________________
१३००
० उत्पादादेः व्ययादिरूपता 0 व तस्माद् “वस्तु यद् नष्टं तदेव नश्यति नक्ष्यति च (कथञ्चित्), यदुत्पन्नं तदेवोत्पद्यते उत्पत्स्यते च ___ कथञ्चित्, यदेव स्थितं तदेव तिष्ठति स्थास्यति च कथञ्चिदित्यादि सर्वमुपपन्नमिति भावस्योत्पादः स्थिति १५ -विनाशरूपः, विनाशोऽपि स्थित्युत्पत्तिरूपः, स्थितिरपि विगमोत्पादात्मिका कथञ्चिदभ्युपगन्तव्या” (स.त.का. – 9/.રર/મા.૩ પૃ.૪૧૨) રૂતિ મુ વાવમહાપાડપિધાનાથ સતિવૃત્તો.
किञ्च, प्रतिसमयम् आत्मनः उत्पादादित्रितयानभ्युपगमे अपरिणामितया सुख-दुःख-बन्ध-मोक्षादिकम् उच्छिद्येत् । तदुक्तं विशेषावश्यकभाष्ये “सव्वं चिय पइसमयं उप्पज्जइ नासए य निच्चं च । एवं चेव य सुह -દુર્વ વંધ-મોવવાદમાવો” (વિ.આ..૧૪૪ + રૂ૪ર૧) તિ પૂર્વો” (૧/ર) ક્ષત્રાનુસજ્જૈમિતિ |િ| ण प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'कालद्वारा प्रतिवस्तु त्रैलक्षण्यान्वितमि'ति कृत्वा किञ्चित्करणे
(તસ્મા.) તેથી એવું સ્વીકારવું જોઈએ કે “જે વસ્તુ કોઈક સ્વરૂપે નષ્ટ થયેલ છે તે જ વસ્તુ અન્ય કોઈક સ્વરૂપે નાશ પામી રહેલ છે તથા તે જ વસ્તુ બીજા સ્વરૂપે નાશ પામશે. તથા જે વસ્તુ ઉત્પન્ન થઈ ચૂકેલ છે તે જ વસ્તુ કોઈક સ્વરૂપે ઉત્પન્ન થઈ રહેલ છે અને અન્ય કોઈ સ્વરૂપે તે જ વસ્તુ ભવિષ્યમાં ઉત્પન્ન થશે. તેમજ જે વસ્તુ સ્થિત = સ્થિર = ધ્રુવ હતી તે જ વસ્તુ કથંચિત્ સ્થિર છે અને સ્થિર રહેશે. આ પ્રમાણે ઉત્પાદ આદિમાં ત્રણ કાળનો સંબંધ જોડવામાં આવે તો જ સર્વ વસ્તુ, તમામ ઘટનાઓ સુસંગત થઈ શકે છે. તેથી ભાવની = ભાવાત્મક વસ્તુની ઉત્પત્તિ કથંચિત્ સ્થિતિ -વિનાશાત્મક સ્વીકારવી જોઈએ તથા વસ્તુનો નાશ પણ કથંચિત્ સ્થિતિ-ઉત્પત્તિરૂપ માનવો જોઈએ. તેમજ સ્થિતિને = ધ્રુવતાને પણ કથંચિત ઉત્પાદ-વ્યયાત્મક માનવી જોઈએ.” આ પ્રમાણે સંમતિતર્કની
વાદમહાર્ણવ નામની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે. જ સ્પષ્ટતા :- ‘ઉત્પાદાદિ ત્રણમાં ત્રણ કાળના સંબંધથી નવ ભેદ પડે છે' - આ વાત પૂર્વે આ , જ નવમી શાખાના બારમા શ્લોકની વ્યાખ્યામાં અષ્ટસહસ્રી ગ્રંથનો સંવાદ દર્શાવતી વખતે સ્પષ્ટ રીતે સમજાવેલ છે. તેથી અહીં ફરીથી તેને અમે સમજાવતા નથી. જિજ્ઞાસુ ત્યાં દષ્ટિપાત કરી શકે છે.
પ્રતિસમય લક્ષણ્યના અસ્વીકારમાં બંધ-મોક્ષાદિ અનુપપન્ન છે (
વિષ્ય.) વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે પ્રત્યેક સમયે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો આત્મા વગેરેમાં સ્વીકાર કરવામાં ન આવે તો આત્મા અપરિણામી બની જશે. તેથી સુખ, દુઃખ, કર્મબંધ, મોક્ષ વગેરેનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “બધી જ વસ્તુ પ્રતિસમય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે તથા નિત્ય છે. આ રીતે માનવામાં આવે તો જ સુખ, દુઃખ, બંધ, મોક્ષ વગેરે સંભવે.' આ સંદર્ભ પૂર્વે (૯/૨) જણાવેલ. તેનું અહીં અનુસંધાન કરવું. અહીં જે કહેવાયેલ છે તે દિશાસૂચન માત્ર છે. તે મુજબ હજુ આગળ પણ વાચકવર્ગે ઊંડાણથી વિચારવું.
) કાળ કોળિયો કરી જાય છે) આધ્યાત્મિક ઉપનય :- કાળના માધ્યમથી પ્રત્યેક વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની સિદ્ધિ એવું દર્શાવે છે કે આપણે કશું કરીએ કે ના કરીએ પરંતુ પ્રતિસમય કાળ આપણો કોળિયો કરી રહેલ છે. જો 1. सर्वञ्चैव प्रतिसमयमुत्पद्यते नश्यति च नित्यञ्च । एवञ्चैव च सुख-दुःख-बन्ध-मोक्षादिसद्भावः ।।