SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨૭ ☼ तत्तद्द्रव्यगुणपर्यायध्रौव्यं तत्तद्द्रव्यानुगतम् १३७५ પણિ જીવ-પુદ્ગલાદિક નિજદ્રવ્યજાતિ આત્મ દ્રવ્ય-ગુણ-પર્યાયનું *આત્મદ્રવ્યાનુગત જ ધ્રૌવ્ય; પુદ્ગલદ્રવ્ય-ગુણ-પર્યાયનું પુદ્ગલદ્રવ્યાનુગત જ ધ્રૌવ્ય. ઈમ નિજ નિજ જાતિ નિર્ધાર જાણવો. ઇતિ ૧૬૦ ગાથાર્થ સંપૂર્ણમ્. ૯/૨૭ના अथ एवं मृदादिद्रव्य-श्यामादिगुण-घटत्वादिपर्यायध्रौव्यस्य मृदादिद्रव्यानुगमरूपत्वे तु द्रव्यत्वसाक्षाद्- प व्याप्यजात्यवच्छेदेन नियतपर्यायारम्भवादाभ्युपगमे अपि पुद्गलाऽऽत्मनोः ध्रौव्याद् ऐक्यं प्रसज्येत, स्वाऽभिन्नाऽभिन्नस्य स्वाऽभिन्नत्वनियमादिति चेत् ? रा न, यतः आत्मद्रव्य-गुण- पर्यायध्रौव्यम् आत्मद्रव्यानुगतमेव, न तु पुद्गलानुगतम् । पुद्गलद्रव्य-गुण-पर्यायध्रौव्यं च पुद्गलद्रव्यानुगतमेव, न तु जीवद्रव्यानुगतमिति नानाविधध्रौव्याभ्युपगमान्न (= ઉત્પાદ-વ્યયશાલી) હોવા છતાં પણ દ્રવ્યત્વસાક્ષાાપ્ય પુદ્ગલત્વજાતિસ્વરૂપે નિત્ય છે. તેથી ઘટમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ત્રિપદી અબાધિત જ રહે છે. * દ્રવ્યત્વસાક્ષાઘ્યાયજાતિઅવચ્છેદેન નિયતપર્યાય આરંભ - પૂર્વપક્ષ :- (અથ.) માટી વગેરે દ્રવ્યમાં, શ્યામ-રક્ત વગેરે ગુણોમાં અને ઘટત્વાદિ પર્યાયમાં રહેલ ધ્રૌવ્ય જો માટી વગેરે દ્રવ્યના અનુગમ (= અનુવૃત્તિ-અસ્તિત્વ-વિદ્યમાનતા) સ્વરૂપ હોય તો દ્રવ્યત્વસાક્ષાવ્યાપ્ય જાતિસ્વરૂપે નિયતપર્યાયઆરંભવાદ માન્ય કરવા છતાં પુદ્ગલ અને આત્મા ધ્રુવ હોવાથી એક બની જવાની આપત્તિ આવશે. અર્થાત્ સમાન ધ્રૌવ્યસ્વરૂપે પુદ્ગલ અને જીવ એક = અભિન્ન બનવાની આપત્તિ દુર્વાર બનશે. કારણ કે ધ્રૌવ્ય તો માટી વગેરે દ્રવ્ય સ્વરૂપ છે, માટી વગેરે દ્રવ્યથી અભિન્ન છે. તેમ જ જીવ વગેરે પણ દ્રવ્યસ્વરૂપ છે તથા ધ્રુવ છે. તેથી માટી વગેરે પુદ્ગલદ્રવ્ય અને આત્મદ્રવ્ય એક થવાની આપત્તિ સ્પષ્ટ જ છે. અહીં સ્વઅભિન્નથી અભિન્ન એ સ્વઅભિન્ન હોય - તેવો નિયમ કામ કરી રહેલો છે. તે આ રીતે સ્વ એટલે માટી વગેરે દ્રવ્ય. સ્વઅભિન્ન એટલે માટીગત ધ્રૌવ્ય. પુદ્ગલમાં અને જીવમાં રહેલ ધ્રૌવ્ય તો એક જ છે. તથા પુદ્ગલગત ધ્રૌવ્યથી અભિન્ન જીવ છે. તેથી માટીગત માટીસ્વરૂપ ધ્રૌવ્યથી અભિન્ન જીવ સ્વઅભિન્ન માટીદ્રવ્યથી અભિન્ન સિદ્ધ થાય છે. / જીવ-અજીવગત ધ્રૌવ્ય જુદા-જુદા / ઉત્તરપક્ષ :- (ī, યત:.) ના, તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે જીવમાં રહેલું ધ્રૌવ્ય અને પુદ્ગલમાં રહેલું ધ્રૌવ્ય એક નથી પણ જુદા-જુદા છે. આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયમાં ૨હેલું ધ્રૌવ્ય ફક્ત આત્મદ્રવ્યમાં જ અનુગત = સાધારણ છે, વ્યાપક છે. તે ધ્રૌવ્ય પુદ્ગલદ્રવ્યમાં અનુગત નથી. પુદ્ગલમાં આત્મદ્રવ્યગત ધ્રૌવ્ય રહેતું નથી. તથા પુદ્ગલદ્રવ્ય-ગુણ-પર્યાયમાં જે ધ્રૌવ્ય રહેલું છે તે પુદ્ગલ દ્રવ્યમાં જ અનુગત = સાધારણ છે, વ્યાપક છે. તે ધ્રૌવ્ય આત્મદ્રવ્યમાં અનુગત નથી. આત્મદ્રવ્યમાં પુદ્ગલગત ધ્રૌવ્ય રહેતું નથી. આમ અનેક પ્રકારના ધ્રૌવ્ય સ્વીકારવાથી ધ્રૌવ્ય અને ધ્રૌવ્યનો આશ્રય પરસ્પર અભિન્ન હોવા છતાં જીવ અને પુદ્ગલ એક અભિન્ન થવાની ઉપરોક્ત આપત્તિને અવકાશ - = = ધ્રુવ જ આત્મદ્રવ્યે ગુણપર્યાયનું આત્મદ્રવ્યાસમાનાધિકરણત્વેનાન્વયાનુગમજ ધ્રૌવ્ય. પાલિ. * કો.(૧૧)માં ‘આત્મદ્રવ્યના સમાનાધિ રળત્યેનાન્વયઃ' આવું ટિપ્પણ છે. ↑ ૦ગમજ ધ્રૌવ્ય. આ.(૧) + કો.(૭+૯ +૧૦+૧૧) + સિ. + લી(૩) + લા.(૨) પાલિo + ભા૦ + B(૨) + પા૦. P...· ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy