________________
૨૦/૮
० 'वियति विहग' इति प्रतीत्या गगनसिद्धिः ।
१४६७ एवं सत्याकाशाभाव एव भित्त्यादय इत्यपि किं न भवति ? अथ तेषां प्रमाणप्रतीतत्वात् ।
इहाऽपि किं न प्रमाणप्रतीतिः ?, तथाहि - ‘वियति विहग' इत्यादिप्रतीत्यन्यथाऽनुपपत्त्याऽनुमानतस्तत्सिद्धिः। न चेयं प्रतीतिरन्यथाऽपि सम्भवति” (उत्त.सू. २८/९ बृ.व.) इत्यादिकम् ।
यदि गगनं कुड्याद्यभावात्मकं स्यात् तर्हि 'कुड्याभावे विहगो डयते', 'पर्वताभावे विहगो । डयते' इत्यादिरूपा प्रतीतिः प्रसज्येत । न चैवं सा कस्याऽपि भवति, अभावत्वेन भावपदार्थाऽऽधारत्वाऽसम्भवात् । तस्मात् कुड्याद्यभावव्यतिरिक्तस्वतन्त्रद्रव्यात्मकमेव गगनमित्यभ्युपगन्तव्यमिति જીવાદિ દ્રવ્યની જેમ સ્વતંત્ર દ્રવ્ય છે' - આ તમારી વાત અસિદ્ધ છે. દીવાલ, પર્વત વગેરેનો અભાવ એ જ આકાશ છે. આકાશ કાંઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. તેથી જ દીવાલ, પર્વત વગેરેનો જ્યાં અભાવ હોય ત્યાં લોકો આકાશ તરીકેનો વ્યવહાર કરે છે.
# વિનિગમનાવિરહ * ઉત્તરપા :- (ઉં.) જો “દીવાલ, પર્વત વગેરેનો અભાવ એ જ આકાશ છે' - આ પ્રમાણે તમે કહેતા હો તો “આકાશનો અભાવ એ જ દીવાલ વગેરે છે' - આવું પણ કેમ બની ન શકે ? કારણ કે વિનિગમનાવિરહ તો બન્ને પક્ષમાં તુલ્ય જ છે.
પૂર્વપક્ષ :- (અથ તેષાં.) દીવાલ, પર્વત વગેરે પદાર્થો તો પ્રમાણથી પ્રસિદ્ધ છે. તેથી તેનો સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકાર કરવો જરૂરી છે. તેથી દીવાલ વગેરેને આકાશાભાવ સ્વરૂપ માની ન શકાય.
# આકાશ સ્વતંત્ર દ્રવ્ય : ઉત્તરપક્ષ ઉત્તરપક્ષ :- (IST) તો શું આકાશમાં પ્રમાણજન્ય પ્રતીતિ ઉપલબ્ધ નથી થતી ? કે જેના લીધે તમે આકાશને દીવાલાદિના અભાવસ્વરૂપ માનો છો. આકાશદ્રવ્યને વિશે પ્રમાણજન્ય પ્રતીતિ આ રીતે છે! સમજવી. “આકાશમાં પંખી ઉડે છે' - આ પ્રમાણે લોકોને સ્વરસતઃ પ્રતીતિ થાય છે. જો આકાશ નામનું દ્રવ્ય ન હોય તો ઉપરોક્ત પ્રતીતિ સંગત ન થઈ શકે. આમ ઉપરોક્ત પ્રતીતિની અન્યથા સે અનુપપત્તિ સ્વરૂપ હેતુ દ્વારા અનુમાન પ્રમાણથી આકાશની સિદ્ધિ થાય છે. પ્રસ્તુતમાં અનુમાન પ્રયોગ આ રીતે સમજવો - TWITTSfમાનં વતન્ત્રદ્રવ્યમતિ, “વિતિ વિદા' તિ પ્રતીત્યન્યથાગનુપપત્તે . આ અનુમાન પ્રયોગ દ્વારા આકાશ નામના સ્વતંત્ર દ્રવ્યની સિદ્ધિ થાય છે. જો આકાશ નામનું સ્વતંત્ર દ્રવ્ય સ્વીકારવામાં ન આવે તો ઉપરોક્ત પ્રતીતિ સંભવી શકતી નથી.” આ પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ્ધતિમાં શ્રી શાંતિસૂરિજી મહારાજે અવગાહના સ્વરૂપ કાર્ય દ્વારા સ્વતંત્ર આકાશદ્રવ્યની સિદ્ધિ કરેલી છે.
(હિ) શ્રી શાંતિસૂરિજી મહારાજે છેલ્લે જે વાત કરી છે તેનું તાત્પર્ય એ છે કે જો આકાશ સ્વતંત્ર દ્રવ્ય ન હોય અને દીવાલ, પર્વત આદિનો અભાવ એ જ આકાશ હોય તો “આકાશમાં પંખી ઉડે છે' - આવી પ્રતીતિ થવાના બદલે “દીવાલના અભાવમાં પંખી ઉડે છે”, “પર્વતના અભાવમાં પંખી ઉડે છે' - આવી પ્રતીતિ થવી જોઈએ. પરંતુ તેવી પ્રતીતિ તો કોઈને પણ થતી નથી. કારણ કે અભાવત્વરૂપે કોઈ પણ વસ્તુમાં ભાવ પદાર્થની આધારતા સંભવતી નથી. ભાવપદાર્થની આધારતાના અવચ્છેદક તરીકે અભાવત્વધર્મ કોઈને પણ માન્ય નથી બનતો. તેથી આકાશને દીવાલાદિના અભાવસ્વરૂપ માનવાના