SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ १५०० ० अतिरिक्तकालद्रव्यसमर्थनम् । १०/१२ બીજા આચાર્ય ઇમ ભાષઈ છઇ જે જ્યોતિશ્ચકનઈ ચારઈ પરત્વ, અપરત્વ, નવ, પુરાણાદિ ભાવસ્થિતિ - છઇ, (તાસ=) તેહનું અપેક્ષાકારણ મનુષ્યલોકમાંહિ કાલદ્રવ્ય છઈ. कला-लव-नालिका-मुहूर्त्त-दिवसादिरूपेण कालविभागः सम्पद्यते । इदमेवाभिप्रेत्य तत्त्वार्थसूत्रे “ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो ग्रह-नक्षत्र-प्रकीर्णतारकाश्च (त.सू.४/१३)। मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके (त.सू.४/१४)। તસ્કૃતઃ વાસ્તવિભાગ:” (ત પૂ.૪/૧૧) રૂત્યુન્ न केवलं कालविभागः अपि तु साधनादिपरिणामाः, प्रयोग-विस्रसा-मिश्रगतिलक्षणाः क्रियाः - परत्वाऽपरत्व-नव-पुराणादिभावाश्च ज्योतिष्कचक्रगत्यनुसारेणैव भवन्ति । कार्यञ्च नापेक्षाकारणशून्यं भवति । अतः ज्योतिष्कचक्रगतिस्थितेः = सूर्यादिज्योतिश्चक्रचारानुसारिणः परिणाम-क्रिया-परत्वाऽपरत्व -नव-पुराणादिभावकदम्बकस्य कार्यस्य स्थितेः अनुगतम् अपेक्षाकारणं किञ्चित् कल्पनीयम् । स च ण कालः एव सम्भवति । इदमेवाभिप्रेत्य तत्त्वार्थसूत्रे “वर्तना परिणामः क्रियाः परत्वापरत्वे च कालस्य" (ત.ફૂ./૨૨) રૂચેવું શાનદ્રવ્યવાર્યપ્રર્શનમારિ મનુષ્યલોકમાં = અઢી દ્વીપમાં સૂર્ય વગેરેની ગતિ મુજબ કલા, લવ, નાલિકા, મુહૂર્ત, દિવસ, રાત વગેરે સ્વરૂપે કાળવિભાગ સંપન્ન થાય છે. આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થસૂત્રમાં વાચકડુંગવ શ્રીઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે “સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને છૂટાછવાયા તારલાઓ (stars) જ્યોતિષ્ક દેવો કહેવાય છે. તેઓના વિમાનો મનુષ્યલોકમાં મેરુ પર્વતને પ્રદક્ષિણા આપતા કાયમ ગતિ કરે છે. તથા તેમની ગતિને આધારે કાળવિભાગ નિશ્ચિત કરાયેલ છે.” છે. જ્યોતિશ્વક્રગતિનો પ્રભાવ છે. (વર્તા) ફક્ત દિવસ-રાત, પ્રહર-ઘડી વગેરે સ્વરૂપ કાળવિભાગ જ્યોતિશ્ચક્રની ગતિ મુજબ થાય છે એવું નથી. પરંતુ સાદિ-અનાદિ પરિણામ, પ્રયોગ-વિગ્નસા-મિશ્રગતિ સ્વરૂપ ક્રિયા, પરત્વ -અપરત્વ-નૂતનત્વ-પુરાણત્વ આદિ ભાવો પણ જ્યોતિષ્કચક્રની ગતિ મુજબ જ થાય છે. કારણ કે કોઈ પણ કાર્ય અપેક્ષાકારણ = નિમિત્તકારણ વિના થતું નથી. કારણશૂન્ય કાર્ય કઈ રીતે સંભવી શકે ? ઉપરોક્ત પરિણામ, ક્રિયા, પરત્વ, અપરત્વ, નૂતનત્વ, પ્રાચીનત્વ વગેરે ભાવોનો સમૂહ જ્યોતિષ્કચક્રની ગતિને અનુસરે છે. તથા તે ગતિ મુજબ પોતાની સ્થિતિને = અવસ્થિતિને = વિદ્યમાનતાને ધારણ કરે છે. તથા ઉપરોક્ત સાદિ-અનાદિ પરિણામ, પ્રયોગ-વિગ્નસાદિ, પરત્વાદિ ભાવોનો સમૂહ કાર્ય છે. તેથી ઉપરોક્ત કાર્યસમૂહની સ્થિતિ પ્રત્યે કોઈક અનુગત અપેક્ષાકારણની કલ્પના કરવી પડશે. તે અનુગત અપેક્ષાકારણ પ્રસ્તુતમાં કાળ જ સંભવે છે. આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થસૂત્રમાં જણાવેલ છે કે “વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ કાળના કાર્ય છે.” શ્રીઉમાસ્વાતિજી મહારાજે ઉપર મુજબ કાળના કાર્યનું પ્રદર્શન કરેલ છે. તેનાથી જ “કાળ દ્રવ્યાત્મક છે' તેમ સિદ્ધ થાય છે. કાળદ્રવ્યના કાર્યો જ સ્પષ્ટતા :- પરત્વ-અપરત્વ ભાવ અહીં કાલિક સમજવા, દૈશિક નહિ. જે પૂર્વકાલીન હોય તે
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy