SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ * वैशेषिकसूत्र - वाक्यपदीयादिसंवादः १५०१ तदुक्तं विनयविजयवाचकेनाऽपि लोकप्रकाशे “सहैव स्यात् किसलय-कलिका-फलसम्भवः । एषां नियामके कालरूपे द्रव्येऽसति क्षितौ ।। बालो मृदुतनुर्दीप्रदेहश्च तरुणः पुमान् । जीर्णाङ्गः स्थविरश्चेति विना कालं दशाः कथम् ।। ऋतूनामपि षण्णां यः परिणामोऽस्ति अनेकधा । न सम्भवेत् सोऽपि कालं रा विनाऽतिविदितः क्षितौ । । ” ( लोकप्रकाश सर्ग २८/२३-२४-२५) इति । . “વરમ્, ઝવરમ્, યુગપત્, ગયુવત્, વિરમ્, ક્ષિપ્રમિતિ ાનિાનિ” (વૈ.પૂ.૨/૨/૬) કૃતિ વૈશેષિત્રसूत्रोक्तिरपि स्मर्तव्याऽत्र । यथोक्तं भर्तृहरिणा अपि वाक्यपदीये " उत्पत्तौ च स्थितौ चैव विनाशे चाऽपि तद्वताम् । निमित्तं कालमेवाहुर्विभक्तेनाऽऽत्मना स्थितम् ।। ” ( वा.प. ३ / ९-३ ) इति । एतावता कालतत्त्वं स्वतन्त्रद्रव्यमिति फलितम् । र्णि .. ततश्च वर्तनादिभावाः कालद्रव्यापेक्षा इति सिद्धम् । “ अपेक्षाकारणं हि सः । न ह्यसावधिष्ठाय का પર કહેવાય. ઉત્તરકાલીન હોય તે અપર કહેવાય. આપણી અપેક્ષાએ મહાવીરસ્વામી ભગવાનમાં કાલિક પરત્વ છે તથા વજસ્વામીમાં કાલિક અપરત્વ છે. જો કાળ દ્રવ્ય ન હોય તો કોને પર = મોટા કહેવા? કોને અપર = નાના કહેવા ? કોને જૂના કહેવા ? કોને નવા કહેવા ? એ જ નક્કી નહિ થઈ શકે. નવી વસ્તુને જૂની કરનાર કાળદ્રવ્ય જ છે. આકાશમાં વાદળા બંધાવા, વરસાદ પડવો... વગેરે વૈગ્નસિક ક્રિયા પ્રત્યે પણ કાળદ્રવ્ય જ અપેક્ષાકારણ છે. (તવુŕ.) શ્રીવિનયવિજયવાચક પણ લોકપ્રકાશમાં જણાવે છે કે - “જો પૃથ્વી ઉપર નિયામક કાળરૂપે જૂદું દ્રવ્ય ન હોય તો વૃક્ષોને એકી સાથે જ પત્ર, કળી, પુષ્પ અને ફળની ઉત્પત્તિ થવી જોઈએ. વળી બાળકનું શરીર કોમળ હોય છે. યુવાન પુરુષનું શરીર દેદીપ્યમાન હોય છે અને વૃદ્ધનું શરીર જીર્ણ હોય છે. તો આવી બાલ્યાદિ અવસ્થાઓ કાળ વિના શી રીતે ઘટી શકશે ? છ એ ઋતુઓનો અનેક પ્રકારનો પરિણામ કે જે પૃથ્વી પર અત્યંત પ્રસિદ્ધ છે તે પણ કાળ વિના સંભવતો નથી.” તેથી કાળ એ સ્વતંત્ર દ્રવ્યરૂપે સિદ્ધ થાય છે. QL १०/१२ જે અન્ય દર્શનમાં કાલ અતિરિક્ત દ્રવ્ય (“પરમ્.) ફક્ત જૈન દર્શનની જ નહિ પરંતુ અજૈન દર્શનની પણ ઉપરોક્ત બાબતમાં સંમતિ મળે છે. વૈશેષિકસૂત્રમાં જણાવેલ છે કે ‘૫૨ (મોટું), અપર (નાનું), યુગપત્, અયુગપત્ = ક્રમિક, વિલંબ, શીઘ્રતા આ પ્રમાણે કાલદ્રવ્યના ચિહ્નો છે.' આ વૈશેષિકસૂત્રની ઉક્તિ પણ અહીં યાદ કરવા જેવી છે. ભર્તૃહરિએ પણ વાક્યપદીય ગ્રંથમાં જણાવેલ છે કે ‘ઉત્પત્તિવાળા પદાર્થની ઉત્પત્તિમાં, સ્થિર પદાર્થની સ્થિતિમાં = સ્થિરતામાં તથા વિનશ્વર પદાર્થના વિનાશમાં કાળ એ જ નિમિત્તકારણ છે. તેમજ ઉત્પદ્યમાન, સ્થિર કે નશ્વર ભાવોથી કે ઉત્પાદ-ધ્રૌવ્ય-વ્યયથી વિભક્તરૂપે = અલગ સ્વરૂપે = સ્વતન્ત્રરૂપે કાળતત્ત્વ રહેલું છે. આ પ્રમાણે ઋષિ-મુનિઓ કહે છે.' વૈશેષિક સૂત્ર અને વાક્યપદીય - આ બન્ને ગ્રંથના ઉપરોક્ત વચનથી પણ ‘કાળતત્ત્વ એ સ્વતંત્ર દ્રવ્ય છે' - આવું સિદ્ધ થાય છે. કાળ સ્વતંત્ર કારણ નહિ, અપેક્ષા કારણ છે ક (તતT.) તેથી વર્તના, પરત્વ, અપરત્વ વગેરે ભાવો કાલદ્રવ્યની અપેક્ષા રાખે છે તેમ સિદ્ધ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy