SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ९/१२ * निष्ठापरिणामात्मकातीतत्वविचारः * १२५५ 14@ इति प्रयोगः घटध्वंसनिष्ठत्वे च तदवबोधाय 'घटो नश्यति' इति प्रयोगः सम्भवति, स्वनिष्ठ प वर्त्तमानत्वमवलम्ब्यैव प्रकृतेऽन्वयबोधाऽभ्युपगमात् । एतेन “कुंभो विसिज्जमाणो कत्ता” (वि.आ.भा. ३४३७) इति विशेषावश्यकभाष्यवचनं व्याख्यातम्, निरुक्तवर्त्तमानत्वविशिष्टविशरणक्रियायाः प्रतियोगित्वरूपस्य कर्तृत्वस्य कुम्भेऽन्वयेन तत्र शाब्दबोधोपपत्तेः । इत्थं सूक्ष्मव्यवहारनयसम्मतोत्पाद -नाशगोचरवर्तमानकालप्रयोगे न कोऽपि पूर्वोक्तो दोषः । घटोत्पत्त्यादिवृत्तिनिष्ठापरिणामरूपमतीतत्वमुपादाय ‘उत्पन्नः, नष्टः' इत्युच्यताम् । धात्वर्थे उत्पादादौ अनागतत्वं वर्त्तमानप्रागभावप्रतियोगित्वलक्षणं प्रागभावानुपगमे च वर्त्तमानकालध्वंसाऽधिकरणकालीनत्वलक्षणं वा अपेक्ष्य 'उत्पत्स्यते, नङ्क्ष्यति' इति व्यवह्रियताम् । ततश्च જ આરંભપરિણામાત્મક વર્તમાનત્વ જ્યારે નાશમાં = ઘટધ્વંસમાં હોય ત્યારે ઘટધ્વંસમાં વર્તમાનકાલીનતાની પ્રતીતિ કરાવનાર ‘ઘટો નતિ’ - આવો પ્રયોગ થઈ શકે છે. કેમ કે આવું માનવામાં અન્યમાં રહેલ ગુણધર્મને લઈને પોતાનામાં (= ઉત્પાદ-નાશમાં) વર્તમાનકાલીનતાનો વ્યવહાર કે અન્વય થતો નથી. પરંતુ પોતાનામાં (= ઉત્પાદ-નાશમાં) જ રહેલ વર્તમાનત્વને આશ્રયીને ઉપરોક્ત વ્યવહાર તથા અન્વયબોધ થાય છે. ‘નાશ પામી રહેલો કુંભ નાશનો કર્તા થાય છે' - આ મુજબ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ વાક્યની પણ સંગતિ ઉપર મુજબ થઈ જાય છે. કેમ કે ત્યાં ઉપરોક્ત આરંભપરિણામાત્મક વર્તમાનત્વથી વિશિષ્ટ વિનાશક્રિયાનું પ્રતિયોગિત્વસ્વરૂપ કર્તૃત્વ ઘડામાં ભાસે છે. તેથી તાર્દશકર્તૃત્વનો ઘડામાં અન્વય થવા દ્વારા ત્યાં શાબ્દબોધ સંગત થાય છે. આમ સૂક્ષ્મવ્યવહારનયના પ્રસ્તુત અભિપ્રાયને લક્ષમાં રાખીને ‘ત્વદ્યતે, નૈતિ’ આ પ્રમાણે ઉત્પત્તિ-નાશ અંગે વર્તમાન કાળનો નિર્દેશ કરવામાં પૂર્વપક્ષીએ જણાવેલ કોઈ દોષને અવકાશ રહેતો નથી. ૐ નિષ્ઠાપરિણામની અપેક્ષાએ ભૂતકાલીન પ્રયોગનું સમર્થન (ઘટો.) આ જ રીતે ઉત્પત્તિ-નાશ અંગે અતીતકાળના ઉલ્લેખનું સમર્થન કરવા માટે વ્યવહારનય એમ કહે છે કે ઘટોત્પત્તિ વગેરેમાં રહેલ નિષ્ઠાપરિણામ = સમાપ્તિપરિણામ સ્વરૂપ ભૂતકાલીનત્વની અપેક્ષાએ ‘ઘટઃ ઉત્પન્ન’, ‘ઘટ: નષ્ટ:’ આ પ્રમાણે વ્યવહાર કરો. મતલબ કે ઘટોત્પત્તિનો નિષ્ઠાપરિણામ = – સમાપ્તિપરિણામ હાજર હોય ત્યારે (= ઘટોત્પત્તિ થઈ ચૂકી હોય ત્યારે) ‘ઘટઃ ઉત્પન્ન’ આવો વાક્યપ્રયોગ કરી શકાય છે. તથા ઘટનાશનો નિષ્ઠાપરિણામ હાજર હોય ત્યારે (= ઘટનાશ નિષ્પન્ન થઈ ચૂકેલ હોય ત્યારે) ‘ઘટો નષ્ટ' આવો વાક્યપ્રયોગ કરી શકાય છે. * ‘ઉત્પત્યતે” ઈત્યાદિ પ્રયોગનું સમર્થન * (ધાત્વ.) અનાગતત્વ = ભવિષ્યકાલીનત્વ એટલે વર્તમાનપ્રાગભાવપ્રતિયોગિત્વ. જે ઘટની ઉત્પત્તિ ભવિષ્યમાં થવાની છે તેનો પ્રાગભાવ વર્તમાનકાળે વિદ્યમાન છે. તેથી ઘટોત્પત્તિમાં વર્તમાનપ્રાગભાવની જે પ્રતિયોગિતા છે તે જ ઘટોત્પાદગત અનાગતત્વ છે. રઘુનાથ શિરોમણિ, મીમાંસક એકદેશીય વિદ્વાન વગેરે પ્રાગભાવને નથી માનતા. તેમને પણ અનાગતત્વલક્ષણ માન્ય બને તે માટે કહી શકાય કે વર્તમાનકાલના ધ્વંસનું અધિકરણ બને તે કાળે હોવાપણું એ અનાગતત્વ. તેવો અધિકરણીભૂત કાળ 1. ઝુમ્મો વિજ્ઞીર્યમાળા f/ [9] love st का સુ al
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy