________________
o ૦/૬
* लोकान्ते लक्ष्मणरेखाविरहः
१४४५
“લોકાકાશનઈં ગતિહેતુપણું છઇ, તે માટઈં અલોકઇં સિદ્ધની ગતિ ન હોઇ” - ઈમ તો ન કહિઉં જાઇ. જે માટઈં ધર્માસ્તિકાય વિના લોકાકાશવ્યવસ્થા જ ન હોઇ.
1
प्रमितत्वात् । प्रकृते “खेत्तओ णं आगासत्थिकाए लोयालोयप्पमाणमेत्ते अनंते” (भ.सू.२/१०/११८) इति भगवतीसूत्रवचनमपि स्मर्तव्यम् । एतेन आकाशस्य गतिहेतुता निरस्ता, जीवादीनाम् अलोके गत्यापत्तेः। अथ लोकाकाशस्यैव गतिहेतुत्वाऽभ्युपगमान्नाऽलोके सिद्धगतिसम्भवः, कुत ऊर्ध्वं तदविरामप्रसङ्ग इति चेत् ?
न, धर्मास्तिकायविरहे लोकाऽलोकव्यवस्थाया एवाऽनुपपत्तेः । न हि लोकाकाशान्ते लक्ष्मणरेखादिकमस्ति, येन ‘अयं लोकः, स त्वलोक' इति व्यवस्था सम्भवेत् । अस्ति च लोकाS लोकव्यवस्था, “दुविहे आगासे पण्णत्ते - लोगागासे चेव अलोगागासे चेव" ( स्था. २ / ९ / सूत्र ६४ + भ. सू.२/१०/१२१) इति स्थानाङ्गसूत्र - भगवतीसूत्रवचनात् । ततो यावति क्षेत्रे आकाशाऽपराऽभिधाने धर्मास्तिकायोऽवगाढः तावत्प्रमाणो लोकः शेषस्त्वलोक इति प्रतिपत्तव्यम् ।
પણ યાદ રાખવું. તે આ પ્રમાણે છે. ‘ક્ષેત્રથી આકાશાસ્તિકાય લોકાલોકપ્રમાણવ્યાપી અને અનંત છે’ - આ કથનથી આકાશને ગતિનું કારણ માની ન શકાય. કારણ કે આકાશ તો અનંત હોવાથી લોકની જેમ અલોકમાં જીવાદિની ગતિ થવાની આપત્તિ આવે.
પૂર્વપક્ષ :- (અથ.) લોકાકાશને જ અમે ગતિનો હેતુ માનીએ છીએ. તેથી અલોકમાં સિદ્ધ ભગવંતની ગતિ થવાનો કોઈ સંભવ જ નથી તો સિદ્ધ ભગવંતની ઊર્ધ્વગતિનો અવિરામ અવિશ્રામ થવાની આપત્તિને ક્યાંથી અવકાશ હોય ? એક સમયમાં સિદ્ધ ભગવંતો ચૌદ રાજલોકના છેડે જઈને અટકી જશે. તેથી અલોકાકાશમાં સિદ્ધ ભગવંત જવાના જ નથી. કારણ કે લોકાકાશ નામનું ગતિકારણ ત્યાં ગેરહાજર છે. તેથી સિદ્ધોની ઊર્ધ્વગતિના અવિરામને કોઈ અવકાશ ક્યાંથી હોય ?
=
-
]] ]] E
• લા.(૨) + પુસ્તકોમાં ‘તે' પાઠ. કો.(૭+૧૨) + પા.નો પાઠ લીધો છે. · · ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ કો.(૧૪)માં નથી.
1. क्षेत्रतः णं आकाशास्तिकायः लोकालोकप्रमाणमात्रः अनन्तः । 2. द्विविध: आकाशः प्रज्ञप्तः - लोकाकाशः चैव अलोकाकाशः चैव ।
म
* લોકાકાશ ગતિકારણ નથી
રા
=
સમાધાન :- (7, થર્મા.) તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે ધર્માસ્તિકાય દ્રવ્યને તમે ન સ્વીકારો તો લોકની અને અલોકની વ્યવસ્થા જ અસંગત થઈ જશે. જે આકાશખંડમાં ધર્માસ્તિકાય હોય તેને લોકાકાશ કહેવાય છે. તેથી ધર્માસ્તિકાયને ન માનવામાં આવે તો લોક અને અલોક વચ્ચે કોઈ ભેદરેખા જ સંભવી નહિ શકે. કેમ કે ચૌદ રાજલોકના છેડે લોકાકાશના અંતે કોઈ લક્ષ્મણરેખા વગેરે નથી કે જેના લીધે ‘આ લોક છે અને તે અલોક છે' તેવી વ્યવસ્થા સંભવી શકે. પરંતુ લોકની અને અલોકની વ્યવસ્થા તો શાસ્ત્રપ્રસિદ્ધ જ છે. કારણ કે સ્થાનાંગસૂત્રમાં તથા ભગવતીસૂત્રમાં જણાવેલ છે કે ‘આકાશ બે પ્રકારે જણાવેલ છે. લોકાકાશ અને અલોકાકાશ.' તેથી આકાશ જેનું બીજું નામ છે એવા ક્ષેત્રમાં જેટલા ભાગમાં ધર્માસ્તિકાય અવગાહીને રહેલ છે તેટલો આકાશખંડ લોક લોકાકાશ કહેવાય છે. આ પ્રમાણે સ્વીકારવું જરૂરી છે.
=
તે સિવાયનો આકાશખંડ અલોક કહેવાય
CII