________________
૨૦/૮ 'इह पतत्री'ति व्यवहारमीमांसा 0
१४६३ તdદેશોÁમાવચ્છિન્નમૂર્તાિમાવતિના તથ્યવદારીપત્તિ” ( ) રૂત્તિ વર્ધમાનg નાનવ, पक्षी'ति प्रत्यभिज्ञापत्तेः, अभावत्वेन भावपदार्थाऽऽधारत्वाऽसम्भवाच्च ।
यत्तु पृथिवीभागविशेषादिलक्षणतत्तद्देशो_भागावच्छिन्नमूर्त्तद्रव्याभावत्वेन तदाधारताभ्युपगमाद् 'इह पतत्री' इत्यादिव्यवहारस्य 'तत्रैव पतत्री'त्यादिप्रत्यभिज्ञानस्य च उपपत्तिः, अन्यत्र गते तु पतत्रिणि 'तत्रैवेति प्रत्यभिज्ञाऽनापत्तिरिति वर्धमानोपाध्यायादिमतम्, છે ત્યાં રહેલ નિબિડમૂર્તદ્રવ્યાભાવ એક જ છે. તેથી ઉપરોક્ત નિબિડમૂર્તદ્રવ્યાભાવને પંખીનો આધાર માનવામાં આવે તો ઉપરોક્ત પ્રત્યભિજ્ઞાનો અર્થ બાધિત થતો નથી. તેથી પંખી અન્યત્ર ચાલી જવા છતાં પણ “મધ્યાહ્નસમયે પણ પંખી ત્યાં જ છે કે જ્યાં તે પંખી સવારે હતું' - આવી પ્રતીતિ થવાની આપત્તિ આવશે. કેમ કે ઉપરોક્ત બુદ્ધિમાં “ત્યાં' શબ્દથી નિબિડમૂર્તદ્રવ્યાભાવ જ વિવક્ષિત છે, જે ત્યારે પંખીના આધાર બનેલા સ્થળે વિદ્યમાન જ છે. નિબિડમૂર્તદ્રવ્યાભાવ તો બન્ને સ્થળે એક જ છે. અધિકરણભેદે અભાવ બદલાતો નથી. ઉપરોક્ત આપત્તિના કારણે નિબિડમૂર્તદ્રવ્યાભાવને પંખીના આધાર તરીકે માનવાની વાત વ્યાજબી નથી. તેમ જ તે વાત અનુચિત હોવાનું બીજું કારણ એ છે કે અભાવત્વરૂપે ભાવપદાર્થની આધારતા ક્યાંય પણ સંભવતી નથી. “ઘટાભાવમાં પટાદિ છે' - આવી પ્રતીતિ લોકવ્યવહારમાં કે દાર્શનિક જગતમાં કોઈને પણ માન્ય નથી.
આ વર્ધમાન ઉપાધ્યાયનો મત (7) નવ્યન્યાયના પ્રસ્થાપક ગંગેશ ઉપાધ્યાયના પુત્ર વર્ધમાન ઉપાધ્યાય વગેરે નવ્ય તૈયાયિકો પ્રસ્તુતમાં એવું જણાવે છે કે “પૃથ્વીના અમુક ભાગ વગેરે સ્વરૂપ તે તે સ્થાનના ઉપરિત ભાગથી અવચ્છિન્ન મૂર્તદ્રવ્યાભાવ એ પંખીનો આધાર બને છે. મતલબ કે પંખીની આધારતાનો અવચ્છેદક ધર્મ ધી ફક્ત મૂર્તદ્રવ્યાભાવત્વ કે નિબિડમૂર્તદ્રવ્યાભાવત્વ નથી. પરંતુ ઊંચી-નીચી જમીન, પર્વત, ખાડા, ટેકરા વગેરે વિશેષભાગસ્વરૂપ તે તે સ્થાનના ઉપરિતન ભાગથી અવચ્છિન્ન મૂર્તદ્રવ્યાભાવત્વ પંખીની આધારતાનું અવચ્છેદક છે - આવું અમે સ્વીકારીએ છીએ. તેથી “અહીં પંખી છે. અહીં પંખી નથી” – ઈત્યાદિ વ્યવહારમાં પંખીની આધારતારૂપે આકાશનું ભાન થતું નથી. પરંતુ તે તે સ્થાનના ઉપરિતન ભાગથી અવચ્છિન્ન મૂર્તદ્રવ્યાભાવનું જ પંખીના આધારરૂપે ભાન થાય છે. તથા સવારે જ્યાં પંખી હોય ત્યાં જ રાત્રે પંખી હશે તેવા સમયે “પંખી ત્યાં જ છે કે જ્યાં તે સવારે દેખાયું હતું' - ઈત્યાદિ પ્રત્યભિજ્ઞા સંગત થઈ શકશે. કારણ કે ઉપરોક્ત પ્રત્યભિજ્ઞામાં પંખીના આધાર તરીકે આલોકનું ભાન થતું નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ તે તે સ્થળના ઉપરિતન ભાગથી અવચ્છિન્ન મૂર્તદ્રવ્યાભાવનું જ જ્ઞાન થાય છે. તથા પ્રાતઃકાલે જ્યાં પંખી હતું ત્યાંથી તે પંખી અન્યત્ર રવાના થતા “પંખી ત્યાં જ છે કે જ્યાં તે પૂર્વે હતું - આવી પ્રત્યભિજ્ઞા થવાની આપત્તિને પણ અવકાશ નહિ રહે. કારણ કે પ્રાત:કાલમાં જે સ્થાનના ઉપરિતન ભાગથી અવચ્છિન્ન એવા મૂર્તદ્રવ્યાભાવમાં પંખી હતું તે જ સ્થાનના ઉપરિતન ભાગથી અવચ્છિન્ન મૂર્તદ્રવ્યાભાવમાં પશ્ચાત્ કાલમાં પંખી રહેતું નથી. પરંતુ તે સ્થાનથી ભિન્ન સ્થળના ઉપરિતન ભાગથી અવચ્છિન્ન મૂર્તદ્રવ્યાભાવમાં પંખી ઉત્તર કાળમાં રહે છે. આમ પૂર્વોત્તર કાળમાં અલગ અલગ ઉપરિત ભાગથી અવચ્છિન્ન મૂર્તદ્રવ્યાભાવમાં પંખી રહેતું હોવાના લીધે અન્યત્ર પંખી રવાના