SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ १४६६ ० भित्त्याद्यभावस्य गगनात्मकताऽऽक्षेपः १०८ प नन्वेवमपि न तत्सिद्धिः, हेतोरसिद्धत्वात्, तदसिद्धिश्चाऽन्वयाऽभावात्, सति हि तस्मिन् भवनम् = अन्वयः, न च तत्सत्त्वसिद्धिरस्ति, अन्वयाऽभावे च व्यतिरेकस्याऽप्यसिद्धिरिति । ननु कथं न तत्सत्त्वसिद्धिः ? अथ भित्त्याद्यभाव एवाकाशमिति । જતું જ નથી. તો અલોકાકાશ કોને રાખવાનું કામ કરે ? ધર્માસ્તિકાયના અભાવના લીધે કોઈ દ્રવ્ય અલોકાકાશમાં જઈ શકતું ન હોવાના કારણે અલોકાકાશ કોઈ દ્રવ્યને અવગાહના ન આપે તેટલા માત્રથી “અવગાહના આપવાનો સ્વભાવ અલોકાકાશમાં નથી” એમ કઈ રીતે કહી શકાય ? જંગલમાં રહેલા દંડ કુંભારના હાથમાં ન આવે અને ઘડો ન બને એટલા માત્રથી તેનામાં ઘટને બનાવવાની યોગ્યતા નથી - એવું કઈ રીતે કહી શકાય ? ન જ કહેવાય. આથી “અવગાહના આકાશના અન્વય-વ્યતિરેકને અનુસરે છે તેમ સ્વીકારવું વ્યાજબી છે. A અન્વય-વ્યતિરેકસહચારદર્શન કાર્યકારણભાવગ્રાહક પૂર્વપક્ષ :- (નર્ચેવ.) અવગાહના = આધારતા સ્વરૂપ કાર્ય આકાશના અન્વય-વ્યતિરેકને અનુસરતું હોવાથી અવગાહના લક્ષણ દ્વારા આકાશ દ્રવ્યની સિદ્ધિ કરવી વ્યાજબી નથી. કારણ કે તમારો હેતુ જ અસિદ્ધ છે. પ્રસ્તુતમાં જૈનસંમત અનુમાનપ્રયોગ આ રીતે સમજવો - “વાદના ઉછાશનન્યા, સવાશાગય-વ્યતિરેTSનુવિધાયિત્વાત્.” આ પ્રમાણે અનુમાનપ્રયોગમાં દર્શાવેલ હેતુ પક્ષમાં = અવગાહનામાં - અસિદ્ધ છે. આકાશના અન્વયને અને વ્યતિરેકને અનુસરવાનું અવગાહનામાં અસિદ્ધ હોવાનું કારણ એ છે કે અવગાહના સ્વરૂપ કાર્યમાં આકાશનો અન્વયસહચાર જોવા મળતો નથી. “તત્સત્યે તત્સત્ત્વમ્ અર્થાત્ પ્રસ્તુતમાં “આકાશ હોય તો અવગાહના કાર્ય ઉત્પન્ન થાય” - તેવું જો પ્રમાણ દ્વારા સિદ્ધ થાય તો અન્વયસહચારનું દર્શન થયું કહેવાય. પરંતુ આકાશની હાજરી જ હજુ સુધી પ્રમાણ દ્વારા સિદ્ધ થયેલ નથી. તેથી આકાશ અને અવગાહના વચ્ચે અન્વયસહચાર અસિદ્ધ છે. અન્વયસહચાર અસિદ્ધ હોય તો વ્યતિરેકસહચારની પણ અસિદ્ધિ થાય. તથા કાર્ય-કારણભાવનો નિર્ણય તો અન્વય-વ્યતિરેકના સહચાર દ્વારા જ થઈ શકે, અન્યથા નહિ. “આકાશ હોય તો અવગાહના સ્વરૂપ કાર્ય ઉત્પન્ન થાય અને આકાશ ન હોય તો અવગાહના સ્વરૂપ કાર્ય ઉત્પન્ન ન થાય' - આવો યથાર્થ નિર્ણય થાય તો અન્વય-વ્યતિરેકસહચારદર્શન થયું કહેવાય. પરંતુ આકાશની જ જ્યાં સુધી સિદ્ધિ થઈ ન હોય ત્યાં સુધી ઉપરોક્ત અન્વય-વ્યતિરેકનો નિર્ણય કઈ રીતે થઈ શકે ? તેથી અવગાહનાને આકાશનું કાર્ય કહેવું વ્યાજબી નથી. તેથી જ અવગાહનાને આકાશનું લક્ષણ પણ કહી ન શકાય. » આકાશ લોકસિદ્ધ છે. ઉત્તરપક્ષ :- (ન.) “આકાશ હાજર નથી' - એવું તમે કઈ રીતે કહી શકો ? સર્વ લોકો આકાશનો વ્યવહાર કરે જ છે. તેથી “આકાશના અન્વય-વ્યતિરેકને અવગાહના અનુસરે છે' - આ વાત પણ અસિદ્ધ નથી. તેથી ઉપરોક્ત અનુમાનપ્રયોગ દ્વારા અવગાહના આકાશનું કાર્ય સિદ્ધ થાય છે. છેદીવાલાદિનો અભાવ = આકાશ : પૂર્વપક્ષ પૂર્વપક્ષ :- (મ.) “લોકો આકાશનો વ્યવહાર કરે છે - તે તમારી વાત સાચી છે. પરંતુ “આકાશ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy