________________
૨૦/૧૨ • काले स्वतन्त्रद्रव्यत्वनिषेधः ।
१४९५ “दव्वस्स वत्तणा जा स दव्वकालो तदेव वा दव्वं । न हि वत्तणाइरित्तं जम्हा दव्वं जओऽभिहिअं।।” (वि. ज .૫.૨૦૩૨) તિ, “નં વત્તાફવો કાનો ધ્વંસ વેવ પન્ના” (વિ.સ.મ.રૂરૂ૪૬) તિ વા. अनुयोगद्वारसूत्रमलधारवृत्तौ अपि “कालो द्रव्यपर्याय एव” (अनु.द्वा.सू.८६ व्या.) इत्युक्तम् ।।
किञ्च, आनन्त्योपेतस्य कालस्य स्वतन्त्रद्रव्यत्वे लोकस्य षडस्तिकायरूपता स्यात्, न तु म पञ्चास्तिकायरूपता। सूत्रे च लोकस्य पञ्चास्तिकायात्मकतैवोपदर्शिता न तु षडस्तिकायरूपता।
यद्यपि कालद्रव्यवादिमते कालस्याऽस्तिकायता नाऽभिमता तथापि तन्मतेऽतिरिक्तकालस्य लोकवृत्तितया लोकस्य पञ्चाऽस्तिकायात्मकत्वोक्तौ लोकस्वरूपन्यूनताऽऽपद्येत । अतोऽपि न कालः स्वतन्त्रद्रव्यमिति पर्यवस्यति । तदुक्तं भगवतीसूत्रे त्रयोदशशतके "किमियं भंते ! लोए त्ति पवुच्चइ ? गोयमा ! पंचत्थिकाया। एस णं एवतिए लोएत्ति पवुच्चइ, तं जहा - धम्मत्थिकाए, अहम्मत्थिकाए जाव का (૨) “દ્રવ્યની જે વર્તના છે તે દ્રવ્યકાલ છે. અથવા ચેતન-અચેતન દ્રવ્ય એ જ દ્રવ્યકાલ છે. કારણ કે વર્તનાપરિણામથી ભિન્ન કાલદ્રવ્ય નથી. આનું કારણ એ છે કે આગમમાં જીવ-અજીવને જ કાળ તરીકે દેખાડેલ છે.” (૩) “વર્તનાદિ સ્વરૂપ કાળ એ દ્રવ્યનો જ પર્યાય છે.” વિશેષાવશ્યકભાષ્યના ઉપરોક્ત ત્રણ ઉલ્લેખ પણ સિદ્ધ કરે છે કે કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી પણ જીવાદિ દ્રવ્યનો વર્તના પર્યાય એ જ કાળ છે. અનુયોગદ્વારસૂત્રની મલધારવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “કાલ દ્રવ્યપર્યાયસ્વરૂપ જ છે.”
# કાળ ઔપચારિક દ્રવ્ય છે # (
વિષ્ય.) વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે જો આનન્યથી યુક્ત એવો કાળ સ્વતન્ત્ર દ્રવ્યસ્વરૂપ હોય તો લોક = લોકાકાશ ષડુઅસ્તિકાયસ્વરૂપ બને, પંચાસ્તિકાયાત્મક નહિ. પરંતુ આગમમાં || તો ૧૪ રાજલોકને પંચાસ્તિકાયસ્વરૂપ જ બતાવેલ છે, પડઅસ્તિકાયાત્મક નહિ.
& પાંચ અસ્તિકાયનિરૂપણમાં ન્યૂનતા આપત્તિ જ (પ) યદ્યપિ કાળને સ્વતંત્ર દ્રવ્ય માનનારા આચાર્યોના મતે કાળ અસ્તિકાય નથી. પરંતુ જો કાળ આગમદષ્ટિએ સ્વતંત્ર હોત તો આગમમાં “લોક પંચાસ્તિકાયસ્વરૂપ છે' - આટલું કહેવા માત્રથી સંપૂર્ણ લોક આવી જતો નથી. કેમ કે લોકમાં કાળ દ્રવ્યનો પણ સમાવેશ થાય છે. “પંચાસ્તિકાયમય લોક' કહેવામાં કાળદ્રવ્ય બાકાત રહી જાય છે. આથી તેવું કહેવામાં લોકસ્વરૂપ પ્રતિપાદનમાં ન્યૂનતા દોષ આવી પડે. તેમ છતાંય આગમમાં તો લોકને પંચાસ્તિકાયસ્વરૂપ જ જણાવેલ છે. તેથી પણ કાળ સ્વતત્ર દ્રવ્ય નથી. એમ ફલિત થાય છે. “લોક પંચાસ્તિકાયસ્વરૂપ છે' - આ વાત ભગવતીસૂત્રમાં નીચે મુજબ પ્રશ્નોત્તરી સ્વરૂપે જણાવેલ છે.
પ્રશ્ન :- “હે ભગવંત ! આ લોક શું કહેવાય છે ?'
1. द्रव्यस्य वर्तना या स द्रव्यकालः तदेव वा द्रव्यम्। न हि वर्तनातिरिक्तं यस्माद् द्रव्यं यतोऽभिहितम्।। 2. यद् वर्तनादिरूपः कालः द्रव्यस्य एव पर्यायः। 3. का अयं भदन्त ! लोकः इति प्रोच्यते ? गौतम ! पञ्चास्तिकायाः। एष णं एतावान् लोकः इति प्रोच्यते, तद् यथा- धर्मास्तिकायः, अधर्मास्तिकायः.... यावत् पुद्गलास्तिकायः।