________________
ગામ
१४६२
* निबिडमूर्त्तद्रव्याभावत्वेन आधारतानिरासः
नाऽतिरिक्ताऽऽकाशद्रव्यसिद्धिरिति चेत् ?
१०/८
7, आलोके सति तदभावेऽपि प्रोक्तप्रयोगोपलब्धेः ।
न च निबिडमूर्तद्रव्याभावत्वेनैव तत्राऽऽधारत्वप्रत्ययोपगमान्नायं दोषः, आलोके सत्यपि निबिडमूर्ताभावाऽबाधादिति वाच्यम्,
अभावस्याऽधिकरणभेदेऽप्यभिन्नतया तस्याऽन्यत्राऽपि सत्त्वेनाऽन्यत्र गतेऽपि पक्षिणि 'तत्रैव પ્રતીતિનો વિષય માનવાથી અતિરિક્ત આકાશદ્રવ્યની સિદ્ધિ ન થઈ શકે. કારણ કે આકાશને પક્ષીનો આધાર ન માનવા છતાં પણ મૂર્તદ્રવ્યાભાવ પક્ષીનો આધાર બનવા તૈયાર છે.
* મૂર્તદ્રવ્યાભાવ પંખીનો આધાર નથી
ઉત્તરપક્ષ :- (ન, ઞાનોદ્દે.) તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે દિવસે આલોકની હાજરીમાં ઊર્ધ્વભાગમાં મૂર્તદ્રવ્યનો અભાવ નથી હોતો. કેમ કે આલોક સ્વયં મૂર્તદ્રવ્ય છે. તેમ છતાં દિવસે ઉપરિતન ભાગમાં “અહીં પક્ષી છે” - ઈત્યાદિ વાક્યપ્રયોગ ઉપલબ્ધ થાય છે. આમ, મૂર્રદ્રવ્યાભાવ ન હોવા છતાં પણ ઉપરોક્ત વ્યવહાર પ્રસિદ્ધ હોવાના લીધે મૂર્રદ્રવ્યાભાવને પક્ષીનો આધાર માની શકાય તેમ નથી. શંકા :- (૧૬ નિવિજ્ઞ.) “અહીં પક્ષી છે” - ઈત્યાદિ વ્યવહારમાં અમે પક્ષીના આધાર તરીકે કેવલ મૂર્તદ્રવ્યાભાવને સ્વીકારતા નથી પણ નિબિડમૂર્તદ્રવ્યાભાવને જ પક્ષીના આધાર તરીકે માનીએ છીએ. દિવસે પ્રકાશ હોય ત્યારે ઉપરભાગમાં આલોક હોવાથી મૂર્તદ્રવ્ય હોવા છતાં નિબિડ મૂર્તદ્રવ્ય તો નથી જ રહેતું. કારણ કે પ્રકાશ = આલોક મૂર્તદ્રવ્ય હોવા છતાં નિબિડ મૂર્તદ્રવ્ય સ્વરૂપ નથી. તેથી દિવસે ઉપરિતન ભાગમાં મૂર્તદ્રવ્ય હોવા છતાં નિબિડ મૂર્તદ્રવ્ય ન હોવાથી નિબિડમૂર્તદ્રવ્યાભાવને ‘અહીં પક્ષી છે” ઈત્યાદિ પ્રતીતિમાં આધારભૂત વિષય તરીકે માની શકાય છે. તેથી પક્ષીના આધારરૂપે અતિરિક્ત આકાશ દ્રવ્યને સ્વીકારવાની આવશ્યકતા રહેતી નથી.
* નિબિડમૂર્તદ્રવ્યાભાવ પણ પંખીનો આધાર નથી
સમાધાન :- (સમાવ.) તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે, નિબિડ (=નક્ક૨) મૂત્તુદ્રવ્યનો અભાવ તો અન્ય સ્થાનોમાં પણ હાજર હોવાથી પક્ષી બીજા સ્થાનમાં ચાલ્યું જશે ત્યારે પણ “ત્યાં જ પક્ષી છે” ઈત્યાદિરૂપે પ્રત્યભિજ્ઞા થવાની આપત્તિ આવશે. મતલબ કે સવારના સમયે ઉપરિતન ભાગમાં જ્યાં પક્ષીનું દર્શન થયું હતું, ત્યાંથી બીજા સ્થાનમાં પંખી મધ્યાહ્ન સમયે ચાલી જવા છતાં પણ તે સમયે ‘પ્રાતઃકાલમાં જ્યાં પક્ષીનું દર્શન થયું હતું ત્યાં જ અત્યારે (મધ્યાહ્ન સમયે) પણ પક્ષી છે.' આ પ્રમાણે પ્રત્યભિજ્ઞા થવાની આપત્તિ આવશે. કારણ કે નિબિડ (=નક્કર) મૂર્તદ્રવ્યના અભાવને પંખીનો આધાર માનવામાં આવે તો ઉપરોક્ત પ્રત્યભિજ્ઞાનો અર્થ એવો ફલિત થશે કે ‘પ્રાતઃકાળમાં જે નિબિડમૂર્તદ્રવ્યાભાવમાં પક્ષી હતું તે જ નિબિડમૂર્તદ્રવ્યાભાવમાં મધ્યાહ્નકાલે પણ પક્ષી છે.’ તથા ઉપરોક્ત અર્થઘટનમાં કોઈ પણ પ્રકારની અસંગતિ રહેતી નથી. કારણ કે અધિકરણભેદથી અભાવમાં ભેદ પડતો નથી. તેથી જે ઉપરિતન ભાગમાં પ્રાતઃકાલમાં પંખીનું દર્શન થયું હતું તે સ્થળેથી મધ્યાહ્નસમયે પંખી હટી જવા છતાં પણ, તમારા મત મુજબ, પંખીના આધારરૂપે ભાસિત થનાર નિબિડમૂર્તદ્રવ્યાભાવ તો બન્ને સમયે, બન્ને સ્થળે, એક જ છે. મતલબ કે સવારે જે સ્થળે પંખી હતું ત્યાં રહેલ નિબિડમૂર્તદ્રવ્યાભાવ અને મધ્યાહ્નસમયે જ્યાં પંખી