________________
? ૧/૪
१४१९
2. लाघवेन धर्मादीनां द्रव्यत्वम् । लाघवसहकारेण धर्मिग्राहकप्रमाणादेव तेषां द्रव्यत्वसिद्धेः ।
एतेन निमित्तकारणताश्रयस्य द्रव्यत्वमेवेत्यनियमेन धर्मास्तिकायादीनां द्रव्यत्वं गुणत्वं वा ? .. इति शङ्काऽपि परिहृता,
तद्धेतोरस्तु किं तेन ? इति न्यायेन तादृशगुणहेतुना द्रव्येणैव गत्याद्युपपत्तौ लाघवेन तेषां द्रव्यत्वसिद्धेः।
न च गत्याद्यपेक्षाकारणस्य क्लृप्तजीव-पुद्गलसाधारणगुणरूपत्वकल्पने नास्ति गौरवमिति क शङ्कनीयम्, ____ एवं सति तन्नित्यत्वे अलोकेऽपि जीवादीनां गतिमत्त्वाद्यापत्तेः, तदनित्यत्वे च तत्कारणतादिकल्पनापत्तेः। દ્રવ્ય - આમ છ વસ્તુની કલ્પનાનું ગૌરવ આવશે. તેના કરતાં લાઘવ સહકારથી ગતિઆદિસહાયક ધર્માસ્તિકાય વગેરેને દ્રવ્યાત્મક માનવા એ જ ઉચિત છે. તેથી પ્રસ્તુતમાં લાઘવબળથી ધર્માસ્તિકાયઆદિસાધક અનુમાન પ્રમાણના માધ્યમથી જ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યાત્મક સિદ્ધ થશે.
શંકા :- (પ્લેન) નિમિત્તકારણતાનો આશ્રય દ્રવ્ય જ હોય - તેવો કોઈ નિયમ નથી. તેથી ગતિ વગેરેની નિમિત્તકારણતાના આશ્રય તરીકે સિદ્ધ થનાર ધર્માસ્તિકાય વગેરેમાં દ્રવ્યત્વ હશે કે ગુણત્વ? આ શંકાનું સમાધાન થઈ શકતું નથી.
છે “તતોર' ન્યાયની સ્પષ્ટતા છે સમાધાન :- (તદ્દે) ઉપર જણાવી ગયા તેનાથી તમારી શંકાનું સમાધાન થઈ જાય છે. લાઘવસહકારથી જ ધર્માસ્તિકાય વગેરેમાં દ્રવ્યત્વની સિદ્ધિ થાય છે. દાર્શનિક જગતમાં એક નિયમ છે કે અમુક કાર્ય વગેરેની સંગતિ કરવા માટે જે (A) પદાર્થની કલ્પના કરવામાં આવે તેના હેતુ દ્વારા જ જો વિવક્ષિત | કાર્ય વગેરેની સંગતિ થઈ જતી હોય તો વચ્ચે તે (A) પદાર્થની કલ્પના કરવાની જરૂર નથી રહેતી.તેથી ગતિ વગેરે કાર્યની સંગતિ કરવા માટે કથ્યમાન એવા ધર્માસ્તિકાય વગેરેને જો ગુણાત્મક માનવામાં આવે તો પણ તેના આશ્રય (હેતુ) તરીકે દ્રવ્યની કલ્પના કરવી જ પડે છે. તેથી તાદશ ગુણના હેતુભૂત દ્રવ્ય દ્વારા જ ગતિ આદિ કાર્યની સંગતિ થઈ શકવાથી વચ્ચે તે ગુણની કલ્પના કરવાની જરૂર નથી રહેતી. આમ લાઘવથી ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યસ્વરૂપ સિદ્ધ થાય છે.
શંકા :- (ર ૨) ગતિ વગેરેના અપેક્ષાકારણ એવા ધર્માસ્તિકાય વગેરેને અમે જીવ-પુદ્ગલના સાધારણગુણસ્વરૂપે માનશું. તેથી ગૌરવ નહિ આવે. જીવ અને પુદ્ગલ તો અન્ય પ્રમાણથી સિદ્ધ જ છે.
સમાધાન :- (ક્વે) જો ગતિ વગેરેના અપેક્ષાકારણ તરીકે સિદ્ધ થનારા ધર્માસ્તિકાય વગેરેને જીવ -પુદ્ગલ ઉભયના સાધારણ ગુણ તરીકે માનશો તો તે જો નિત્ય હોય તો તેના આશ્રયભૂત જીવ અને પુદ્ગલ અલોકમાં પણ ગતિ વગેરે કરે જ રાખશે. તથા જો તે સાધારણગુણને અનિત્ય માનવામાં આવે તો તેના અલગ-અલગ કારણ આદિની કલ્પના કરવાની આપત્તિ આવશે.
શંકા :- ગતિ વગેરેના અપેક્ષાકારણ તરીકે ફક્ત એકલા જીવ વગેરેનો જ સ્વીકાર કરી શકાય