ થાય છે. વળી, જ્યારે દીપક બુઝાઈને અંધકારરૂપ પર્યાયને પામે તે પૂર્વે દીવો દેદીપ્યમાન હોય છે. ત્યારે પણ દીવામાં પ્રત્યેક સમયે જ્યોતિશિખાસ્વરૂપ નવા નવા પ્રકાશ પર્યાય ઉત્પન્ન થાય છે અને પૂર્વ-પૂર્વકાલીન જ્યોતશિખા સ્વરૂપ પર્યાયોનો વિનાશ થાય છે. આમ દીવો પ્રગટેલો હોય ત્યારે પણ પ્રત્યેક સમયે ઉત્પાદ-વ્યયની પ્રક્રિયા ચાલતી હોવાથી તે તે તે પર્યાયસ્વરૂપે દીવો અનિત્ય છે. તથા તે દરેક ક્ષણોમાં પ્રદીપત્વનો અન્વય તો હોય જ છે. કારણ કે તે દરેક ક્ષણે પ્રદીપ તરીકેનો બોધ તો બધાને થયા જ કરે છે. તેથી તે સ્વરૂપે દીવો નિત્ય પણ છે. આમ દીપક નિત્યાનિત્ય સ્વરૂપ જ સિદ્ધ થાય છે.
આકાશ નિત્યાનિત્ય છે (ઉં.) આ જ પ્રમાણે આકાશ પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ હોવાથી નિત્યાનિત્ય જ છે. આકાશમાં ઉત્પાદ-વ્યય પર્યાય આ રીતે સંગત થઈ શકે છે :- જીવ અને પુદ્ગલ દ્રવ્યનો રહેવાનો (અવગાહ કરવાનો) સ્વભાવ છે. અને આકાશનો રાખવાનો (અવગાહદાન કરવાનો) સ્વભાવ છે. આમ જીવ અને પુદ્ગલ દ્રવ્યને રાખવા દ્વારા આકાશ તેઓ ઉપર ઉપકાર કરે છે. કેમ કે ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિમાં જણાવેલ છે કે “આકાશ અવગાહને આપે છે.” જ્યારે આકાશને આશ્રયીને રહેલા જીવો પોતાના કે બીજાના વિશેષ પ્રકારના પ્રયત્નથી (= પ્રયોતિ) કે સ્વભાવથી અને પુદ્ગલો જીવપ્રયોગથી અથવા