________________
૧/૨૮
* द्रव्यानुयोगाभ्यासः अत्यावश्यकः
१३८१
इत्थं विस्तरेण उत्पादादिसमर्थनेन मातृकानुयोगो व्याख्यातः । यथोक्तं स्थानाङ्गसूत्रवृत्तौ श्री अभयदेवसूरिभिः “माउयाणुओगेत्ति । इह मातृका इव मातृका प्रवचनपुरुषस्य उत्पाद - व्यय - ध्रौव्यलक्षणा पदत्रयी, तस्या अनुयोगः । यथा उत्पादवद् जीवद्रव्यम्, बाल्यादिपर्यायाणाम् अनुक्षणम् उत्पत्तिदर्शनात् । अनुत्पादे च वृद्धाद्यवस्थानाम् अप्राप्तिप्रसङ्गाद् असमञ्जसापत्तेः । तथा व्ययवद् जीवद्रव्यम्, प्रतिक्षणं बाल्याद्यवस्थानां व्ययदर्शनात् । अव्ययत्वे च सर्वदा बाल्यादिप्राप्तेः असमञ्जसमेव । तथा यदि सर्वथाऽपि उत्पाद-व्ययवदेव तन्न केनाऽपि प्रकारेण ध्रुवं स्यात् तदा अकृताभ्यागम-कृतविप्रणाशप्राप्त्या पूर्वदृष्टानुस्मरणाऽभिलाषादिभावानाम् अभावप्रसङ्गेन च सकलेहलोक - परलोकाऽऽलम्बनाऽनुष्ठानानाम् अभावतः असमञ्जसमेव। ततो द्रव्यतया अस्य ध्रौव्यम् इति उत्पाद-व्यय- ध्रौव्ययुक्तम् अतः द्रव्यम् इत्यादिः मातृकापदाનુયોઃ” (સ્થા.૧૦/૩/૭૨૭/પૃ.૪૮૧) તિ। યથા ચૈતત્ તથા વક્ષ્યતે વિસ્તરતોઽત્રે (૧૧/૮) કૃત્યવધેયમ્। ગે
સ્પષ્ટતા :- (૧) સૂત્રરુચિ, (૨) બીજરુચિ, (૩) સંક્ષેપરુચિ, (૪) વિસ્તારરુચિ, (૫) નિસર્ગરુચિ, (૬) ઉપદેશરુચિ, (૭) આજ્ઞારુચિ, (૮) અભિગમરુચિ, (૯) ક્રિયારુચિ, (૧૦) ધર્મરુચિ - આમ સમ્યગ્દર્શનના દશ ભેદ ઉત્તરાધ્યયનસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, પ્રવચનસારોદ્વાર વગેરેમાં દર્શાવેલા છે. તેમાંથી વિસ્તારરુચિ સમકિત એટલે નય, નિક્ષેપ, પ્રમાણ, તર્ક વગેરે તત્ત્વનિશ્ચાયક સાધનોના માધ્યમથી તત્ત્વને ચારે બાજુથી સમજીને યથાર્થ વ્યાપક તત્ત્વનિર્ણય કરવાની તાત્ત્વિક અભિરુચિ-વૃત્તિ-પરિણતિ. છે માતૃકા અનુયોગને ઓળખીએ
(રૂi.) આ રીતે નવમી શાખામાં વિસ્તારથી ઉત્પાદાદિનું સમર્થન કરવા દ્વારા માતૃકાઅનુયોગનું પણ નિરૂપણ થઈ ગયું. માતૃકાઅનુયોગનું પ્રતિપાદન શ્રીઅભયદેવસૂરિજીએ સ્થાનાંગસૂત્રવૃત્તિમાં આ મુજબ કર્યું છે કે “માતૃકાઅનુયોગ અંગે આ સ્પષ્ટતા જાણવી. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ ત્રિપદી દ્વાદશાંગીસ્વરૂપ પ્રવચનપુરુષની માતા સમાન છે. આ ત્રિપદીસ્વરૂપ પ્રવચનમાતાનો અનુયોગ = માતૃકાઅનુયોગ. (૧) જીવદ્રવ્ય ઉત્પાદવિશિષ્ટ છે. કારણ કે જીવના બાલ વગેરે પર્યાયોની પ્રતિક્ષણ ઉત્પત્તિ દેખાય છે. (પર્યાયથી પર્યાયી અભિન્ન હોવાથી બાલાદિ પર્યાયની ઉત્પત્તિ થતાં તેનાથી અભિન્ન જીવની પણ ઉત્પત્તિ થાય છે.) બાલ-કિશોર-તરુણ-યુવાન આદિ પર્યાયોની ઉત્પત્તિ જો ન થતી હોય તો વૃદ્ધાદિ અવસ્થા ક્યારેય આવશે નહિ. તેવું થાય તો મોટી અવ્યવસ્થા સર્જાય. તેથી જીવદ્રવ્ય ઉત્પત્તિયુક્ત છે. (૨) જેમ જીવદ્રવ્ય ઉત્પત્તિયુક્ત છે, તેમ વિનાશયુક્ત પણ છે. કેમ કે પ્રતિક્ષણ બાલ વગેરે અવસ્થાઓનો વિનાશ દેખાય છે. જો જીવની બાલાદિ દશા ક્યારેય નાશ ન પામતી હોય તો જીવ સર્વદા બાલાદિ સ્વરૂપ જ રહેવાથી ગરબડ જ ઊભી થાય. (૩) તથા જો બધાય પ્રકારે જીવદ્રવ્ય ઉત્પાદ-વ્યયવાળું જ હોય અને કોઈ પણ પ્રકારે તે ધ્રુવ ન હોય તો અકૃતઆગમ, કૃવિનાશ (૧૧/૮ માં આ દોષનું વિસ્તારથી વર્ણન આવશે) દોષ આવવાથી પૂર્વદષ્ટનું અનુસ્મરણ પ્રત્યભિજ્ઞાન, અભિલાષા વગેરે ભાવોનો ઉચ્છેદ થવાથી આલોકપરલોકના આલંબનથી થતી તમામ પ્રવૃત્તિઓનો ઉચ્છેદ થવાના લીધે મોટી ગરબડ જ ઊભી થાય. તેથી દ્રવ્યસ્વરૂપે જીવમાં ધ્રૌવ્ય સિદ્ધ થાય છે. આથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત દ્રવ્ય છે. આવા પ્રકારની વિચારણા-વ્યાખ્યા એ માતૃકાપદઅનુયોગ કહેવાય.' ઉત્પાદાદિના અસ્વીકારમાં જે દોષો અહીં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે. તેનું વિસ્તારથી વર્ણન આગળ (૧૧/૮) કરવામાં આવશે.
=
24