________________
१४४६
શનિ Clou
* लोकाकाशव्याख्योपदर्शनम्
“धर्मास्तिकायविशिष्टाकाश एव हि लोकाकाशः,
प
अथ 'उपजीवकस्य उपजीव्यविरोधित्वाऽसम्भवाद् अस्तु धर्मास्तिकायविशिष्टाऽऽकाशद्रव्यमेव हि लोकाकाशः। परं गतौ न धर्मास्तिकायस्य हेतुता किन्तु लोकाकाशस्यैवेति चेत् ?
न, “यत्र आकाशदेशे धर्मास्तिकायादिद्रव्याणां वृत्तिः अस्ति स एवं आकाशः = लोकाकाशः " ( स्था. २/१/७४ वृ.) इति स्थानाङ्गसूत्रवृत्तिवचनाद् लोकाकाशत्वस्य धर्मास्तिकायविशिष्टाकाशत्वपर्यवसितत्वेन धर्मास्तिकायत्वाऽपेक्षया लोकाकाशत्वेन गतिहेतुत्वकल्पने गौरवात्, सम्भवति लघौ अनावश्कगुरुधर्मस्य कारणतावच्छेदकत्वाऽयोगात् ।
न च फलमुखत्वान्न दोष इति वाच्यम्,
१०/६
=
*/ ઉપજીવ્ય-ઉપજીવકભાવની વિચારણા
પૂર્વપક્ષ :- (અથ.) તમારી વાત સાચી છે. ધર્માસ્તિકાયવિશિષ્ટ આકાશખંડ જ લોકાકાશ કહેવાય. આ વાત અમને પણ માન્ય છે. તેનું કારણ એ છે કે ઉપજીવક ક્યારેય પણ ઉપજીવ્યનો વિરોધી બની ન શકે. જે પ્રયોજક હોય તેને ઉપજીવ્ય કહેવાય. તથા જે પ્રયોજ્ય હોય તેને ઉપજીવક કહેવાય. આ વાત ભીમાચાર્યકૃત ન્યાયકોશગ્રંથમાં પ્રસિદ્ધ છે. જેમ કે પિતા ઉપજીવ્ય કહેવાય અને બાળક ઉપજીવક કહેવાય. બાળક ઉપજીવક હોવાથી પોતાના પિતાનો વિરોધ કરી ન શકે. કારણ કે પિતા ઉપજીવ્ય = જીવાડનાર છે. તથા બાળક ઉપજીવક જીવના૨ છે. પ્રસ્તુતમાં લોકાકાશ પોતાના અસ્તિત્વ માટે ધર્માસ્તિકાયની અપેક્ષા રાખે છે. તેથી ધર્માસ્તિકાય ઉપજીવ્ય છે. તથા લોકાકાશ ઉપજીવક છે. લોકાકાશનું અસ્તિત્વ ધર્માસ્તિકાયને સાપેક્ષ હોવાથી લોકાકાશનો સ્વીકાર કર્યા બાદ ધર્માસ્તિકાયનો અપલાપ થઈ ન શકે. પરંતુ જીવની અને પુદ્ગલની ગતિમાં ધર્માસ્તિકાય હેતુ નથી પણ લોકાકાશ જ હેતુ છે. તેથી એ ગતિ પ્રત્યે ધર્માસ્તિકાય અન્યથાસિદ્ધ સાબિત થાય છે.
* લોકાકાશત્વરૂપે ગતિકારણતાકલ્પના ગૌરવગ્રસ્ત
કે
ઉત્તરપક્ષ :- (7, “યંત્ર.) તમારી વાત વ્યાજબી નથી, કારણ કે લોકાકાશને ગતિનો હેતુ માનવામાં કારણતાઅવચ્છેદક ધર્મ લોકાકાશત્વ બનશે. તથા લોકાકાશત્વ તો ધર્માસ્તિકાયવિશિષ્ટ આકાશત્વ સ્વરૂપ છે. કારણ કે ઠાણાંગસૂત્રવૃત્તિમાં જણાવેલ છે કે જે આકાશખંડમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો રહેલા છે તે જ આકાશ એટલે લોકાકાશ.' જ્યારે ધર્માસ્તિકાયને ગતિહેતુ માનવામાં કારણતાઅવચ્છેદક ધર્માસ્તિકાયત્વ બને. ધર્માસ્તિકાયત્વની અપેક્ષાએ ધર્માસ્તિકાયવિશિષ્ટઆકાશત્વ ગુરુભૂત ધર્મ છે. અન્યનઅનતિરિક્ત લઘુધર્મ હાજર હોય ત્યારે અનાવશ્યક ગુરુધર્મ કારણતાઅવચ્છેદક બની શકતો નથી. આ નિયમથી ધર્માસ્તિકાયત્વરૂપે ગતિહેતુતા સ્વીકારવી વ્યાજબી છે. પરંતુ લોકાકાશત્વરૂપે ગતિહેતુતાની કલ્પના કરવી વ્યાજબી નથી. ફલમુખ ગૌરવની વિચારણા
શકા :- (૬ ૪.) તમારી વાત સાચી છે કે ધર્માસ્તિકાયત્વના બદલે ધર્માસ્તિકાયવિશિષ્ટ આકાશત્વને
1. ‘૩૫નીવતં
પ્રયોખ્યત્વમ્॥ ૩૫નીવ્યત્વ = प्रयोजकत्वम्' न्यायकोशः भीमाचार्यकृतः ।