________________
☼ अवगाहनास्वरूपनिरूपणम्
१०/८
મળ્યતે” (પ.વ.૬૧/પૃ.૬૭) હ્યુમિતિ સમ્માન્યતે।
“ अवगाहना हि न संयोगदानम् उपग्रहो वा अन्यसाधारणत्वात्, किन्तु आधारत्वपर्यायः” (स्या. रह. ા.૧૧/જીલ્ડ-૨/પૃ.૬૮૬) કૃતિ મધ્યમરિમાળસ્વાદાવરહસ્યેયવિનયવાચન્દ્રાઃ |
ततश्च सर्वद्रव्याधारतयाऽनुगतैकाकाशद्रव्यं सिध्यतीति प्रकृते तात्पर्यम् । तथाहि - 'पक्षि-पशु -पुष्प-पृथिवी-पुत्तलिका-पुरुष-पुरन्दराद्याधारतानिरूपितोपादानकारणता किञ्चिद्धर्मावच्छिन्ना, कारणतात्वात्, घटादिकारणतावदि'त्यनुमानप्रयोगाद् लाघवेन सर्वद्रव्यनिष्ठाधेयतानिरूपितसाधारणाऽऽधारताकारणता- कु वच्छेदकधर्माश्रयविधयाऽनुगतैकाऽविनश्वराऽऽकाशद्रव्यसिद्धिरनाविला ।
अथ 'इह पक्षी, नेह पक्षी' इत्यादिप्रत्ययविषयीभूते आलोकमण्डले आकाशलक्षणातिव्याप्तिः का કહેવાય છે’ આ પ્રમાણે જણાવેલ હોય તેમ સંભવે છે.
१४५९
♦ અવગાહના એટલે આધારતાપર્યાય
(“અવા.) પ્રસ્તુતમાં “અવગાહના એટલે અન્યદ્રવ્યને સંયોગનું દાન કરવું તેમ ન સમજવું અથવા તો સમીપ રહીને અન્ય દ્રવ્યનો સ્વીકાર કરવો તે પણ ‘અવગાહના' શબ્દનો અર્થ નથી. આનું કારણ એ છે કે આકાશ સિવાયના ઘર, દુકાન, આશ્રમ, ઉપાશ્રય વગેરે દ્રવ્યો પણ પરદ્રવ્યને સંયોગ આપવાનું કામ કે નજીક રહીને પર દ્રવ્યને સ્વીકારવાનું કામ કરે જ છે. તેથી તેને અવગાહના કહી ન શકાય. બાકી તો આકાશના લક્ષણની ઘર, દુકાન, આશ્રમ વગેરેમાં પણ અતિવ્યાપ્તિ આવે. તેથી અવગાહના સંયોગદાન સ્વરૂપ કે ઉપગ્રહ સ્વરૂપ નથી. પરંતુ આધારતા નામનો પર્યાય એ જ અવગાહના છે. અને તે જ આકાશ દ્રવ્યનું લક્ષણ છે. આકાશ સિવાયના દ્રવ્યો, અન્ય દ્રવ્યોને સંયોગ આપવા છતાં કે અન્ય દ્રવ્યોનો સ્વીકાર કરવા છતાં પણ તેનો આધાર બનતા નથી. સર્વ દ્રવ્યોનો આધાર તો ફક્ત આકાશ દ્રવ્ય જ છે. તેથી આધારતા પર્યાય સ્વરૂપ અવગાહના એ જ આકાશનું લક્ષણ છે” - આ પ્રમાણે મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથમાં મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે. * અનુમાન પ્રમાણથી આકાશની સિદ્ધિ
(સતશ્વ.) તેથી ‘સર્વ દ્રવ્યના આધારરૂપે એક અનુગત આકાશ દ્રવ્ય સિદ્ધ થાય છે’ – તેવું પ્રસ્તુતમાં મહોપાધ્યાયજી મહારાજનું તાત્પર્ય ફલિત થાય છે. તેથી પ્રસ્તુતમાં અનુમાન પ્રમાણથી આકાશ દ્રવ્યની સિદ્ધિ સૂચિત થાય છે. તે અનુમાન પ્રયોગ આ પ્રમાણે જાણવો - પક્ષી, પશુ, પુષ્પ, પૃથ્વી, પૂતળી, પુરુષ, પુરંદર વગેરે પદાર્થોની આધારતાથી નિરૂપિત એવી ઉપાદાનકારણતા (= પક્ષ) કોઈક ગુણધર્મથી અવચ્છિન્ન છે. (= સાધ્ય) કારણ કે તે કારણતા સ્વરૂપ છે. (= હેતુ) જેમ કે ઘટાદિની કારણતા. (= દૃષ્ટાન્ત) આ અનુમાનપ્રયોગ દ્વારા પક્ષી, પશુ વગેરે સર્વ દ્રવ્યની આધારતાની અનુગત કારણતાના અવચ્છેદક ધર્મરૂપે આકાશત્વની સિદ્ધિ થશે. તથા સાધારણ આધારતાની કારણતાના અવચ્છેદક એવા આકાશત્વના આશ્રયરૂપે સિદ્ધ થનાર આકાશદ્રવ્ય લાઘવસહકારથી અનુગત એક નિત્યદ્રવ્ય સ્વરૂપે જાણવું. ‘સિદ્ધઃ પવાર્થ જો નિત્યશ્વેત્તવાનાધવમ્, ગતિ વાધ' આ પ્રમાણે પૂર્વે જણાવેલ ન્યાય દ્વારા પ્રાપ્ત થતા લાઘવના સહકારથી નિત્ય એક આકાશ દ્રવ્યની સિદ્ધિ અવ્યાહત રીતે થાય છે. પૂર્વપક્ષ :- (થ.) આધારતાપર્યાય સ્વરૂપ અવગાહનાને જો આકાશનું લક્ષણ માનવામાં આવે તો
प
• #b
म
र्श