________________
૨૦/૮
१४६५
० उत्तराध्ययनबृहद्वृत्तिसंवादः ० इत्यादिकं स्याद्वादकल्पलतोक्तदिशाऽवसेयम् । ____ तदुक्तम् उत्तराध्ययनबृहद्वृत्तौ श्रीशान्तिसूरिभिः अपि “आकाशान्वय-व्यतिरेकानुविधायी चाऽवगाहः । तथाहि - शुषिररूपमाकाशं, तत्रैव चाऽवगाहो, न तु तद्विपरीते पुद्गलादौ ।
अथैवमलोकाकाशेऽपि कथं नाऽवगाहः ?, उच्यते, स्यादेवं यदि कश्चिदवगाहिता भवेत्, तत्र तु धर्मास्तिकायस्य जीवादीनां चाऽसत्त्वेन तस्यैवाऽभाव इति कस्याऽसौ समस्तु ? છે' ઈત્યાદિ પ્રત્યક્ષાત્મક પ્રતીતિમાં ક્ષયોપશમવિશેષથી વિશેષ્યના સંબંધી રૂપે ભાન થઈ શકે છે.
\Y) “ને તવ પતિ ત્રી' વાક્યાર્થવિચાર f/ તે આ રીતે સમજવું - “Tને તત્રવ પતત્રી' આ વાક્યપ્રયોગમાં પ્રથમાવિભક્તિવાળું “પતંત્રી પદ છે. “પ્રથમાન્તવિશેષ્યક શાબ્દબોધ થાય' આવો નિયમ હોવાથી પતંત્રી વિશેષ્ય બનશે. તથા “ને શબ્દમાં લાગેલી સાતમી વિભક્તિનો અર્થ છે વૃત્તિતા. “તત્ર' શબ્દમાં સમાયેલી સાતમી વિભક્તિનો અર્થ છે અવચ્છેદ્યતા. આકાશના અમુક ભાગમાં રહેલી અવચ્છેદ્યતાનું “તત્ર શબ્દમાં સમાયેલી સાતમી વિભક્તિથી ભાન થાય છે. તેનાથી અવચ્છિન્ન પક્ષી થશે. “ઇવ’ શબ્દ અવધારણ અર્થમાં છે. તેનાથી અન્યયોગવ્યવચ્છેદનું = અન્યભાગઅવૃત્તિતાનું ભાન થાય છે. તેથી શાબ્દબોધ એવો થશે કે કન્યમા IISવૃત્તિ -તમાનSISવચ્છતાનરૂપતાડવચ્છેદ્યતાવાન્ છાશવૃત્તિઃ પક્ષી”. આ શાબ્દબોધમાં વિશેષ્યભૂત પક્ષીના વિશેષણ તરીકે આકાશનું અને આકાશભાગનું ભાન વિશેષ પ્રકારના ક્ષયોપશમથી વક્તાને થઈ શકે છે. તેમાં કોઈ બાધ નથી. તથા તે મુજબ અનુસંધાન કરીને તે વક્તા ઉપરોક્ત વ્યવહાર કરી શકે છે. હજુ આ દિશામાં આગળ ઘણું કહી શકાય તેમ છે. તે બધી બાબતો સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં કરેલ દિગ્દર્શન મુજબ જાણી લેવી. ઉપરોક્ત ચર્ચા દ્વારા ફલિત એ થાય છે કે સર્વ દ્રવ્યોની આધારતા આકાશમાં જ સંભવી શકે છે તથા આધારતાપર્યાયસ્વરૂપ અવગાહના લક્ષણથી આકાશ નામનું એક અતિરિક્ત નિત્ય દ્રવ્ય સિદ્ધ થાય છે.
હS અવગાહના-આકાશ વચ્ચે અન્વય-વ્યતિરેક (તકુ.) ઉત્તરાધ્યયન સૂત્રની બૃહદ્ધત્તિમાં વાદિવેતાલ શાંતિસૂરીશ્વરજી મહારાજે પણ જણાવેલ છે કે “અવગાહના આકાશના અન્વયને અને વ્યતિરેકને અનુસરે છે. તે આ રીતે - આકાશ પોલાણ સ્વરૂપ છે અને તેમાં જ સર્વ દ્રવ્યની અવગાહના = આધારતા સંભવી શકે છે. જે પોલાણસ્વરૂપ ન હોય પણ નક્કર સ્વરૂપ હોય તેવા પુદ્ગલ વગેરે દ્રવ્યમાં સર્વદ્રવ્યની અવગાહના = આધારતા સંભવી શકતી નથી.
(મ.) અહીં એવી શંકા થઈ શકે છે કે “પોલાણસ્વરૂપ હોવાના લીધે આકાશ સર્વ દ્રવ્યનો આધાર બનતું હોય તો અલોકાકાશમાં પણ શા માટે સર્વ દ્રવ્યની અવગાહના હોતી નથી ?” પરંતુ આ શંકાનું સમાધાન બહુ સરળ છે અને તે આ પ્રમાણે છે કે તમે કહો છો તે પ્રમાણે થઈ શકે, જો અવગાહન કરનાર કોઈક આધેયભૂત પદાર્થ અલોકાકાશમાં રહેતો હોય તો. પરંતુ અલોકાકાશમાં તો ધર્માસ્તિકાય અને જીવાદિ પદાર્થ ન હોવાથી અવગાહક = આધેયભૂત પદાર્થનો જ અલોકાકાશમાં અભાવ છે. તો પછી અલોકાકાશ કોને પોતાનામાં રાખવાનું કામ કરે ? અર્થાત અલોકાકાશ દ્રવ્ય તો આધાર બનવા માટે તૈયાર છે પરંતુ કોઈ દ્રવ્ય ત્યાં રહેવા જાય તો તે તેને રાખે ને ! અલોકાકાશમાં તો કોઈ દ્રવ્ય