________________
१०/११ ० पर्यायात्मककालतत्त्वनिरूपणम् 0
१४९३ “अत्र द्रव्याऽभेदवति-वर्त्तनादिविवक्षया। कालोऽपि वर्त्तनाद्यात्मा जीवाऽजीवतयोदितः ।। वर्त्तनाद्याश्च पर्याया एवेति प्राग् विनिश्चितम् । तद्वर्तनादिसम्पन्नः कालो द्रव्यं भवेत्कथम् ?।। प पर्यायाणां हि द्रव्यत्वेऽनवस्थाऽपि प्रसज्यते। पर्यायरूपः तत्कालः पृथग् द्रव्यं न सम्भवेत् ।। इत्थं चैतदुररीकार्यं वर्त्तनाद्यात्मकोऽन्यथा। कालास्तिकायः स्वीकार्यो भवेद् व्योमेव सर्वगः ।।
न चाऽर्हदिष्टादिष्टं तत्सिद्धान्ते यत्पुनः पुनः। पञ्चास्तिकाया एवोक्तः कालो द्रव्यं पृथग् न तद् ।।” म (ા.નો.પ્ર.-૨૮/૧૩-૧૪-૧૧-૧૬-૧૭) રૂતિ વ્યકુ નો પર્યાયાત્મવાનપક્ષવિતા विनयविजयवाचकेन।
श्रीहरिभद्रसूरिभिरपि आवश्यकनियुक्तिवृत्तौ “वर्तनादयः तद्वतां कथञ्चिदभिन्ना एव” (आ.नि.वृ.१०१८ १ हा.वृ.पृ.३०९) इति यदुक्तं ततोऽपि कालो नाऽतिरिक्तद्रव्यं किन्तु वर्तनादिपरिणतजीवाऽजीवद्रव्यात्मक णि વેતિ સિધ્ધતિા.
तदुक्तं स्थानाङ्गसूत्रेऽपि “समया ति वा आवलिया ति वा जीवा ति वा अजीवा ति वा पवुच्चति ।
(“સત્ર) કાળલોકપ્રકાશ ગ્રંથમાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ કાલપર્યાયવાદી આચાર્ય ભગવંતના મતની પુષ્ટિ કરવા માટે ઉપરોક્ત જીવાજીવાભિગમસૂત્રનો આધાર લઈને સ્વરસથી જણાવેલ છે કે “આ જીવાજીવાભિગમ સૂત્રમાં દ્રવ્યથી અભેદપણે રહેલા વર્તનાદિકને જ મુખ્યપણે વિવક્ષાએ કરીને વર્તનાદિક પર્યાયરૂપે કાળને પણ જીવરૂપે અને અજીવરૂપે જ કહ્યો છે. વળી આ વર્તનાદિક પર્યાયો જ છે - એમ આગળ સિદ્ધ કરી ગયા છીએ. તેથી વર્તનાદિક વડે પ્રાપ્ત થયેલો કાળ જુદું દ્રવ્ય શી રીતે થઈ શકે ? જો કદાચ પર્યાયોને જુદા દ્રવ્ય તરીકે માનવામાં આવે તો અનવસ્થા નામનો દોષ પ્રાપ્ત થાય છે. આશય એ છે કે દરેક પર્યાય જો સ્વતંત્ર દ્રવ્યાત્મક હોય તો સર્વ દ્રવ્ય પર્યાયવિશિષ્ટ હોવાથી તે દ્રવ્યાત્મક પર્યાયમાં છે પણ પર્યાય માનવા જ પડશે. તે પણ અલગ દ્રવ્યાત્મક હોય તો તેમાં પણ પર્યાય માનવા પડશે. તે પણ સ્વતંત્ર દ્રવ્યસ્વરૂપ હોય તો તેમાં પણ પાછા પર્યાય માનવાથી અનવસ્થા દોષ લાગુ પડશે. તેથી પર્યાયરૂપી કાળને જુદું દ્રવ્ય કહેવું તે અસંભવિત છે. આ રીતે જ આ વાત સ્વીકારવી યોગ્ય છે. નહિ તો આકાશની જેમ સર્વત્ર વ્યાપીને રહેલા વર્તનાદિસ્વરૂપવાળા કાળને પણ અસ્તિકાયપણે સ્વીકારવો જોઈએ. પરંતુ તે ન રીતે તો તીર્થકરોને ઈષ્ટ પણ નથી. તથા તેમણે તે રીતે કહ્યું પણ નથી. કારણ કે સિદ્ધાંતમાં વારંવાર પાંચ જ અસ્તિકાય કહેલા છે. તેથી કાળ એ જુદું દ્રવ્ય નથી.” પર્યાયાત્મક કાલને માનવાના પક્ષમાં રુચિ હોવાથી ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે ઉપર મુજબ જણાવેલ છે. આ વિજ્ઞ વાચકવર્ગ ખ્યાલમાં રાખવું.
) જીવાજીવસ્વરૂપ કાળ : શ્રીહરિભદ્રસૂરિ ). (શ્રીદરિ.) શ્રીહરિભદ્રસૂરિજીએ પણ આવશ્યકનિર્યુક્તિવૃત્તિમાં જણાવેલ છે કે “વર્તના વગેરે પર્યાયો પોતાના આશ્રયથી કથંચિત્ અભિન્ન જ છે, ભિન્ન નથી.” આથી “વર્તનાપર્યાયાત્મક કાળ એ વર્તનાદિપરિણત જીવાજીવસ્વરૂપ જ છે, અતિરિક્ત છઠ્ઠ દ્રવ્ય નથી' - તેવું સિદ્ધ થાય છે.
જીવ અને અજીવ એ જ કાળ : ઠાણાંગ સૂત્ર , (તકુજં.) માત્ર જીવાજીવાભિગમસૂત્રમાં જ નહિ, સ્થાનાંગસૂત્રમાં પણ જણાવેલ છે કે “સમય અથવા આવલિકા જીવ અને અજીવ જ કહેવાય છે. આન-પ્રાણ અથવા સ્ટોક પણ જીવ અને અજીવ જ 1. समयाः इति वा आवलिकाः इति वा जीवाः इति वा अजीवाः इति वा प्रोच्यन्ते।