SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ १३७२ प्रत्याख्यातम्, ww पर्यायार्थादेशाद् विशेषरूपेण तन्नाशेऽपि द्रव्यार्थादेशात् स्वाश्रयपुद्गलादिद्रव्यानुगमरूपेण रा रूपत्वाऽपेक्षया वा घटीयरूपादेरपि ध्रुवताया अनपलपनीयत्वात्, तयोः कथञ्चिदभेदात्, सामान्यरूपेण विशेषस्यापि रूपादिलक्षणस्य नित्यत्वात् । यथोक्तं विशेषावश्यकभाष्ये “रूवंतरओ विगमुप्पए वि रूवसामण्णं निच्वं” (वि.आ.भा.३३७९) इति । अतो रूपगुणस्य त्रिरूपता सिद्धा, सङ्ग्रहसम्मतसूक्ष्मध्रौव्यस्य सर्वत्राऽबाधात् । * पर्यायोsपि त्रिलक्षणः 2 ૧/૨૭ किञ्च, त्रिलक्षणाद् द्रव्यादभिन्नतयाऽपि पर्याये त्रिरूपता सिध्यति । तदुक्तं विशेषावश्यकभाष्ये “હાડળન્નો પન્નામો, તં હૈં તિવિહસગ્માનં, તો સો વિ તિરૂવો વ્વિય” (વિ...રૂરૂ૭૮) કૃતિ । ततश्च त्रैलक्षण्यस्य सर्वत्रैव व्यापकत्वम् । तदुक्तं त्रिषष्टिशलाकापुरुषचरित्रेऽपि अनन्तजिनदेशनायाम् પણ ઘટાદિ પદાર્થના રૂપમાં તો ધ્રૌવ્ય = અવિનશ્વરતા = નિત્યતા અસંભવિત જ છે. તેથી ‘સંગ્રહનયની દૃષ્ટિએ સર્વ પદાર્થમાં સૂક્ષ્મ-શુદ્ધ ધ્રૌવ્ય રહેલું છે' - આ વાત ખોટી સાબિત થાય છે. રૂપાદિ પણ નિત્ય = સમાધાન :- (પર્યાયા.) ઘટાદિની ધ્રુવતા અંગે જે વાત જણાવી તેનાથી જ તમારી શંકાનું સમાધાન થઈ જાય છે. તેમ છતાં ફરીથી સમજી લો. જિનશાસનમાં સંક્ષેપથી બે નયો માન્ય છે. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય. પર્યાયાર્થિકનયના અભિપ્રાય મુજબ ઘટના શ્યામરૂપનો વિશેષરૂપે = શ્યામત્વસ્વરૂપે નાશ થાય છે જ. તેથી જ તમે દર્શાવેલી ‘ઘટનું શ્યામ રૂપ નષ્ટ થયું' - ઈત્યાદિ પ્રતીતિ સર્વ લોકોને નિરાબાધપણે થાય છે. પરંતુ દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી તો ઘટનું શ્યામ રૂપ વગેરે પણ પોતાના આશ્રયભૂત માટી વગેરે દ્રવ્યના અનુગમ સ્વરૂપે સ્થિર જ છે. ઘટનો અને શ્યામરૂપનો પરસ્પર કથંચિત્ અભેદ છે. તેથી વિશેષસ્વરૂપે તે ભલે નાશ પામે પણ દ્રવ્યસ્વરૂપે તો તે પણ ધ્રુવ જ છે. અથવા રૂપત્વ જાતિની અપેક્ષાએ રૂપમાં નિત્યત્વનો અપલાપ થઈ શકે તેમ નથી. શ્યામ, રક્ત વર્ણ વગેરે હકીકતમાં ઘટાદિ વસ્તુનું વિશેષ સ્વરૂપ છે. દ્રવ્ય વસ્તુનું સામાન્યસ્વરૂપ છે. તેથી ઘટના શ્યામ, રક્ત વગેરે વર્ણ પણ સામાન્યરૂપે દ્રવ્યસ્વરૂપે કે સત્ સ્વરૂપે કે રૂપસ્વસ્વરૂપે નિત્ય જ છે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં કહેલ છે કે “ઘટ વગેરેમાં શ્યામ રૂપનો નાશ અને લાલ રૂપની ઉત્પત્તિ થવા છતાં પણ રૂપ સામાન્ય તો નિત્ય જ રહે છે.” તેથી રૂપ ગુણમાં પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિદ્ધ થાય છે. આથી સંગ્રહનયસંમત સર્વપદાર્થવ્યાપી ત્રિકાલઅનુગત સૂક્ષ્મ ધ્રૌવ્ય નિરાબાધ જ છે. છે પર્યાયમાં પણ ઐલક્ષણ્ય છે (વિઝ્યુ.) વળી, પર્યાયને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત માનવાનું બીજું કારણ એ પણ છે કે ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્યયુક્ત એવા દ્રવ્યથી તે અભિન્ન છે. તેથી જ તો વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે ‘પર્યાય દ્રવ્યથી અભિન્ન છે. તથા દ્રવ્ય તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એમ ત્રણ સ્વભાવને ધરાવે છે. તેથી પર્યાય પણ ઉત્પાદાદિ ત્રણ લક્ષણથી યુક્ત જ છે.' તેથી બધે જ ઐલક્ષણ્ય સિદ્ધ થાય છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં 1. रूपान्तरतो विगमोत्पादयोरपि रूपसामान्यं नित्यम् । 2. द्रव्याऽनन्यः पर्यायः तच्च त्रिविधस्वभावम्, ततः सोऽपि त्रिरूप एव ।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy