________________
१३८३ જ શાખા - ૯ અનપેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યમાં પરસ્પર અભેદ છે - સમજાવો. ૨. વિગ્નસાપરિણામે ઉત્પત્તિના પ્રકારો દાંત દ્વારા સમજાવો. ૩. સર્વથા એકસ્વભાવવાળી વસ્તુ પણ અનેક કાર્ય કરી શકે – બૌદ્ધના આ વાક્ય વિશે જૈન દર્શન
શું કહે છે ? ૪. ઉત્પાદાદિ વિશે જ્ઞાનાદ્વૈતવાદી શૂન્યવાદના મતનું નિરાકરણ કરો. ૫. ‘ઉત્પમાનમ્ ઉત્પન્ન નો ત્રિકાલસાપેક્ષ સ્વીકાર નૈયાયિક શી રીતે કરે છે ? તેમાં સ્યાદ્વાદથી
શું તકલીફ આવે ? ૬. સ્યાદ્વાદ એ જૈનદર્શનની વિશેષતા છે - આકાશના અને દીવાના દષ્ટાંતથી સિદ્ધ કરો. ૭. “કેવળીને યુગપદ્ જ્ઞાન-દર્શનોપયોગ હોય છે' - આ વાત વિવિધ શાસ્ત્રપાઠથી તથા તર્કથી સિદ્ધ
કરો. ૮. “માને કે સિદ્ધાંત નિશ્ચયનયથી અને વ્યવહારનયથી સમજાવો. ૯. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક શી રીતે બની શકે ? પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. “તદ્ઘતોરડુ તેન?' - ન્યાય સમજાવો. ૨. ધર્માસ્તિકાયાદિની ઉત્પત્તિ વિશે શ્વેતાંબરની અને દિગંબરોની માન્યતામાં શું ફરક છે ? ૩. “કૃષ્ટતઃ વધારીમ્' - ન્યાય સમજાવો. ૪. સદૃષ્ટાંત ધ્રૌવ્યના પ્રકારો સમજાવો. ૫. સ્યાદ્વાદમાં “ચા” શબ્દનું મહત્ત્વ જણાવો. ૬. એક સમયે એક દ્રવ્યના અનંતા પર્યાયના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય હોય છે - તે શરીરના દષ્ટાંતથી
સમજાવો. ૭. અન્વયી અને વ્યતિરેકી ભાવો પણ એકાંતિક નથી – દાંતથી સમજાવો. ૮. વિનાશના પ્રકાર સદૃષ્ટાંત સમજાવો. ૯. ત્રિપદીમાં ત્રણવાર આવતા “તિ’ શબ્દનો અર્થ જણાવી આખી ત્રિપદીમાં તેની સંગતિ કરો. ૧૦. “મનસ્કાર' શબ્દની ઓળખ આપો. પ્ર.૩ વાક્ય સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. હર્ષ-શોકને ઉત્પન્ન કરનાર દ્રવ્ય નથી, પર્યાય છે. ૨. વૈગ્નસિક ઉત્પત્તિ પ્રત્યે ભવિતવ્યતા મુખ્ય કારણ છે. ૩. ઘટત્વને દ્રવ્યત્વસાક્ષાધ્યાપ્યજાતિ કહી શકાય. ૪. ઘટોત્પત્તિક્ષણ પછીની દ્વિતીયાદિ ક્ષણે ઘટને અનુત્પન્ન કહી શકાય.