SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/૨૦ ० कालस्य स्वतन्त्रद्रव्यता नास्ति । १४८९ ऽयोगाद् जीवाऽजीववर्तनापर्यायात्मके काले एव अनन्तत्वं सङ्गच्छते, जीवाऽजीवद्रव्याणाम् अनन्तत्वात् । इत्थमुत्तराध्ययनसूत्रादिदर्शितकालाऽऽनन्त्यसाङ्गत्यकृते कालो न स्वतन्त्रद्रव्यात्मकः किन्तु जीवादिवर्तनापर्यायस्वरूप एवेति सिध्यति । “सर्वद्रव्यवर्त्तनालक्षणपर्याये एव अनादिकालिकद्रव्योपचारेण कालस्य द्रव्यत्वम्” (ष.न.प्र.पृ.४) इति । मुख्यमतं षडद्रव्यस्वभाव-नयविचारप्रकरणे श्रीपार्धचन्द्रसूरिभिः दर्शितम् । श्रीहरिभद्रसूरीणामप्यत्रैव स्वरसः। तदुक्तं तैः आवश्यकनियुक्तिवृत्तौ “कालस्य वर्तनादिरूपत्वाद् । द्रव्यपर्यायरूपत्वाद्” (आ.नि.७९ वृ.पृ.३७) इति। महोपाध्याययशोविजयगणिवरैरपि मध्यमपरिमाणस्याद्वादरहस्ये “कालश्च जीवाऽजीवयोः वर्तनापर्याय एवेति न तस्यापि आधिक्यमभिमतम्” (म.स्या.रह.भाग-३, णि पृ.६८६) इत्युक्तमित्यवधेयम् । “जीवादीनां वर्त्तना च परिणामोऽप्यनेकधा। क्रिया परत्वाऽपरत्वञ्च स्यात् વાર્તવ્યપદેશમા” (ા.નો.પ્ર.૨૮/૬) રૂતિ ાનત્તોમાશે વાવેવિનવિનત્તિરપિ પર્યાયાત્મकालसमर्थनपरा नेह विस्मर्तव्या । અનાગતકાળ તો અસત્ છે. તેથી વર્તમાન સમયસ્વરૂપ કાળમાં અનન્તત્વ સંખ્યા સંભવી ન શકે. પરંતુ જીવાજીવગત વર્તનાપર્યાયસ્વરૂપ કાળતત્ત્વમાં જ અનન્તત્વ સંગત થઈ શકે. કારણ કે જીવ અને અજીવ દ્રવ્યો અનન્તા છે. તેથી તેના વર્તના પર્યાય પણ અનન્તા છે. આમ ઉત્તરાધ્યયન સૂત્ર વગેરેમાં દર્શાવેલ કાળગત અનન્તત્વની સંગતિ કરવા માટે “કાળ તત્ત્વ સ્વતંત્ર દ્રવ્યાત્મક નહિ, પરંતુ જીવાદિવર્તનાપર્યાયસ્વરૂપ જ છે' - તેમ સિદ્ધ થાય છે. જ કાળ = સર્વદ્રવ્યવર્તનાપર્યાય : શ્રીપાર્જચન્દ્રસૂરિ . (“સર્વ) “સર્વ દ્રવ્યના વર્તનાસ્વરૂપ પર્યાયમાં જ અનાદિકાલિક દ્રવ્યોપચાર (અર્થાત્ નિરૂઢ લક્ષણા) કરીને કાળ એ દ્રવ્ય છે' - આ મુજબ મુખ્ય મતને નાગપુરીય બૃહતપાગચ્છાધિપતિ શ્રી પાર્શ્વચન્દ્રસૂરિજીએ પદ્રવ્યસ્વભાવ-નયવિચારપ્રકરણમાં દર્શાવેલ છે. કાળ વર્તનાપJચસ્વરૂપ - શ્રીહરિભદ્રસૂરિ + (શ્રીહરિ) “કાળ વર્તનાસ્વરૂપ જ છે' - આ મતમાં જ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજને સ્વરસ હતો.રી તેથી જ તેઓશ્રીએ આવશ્યકનિર્યુક્તિવૃત્તિમાં જણાવેલ છે કે “કાળ વર્તનાદિપર્યાયાત્મક છે. કાળ દ્રવ્યના પર્યાયસ્વરૂપ જ છે.” મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરશ્રીએ પણ મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્યમાં જણાવેલ છે કે “જીવ અને અજીવ આ બન્ને દ્રવ્યોનો વર્તનાપર્યાય એ જ કાળ છે. તેથી કાળ પણ અતિરિક્ત દ્રવ્ય તરીકે માન્ય નથી.” આ વાતને પણ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી. પર્યાયાત્મક કાલનું સમર્થન કરવામાં તત્પર એક શ્લોક કાલલોકપ્રકાશમાં આવે છે. તે અહીં ભૂલવા યોગ્ય નથી. ત્યાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ જણાવેલ છે કે “(૧) જીવાદિની વર્તના, (૨) જીવાદિનો અનેક પ્રકારનો નૂતનત્વ-જીર્ણત્વાદિ પરિણામ, (૩) અતીતાદિ ગતિ વગેરે ક્રિયા, (૪) પરત્વ (મોટાપણું) તથા (૫) અપરત્વ (નાનાપણું) - આ બધું “કાળ' શબ્દથી કહી શકાય.”
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy