________________
૨૦/૪ धर्मास्तिकायस्य नित्यद्रव्यत्वसिद्धिः ।
१४१७ धर्मत्वावच्छिन्नस्य साश्रयकत्वनियमेन तदाश्रयविधया धर्मास्तिकायद्रव्यसिद्धिः। _ सिद्धः पदार्थ एको नित्यश्चेत् तदा लाघवम्, असति बाधके' इति न्यायेन धर्मास्तिकाय एको नित्यश्चेति धर्मिग्राहकप्रमाणात् सिध्यति । ગુણધર્મરૂપે ધર્માસ્તિકાયત્વની ઉપરોક્ત અનુમાનપ્રયોગથી સિદ્ધિ થાય છે. તથા જે જે ગુણધર્મો હોય તે તે સાશ્રયક (= કોઈક ને કોઈક આધારમાં રહેનાર) હોય - આ પ્રમાણે નિયમ = વ્યાપ્તિ છે. ધર્માસ્તિકાયત્વ એક જાતનો ગુણધર્મ છે. તેથી તેના આશ્રયરૂપે ધર્માસ્તિકાયની સિદ્ધિ થાય છે.
* કારણતા અવશ્ય સાવચ્છિન્ન હોય અને સ્પષ્ટતા :- “યા યા રળતા સા સા વિશ્વધર્માચ્છત્રા’ આ વ્યાપ્તિ દ્વારા જેમ તૈયાયિક ગંધસમવાયિકારણતાઅવચ્છેદકધર્મ સ્વરૂપે પૃથ્વીત્વ જાતિની સિદ્ધિ કરે છે. તેમ ઉપરોક્ત વ્યાપ્તિ દ્વારા જ ગતિનિમિત્તકારણતાઅવચ્છેદકધર્મ સ્વરૂપે અનુગત ધર્માસ્તિકાયની સિદ્ધિ થાય છે. તથા કોઈ પણ ગુણધર્મ નિરાશ્રય હોતો નથી. દરેક ગુણધર્મ પોતાના આશ્રમમાં જ રહે છે. તેથી ગુણધર્મત્વવિચ્છેદન સાશ્રયકત્વવ્યાપ્તિ દ્વારા ધર્માસ્તિકાયત્વના આશ્રયરૂપે ધર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ થાય છે. આમ અનુમાન પ્રમાણથી પણ ધર્માસ્તિકાયની સિદ્ધિ થઈ શકે છે.
| શંકા :- નૈયાયિકમત મુજબ, પૃથ્વીત્વ જાતિના આશ્રય તરીકે જેમ ઘટ-પટ-મઠ વગેરે અનેક પ્રકારની પૃથ્વી સિદ્ધ થાય છે તથા ઘટ-પટાદિ પૃથ્વી અનિત્ય સિદ્ધ થાય છે, તેમ ધર્માસ્તિકાયત્વ ગુણધર્મના આધાર તરીકે અનેક અનિત્ય ધર્માસ્તિકાય દ્રવ્યને માનવા કે એક નિત્ય ધર્માસ્તિકાયદ્રવ્યને માનવું ? તેનો નિર્ણય તો ઉપરોક્ત અનુમાન પ્રમાણથી નહિ જ થઈ શકે. તેથી ધર્માસ્તિકાય દ્રવ્યમાં એકત્વ છે કે અનેકત્વ ? નિયત્વ છે કે અનિત્યત્વ ? તે બાબત તો સંદિગ્ધ જ રહેશે.
& ધર્માતિકાચમાં એકત્વ, નિત્યત્વ લાઘવન્યાયસિદ્ધ % સમાધાન :- (‘સિદ્ધ.) તમારી શંકા વ્યાજબી છે. ઉપરોક્ત અનુમાન પ્રમાણથી ધર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ થવા છતાં પણ એકત્વ-અનેકત્વ કે નિત્યત્વ-અનિત્યત્વ બાબતમાં ઉપરોક્ત અનુમાન પ્રમાણ મૌન જ રહે છે. તેમ છતાં ઉપરોક્ત શંકાનું નિરાકરણ અન્ય રીતે થઈ શકે છે. તે આ રીતે - એક નિયમ એવો છે કે કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થનાર પદાર્થ એક અને નિત્ય હોય તો લાઘવ છે, જો તેને એક તથા નિત્ય માનવામાં કોઈ બાધક પ્રમાણ ઉપસ્થિત થતું ન હોય તો.’ આ નિયમ મુજબ ધર્માસ્તિકાય દ્રવ્ય એક અને અવિનશ્વર સિદ્ધ થાય છે. ધર્માસ્તિકાય દ્રવ્યને અનેક તથા અનિત્ય માનવામાં તેના કારણાદિની કલ્પનાનું ગૌરવ ઉપસ્થિત થાય છે. તથા તેને એક તથા નિત્ય માનવામાં કોઈ બાધક પ્રમાણ ઉપસ્થિત થતું નથી. તેથી ધર્માસ્તિકાયત્વ નામના ગુણધર્મના આધારભૂત ધર્માસ્તિકાય નામના ધર્મીને સિદ્ધ કરનાર અનુમાન પ્રમાણથી ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય એક અને નિત્ય સિદ્ધ થાય છે.
૪ ધમતિકાચમાં નિત્યતા અબાધિત ૪ સ્પષ્ટતા :- જેમ ધર્મીગ્રાહક પ્રમાણથી ઈશ્વર, સમવાય, દ્રવ્યત્વ, પૃથ્વીત્વ વગેરે પદાર્થ એક અને નિત્ય છે - આવું નૈયાયિક સિદ્ધ કરે છે, તેમ ધર્મીગ્રાહક પ્રમાણથી જ ધર્માસ્તિકાય દ્રવ્ય એક અને નિત્ય સિદ્ધ થાય છે. જો ધર્માસ્તિકાય દ્રવ્યને અનિત્ય માનવામાં આવે તો તેના કારણની કલ્પનાનું