SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ९/२७ • मृदादेः भस्मीभवनेऽपि ध्रौव्यमनाविलम् । १३७३ “ઉત્પાદ-વિરામ-ધ્રૌવ્યાત્માનઃ સર્વેડપિ” (ત્રિ.શ..૪/૪/ર૬૬) તિા एतेन 'श्यामो घटो नष्टः, रक्त उत्पन्न' इत्यादिप्रतीत्या घटादिद्रव्यस्याऽप्यनित्यत्वसिद्धौ ध्रौव्यव्याहतिरिति प्रत्यस्तम्, सङ्ग्रहनयानुसारतो मृदादिद्रव्यरूपेण घटादेरपि ध्रौव्यात् । न च अग्निसंयोगविशेषादिना मृदादिद्रव्यस्य भस्मीभवनतो तदीयध्रौव्यकल्पनाऽसङ्गतेति शङ्कनीयम्, यतः अन्ततो गत्वा स्वार्थजातितः = स्व-स्वद्रव्यानुगतपुद्गलत्वादिजातिमाश्रित्य मृदादिद्रव्ये र्णि પણ અનંતનાથ પ્રભુની દેશનામાં જણાવેલ છે કે “બધુંય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે.” પ્રશ્ન :- (ર્તન.) તમે શ્યામાદિ રૂપની નિત્યતાની વાત કરો છો. પણ અમને તો દ્રવ્યમાં પણ અનિત્યતા ભાસે છે. કારણ કે નિભાડામાંથી બહાર નીકળેલા ઘડાને જોઈને “કાળો ઘડો નાશ પામ્યો અને લાલ ઘડો ઉત્પન્ન થયો' - આવી પ્રતીતિ સહુને થાય છે. આ પ્રતીતિ દ્વારા ઘટાદિ દ્રવ્ય પણ અનિત્ય સિદ્ધ થાય છે. તેથી ધ્રૌવ્ય = નિત્યત્વ = ત્રિકાલસ્થાયિત્વ તો ઘટ વગેરે દ્રવ્યમાં પણ બાધિત થાય છે. ફ ઘટ પણ નિત્ય : સંગ્રહનચ 2 પ્રત્યુતર :- (સહ્યદ.) અમે પૂર્વે જે વાત કરી તેનાથી જ તમારા પ્રશ્નનો તમને જવાબ મળી જાય તેમ છે. તેમ છતાં ફરીથી શાંતિથી સાંભળો. તમે વિશેષદષ્ટિને = પર્યાયદષ્ટિને ગૌણ કરી, સામાન્યદૃષ્ટિને = દ્રવ્યદૃષ્ટિને મુખ્ય બનાવો. સંગ્રહનય દ્રવ્યદૃષ્ટિસ્વરૂપ છે. સંગ્રહનય મૂળભૂત દ્રવ્ય ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. ઘડાનું મૂળભૂત દ્રવ્ય તો માટી જ છે. ઘડો ભલે ફૂટી જાય, તૂટી જાય પણ માટી તો ત્યાર પછી પણ હાજર જ રહે છે ને ! તેથી સંગ્રહનયના મત મુજબ ઘટ વગેરે પદાર્થો પણ છે. માટી વગેરે દ્રવ્યસ્વરૂપે ધ્રુવ જ છે. સ્પષ્ટતા :- ઘડો ફૂટી ગયા પછી કોઈને પૂછવામાં આવે કે “મારો ઘડો ક્યાં ગયો ?' - તો || ઘણી વાર ફૂટેલા ઘડાની ઠીકરા-ઠીકરી વગેરેને ઉદેશીને “આ રહ્યો તમારો ઘડો' - આ પ્રમાણે જવાબ સાંભળવા મળે છે. આનાથી ફલિત થાય છે કે માટીના ઠીકરામાં કે માટીમાં પણ લોકોને ઘટબુદ્ધિ થાય જ છે. અન્યથા આવો જવાબ સાંભળવા ન મળે. માટે કારણસ્વરૂપે કાર્યની સ્થિતિ નક્કી થાય છે. પ્રશ્ન :- (ન ઘ.) નિભાડામાં ઘડાને મૂકવામાં આવે અને પાકી ગયેલા ઘડાને કાઢવાનો સમય થવા છતાં તેને તેમાંથી કાઢવામાં ન આવે અને ઘડો નિભાડામાં જ ભસ્મીભૂત થઈ જાય. એવું પણ શક્ય છે. આમ વિશેષ પ્રકારના પ્રબળ અગ્નિસંયોગના લીધે ઘટનું ઉપાદાનકારણ એવું માટીદ્રવ્ય રાખ સ્વરૂપે થઈ જવાથી માટીદ્રવ્ય ધ્રુવ છે, માટીદ્રવ્યસ્વરૂપે ઘડો ધ્રુવ છે' - આ પ્રમાણે ધ્રૌવ્યકલ્પના અસંગત થઈ જશે. માટી પણ ક્યાં ધ્રુવ છે ? તો માટીસ્વરૂપે ઘડો ધ્રુવ હોવાની વાત પણ ક્યાં ટકશે ? છે. પુદગલત્વજાતિની અપેક્ષાએ ઘડો નિત્ય છે પ્રત્યુત્તર :- (યતા.) તમારો પ્રશ્ન વ્યાજબી નથી. કારણ કે ઘડો પ્રબળ અગ્નિસંયોગના લીધે રાખ થઈ જવાથી માટી સ્વરૂપે ભલે ધ્રુવ ન હોય. પણ અંતતો ગત્વા પોતપોતાના માટી વગેરે દ્રવ્યમાં અનુગત પુદ્ગલત્વ જાતિની અપેક્ષાએ તો ઘડો નિત્ય = ધ્રુવ જ છે. પુદ્ગલત્વજાતિરૂપે મૃદુ આદિ દ્રવ્યમાં
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy