________________
१४१८
निराश्रयगुणाऽसम्भवद्योतनम्
१०/४
यद्वा जीव-पुद्गलगतिः स्वाश्रय - तदवयवेतरजन्या, गतित्वात्, मीनगतिवदित्यनुमानेन धर्मास्तिकायसिद्धिः कार्या ।
न चैतावता धर्मादिसिद्धावपि तेषां द्रव्यत्वसिद्धिः कुतः ? इति शङ्कनीयम्,
तेषां गुणत्वे गुणस्य साश्रयकत्वव्याप्तत्वनियमेन अननुगताऽऽश्रयान्तरगवेषणे महागौरवात्, એક નવું ગૌરવ ઊભું થાય. તથા અનિત્ય ધર્માસ્તિકાયનો નાશ થતાં જીવાદિ દ્રવ્યની પ્રસિદ્ધ ગતિમાં સહાયક અન્ય ધર્માસ્તિકાય દ્રવ્યની ઉત્પત્તિની કલ્પના કરવી પડશે. આમ અનેક અનિત્ય ધર્માસ્તિકાય દ્રવ્યની કલ્પનાનું ગૌરવ ઊભું થશે. આના કરતાં પહેલેથી જ એક અને નિત્ય એવા ધર્માસ્તિકાય દ્રવ્યની જ કલ્પના કરવી ઉચિત છે. કારણ કે તેમ માનવામાં લાઘવ છે. પૃથ્વીમાત્રને તો નિત્ય માનવામાં પ્રત્યક્ષ પ્રમાણથી બાધ ઉપસ્થિત થાય છે. કારણ કે ઘટ-પટ આદિ પૃથ્વીનો નાશ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. તથા પૃથ્વીને એક માનવામાં પણ પ્રત્યક્ષ પ્રમાણથી બાધ ઉપસ્થિત થાય છે. કારણ કે ઘટ -પટ-ઈંટ વગેરે સ્વરૂપે પૃથ્વીમાં અનેકતા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. આમ પૃથ્વીત્વજાતિના આશ્રય તરીકે સિદ્ધ થનાર દ્રવ્યને એક અને નિત્ય માનવામાં પ્રત્યક્ષ પ્રમાણ બાધક હોવાથી અનેક અનિત્ય પૃથ્વી દ્રવ્યો સ્વીકારવા જરૂરી બને છે. પરંતુ ધર્માસ્તિકાયને એક તથા નિત્ય માનવામાં કોઈ પ્રમાણ બાધક બનતું ન હોવાથી ઉપરોક્ત લાઘવ ન્યાયથી ધર્માસ્તિકાય દ્રવ્ય એક અને નિત્ય સિદ્ધ થાય છે. અન્ય અનુમાનથી ધર્માસ્તિકાયસિદ્ધિ
(યજ્ઞા.) અથવા ધર્માસ્તિકાયની સિદ્ધિ બીજા અનુમાનપ્રયોગથી પણ કરી શકાય. તે આ રીતે - જીવની અને પુદ્ગલની ગતિ (= પક્ષ) પોતાના આશ્રય અને તેના અવયવથી ભિન્ન કોઈક પદાર્થથી જન્મ છે (= સાધ્ય), કારણ કે તેમાં ગતિત્વ (= હેતુ) રહે છે. જેમાં-જેમાં ગતિત્વ હોય તે તે અવશ્ય પોતાના આશ્રયથી અને તેના અવયવથી ભિન્ન એવા કોઈક કારણથી જન્ય હોય છે. જેમ કે માછલીની ગતિ. મત્સ્યગતિ જેમ સ્વાશ્રયથી = માછલીથી અને માછલીના અવયવોથી ભિન્ન એવા પાણીથી ઉત્પન્ન થાય છે તેમ જીવ-પુદ્ગલગતિ સ્વાશ્રય = જીવ-પુદ્ગલ અને તેના અવયવોથી ભિન્ન એવા ધર્માસ્તિકાયથી ઉત્પન્ન થાય છે - આ રીતે પણ ધર્માસ્તિકાયની સિદ્ધિ થઈ શકે છે.
શંકા :- (ન વૈતા.) ઉપરોક્ત અનુમાન પ્રમાણથી ધર્માસ્તિકાય વગેરેની સિદ્ધિ ભલે થાય. પરંતુ ‘ધર્માસ્તિકાય પદાર્થ દ્રવ્યાત્મક જ છે, ગુણાદિસ્વરૂપ નથી’ આ બાબતની સિદ્ધિ કઈ રીતે કરશો ? કારણ કે ગુણ વગેરે પણ કોઈકને કોઈક કાર્યનું અપેક્ષાકારણ બને જ છે. તેથી ધર્માસ્તિકાય વગેરેમાં દ્રવ્યત્વની સિદ્ધિ તો ઉપરોક્ત પ્રમાણથી થઈ શકતી નથી જ.
-
♦ ધર્માસ્તિકાયાદિમાં લાઘવસહકારથી દ્રવ્યત્વસિદ્ધિ
સમાધાન :- (તેષમાં.) ધર્માસ્તિકાય વગેરેને જો ગુણસ્વરૂપ માનવામાં આવે તો ગૌરવદોષ લાગુ પડશે. કારણ કે ગુણ અવશ્ય કોઈકને કોઈક દ્રવ્યને પોતાના આધાર બનાવીને રહે છે. તેથી ધર્માસ્તિકાય વગેરેને ગુણાત્મક માનો તો તેના આશ્રય તરીકે અનનુગત એવા ઘટ-પટાદિની કલ્પના કરવામાં તો મહાગૌરવ દોષ આવી પડશે. તેના નિવારણ માટે તે ગુણના આશ્રય તરીકે તમારે નવા દ્રવ્યની તો કલ્પના કરવી જ પડશે. તેથી તમારા મતમાં ગતિઆદિસહાયક ત્રણ ગુણ અને તેના આશ્રયભૂત ત્રણ