SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ _૨૦/૮ १४६० आलोकमण्डलाधारतानिराकरणम् । गु दुर्वारेति चेत् ? न, ‘इह' इत्यादिप्रत्ययेन आलोकमण्डलानुल्लेखात्, तदालोकव्यक्तेरन्यत्र गतावपि तद्दर्शनात् । न चालोकान्तरं तद्विषयः, તત્રેવ' કૃતિ પ્રત્યમજ્ઞાનાત્ | न चालोकत्वेनैव तदाधारत्वान्न तदनुपपत्तिरिति वाच्यम्, આલોકમંડલમાં આકાશના લક્ષણની અતિવ્યાપ્તિ દુર્વાર બનશે. કારણ કે આકાશમાં વ્યાપ્ત આલોકમંડલને = સૂર્યપ્રકાશમંડલને ઉદેશીને “અહીં પક્ષી છે, પેલા ભાગમાં પક્ષી નથી' - આ પ્રમાણે પ્રતીતિ થાય છે. પ્રસ્તુત પ્રતીતિમાં “અહીં' શબ્દથી પ્રકાશમંડલનો જ ઉલ્લેખ થાય છે. તેથી ‘રૂદ' ઇત્યાદિ પ્રતીતિના વિષયભૂત આલોકમંડલમાં આકાશના લક્ષણની અતિવ્યાપ્તિ દુર્વાર બનશે. કારણ કે ઉપરોક્ત પ્રતીતિ આલોકમંડલમાં પક્ષીની આધારતાનું ભાન કરાવે છે. • પંખીનો આધાર આલોકમંડલ નહિ પણ આકાશ જ ઉત્તરપક્ષ :- (, ‘'.) તમારી દલીલ વ્યાજબી નથી. “દ' ઈત્યાદિ પ્રતીતિ દ્વારા આલોકમંડલનો ઉલ્લેખ થતો નથી. કારણ કે તે આલોકમંડલ અન્યત્ર જવા છતાં પણ “' ઈત્યાદિ પ્રતીતિ તો અનુભવાય જ છે. તેથી પક્ષીની આધારતારૂપે ઉપરોક્ત પ્રતીતિ આલોકમંડલનું અવગાહન કરતી નથી. તેથી આલોકમંડલમાં આકાશના લક્ષણની અતિવ્યાપ્તિને અવકાશ રહેતો નથી. પૂર્વપક્ષ :- (ન ચા) તે પ્રકાશમંડલ અન્યત્ર જવા છતાં પણ તે સ્થળે અન્ય પ્રકાશમંડલ આવી ચૂકેલ હોવાથી અન્ય પ્રકાશમંડળ “દ' ઈત્યાદિ પ્રતીતિનો વિષય બને છે. મતલબ કે પ્રકાશ વ્યક્તિ બદલવા છતાં પ્રકાશિત્વરૂપે પક્ષીના આધારનો ત્યાં અનુગત બોધ થાય જ છે. તેથી આલોકમંડલસ્વરૂપે પક્ષીની આધારતાની કારણતાનો સ્વીકાર કરી શકાય છે. આમ આધારતાપર્યાયસ્વરૂપ અવગાહના આલોકમંડલમાં રહેવાથી આલોકમંડલમાં આકાશના લક્ષણની અતિવ્યાપ્તિ દુર્વાર બનશે. ) આલોકમંડલની આધારતા પ્રત્યભિજ્ઞાથી બાધિત ) સમાધાન :- (‘તત્ર) ના, તમારી આ દલીલ વ્યાજબી નથી. કારણ કે આલોકવ્યક્તિ બદલાવા છતાં પણ “પક્ષી ત્યાં જ છે' આવી પ્રતીતિ ઊર્ધ્વભાગમાં થાય જ છે. જો પ્રતીતિમાં પક્ષીના આધાર તરીકે આલોકમંડલનું જ ભાન થતું હોય તો આલોકવ્યક્તિ બદલાઈ જતાં ‘પંખી હવે ત્યાં નથી, બીજે છે' - આવી પ્રતીતિ થવી જોઈએ. પરંતુ એવી પ્રતીતિ થતી નથી. આથી આલોકમંડલને પક્ષીનો આધાર માની શકાતો નથી. તેથી ‘પૂર્વોત્તર કાલમાં પંખીના આધારરૂપે જે પદાર્થનું ભાન થાય છે તે એક જ છે, અન્ય નહિ - આવું સિદ્ધ થાય છે. પ્રકાશમંડલ બદલાવાના લીધે પૂર્વોત્તરકાલીન પક્ષીઆધારભૂત પદાર્થમાં ઐક્યઅવગાહી પ્રત્યભિજ્ઞાનો તે પ્રકાશમંડલ વિષય બની શકતું નથી. તેથી આલોકમંડલમાં આધારતાપર્યાયસ્વરૂપ આકાશના લક્ષણની અતિવ્યાપ્તિને કોઈ અવકાશ રહેતો નથી. શંકા :- (વાનો.) વિભિન્ન આલોકવ્યક્તિને આલોક–સામાન્યરૂપે પક્ષીનો આધાર માનવામાં ઉપરોક્ત પ્રત્યભિજ્ઞાની અનુપત્તિ આવવાનો અવકાશ રહેતો નથી. કારણ કે આલોક વ્યક્તિ બદલાવા
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy