________________
१२३८ . परस्मै निश्चयः स्वस्मै च व्यवहारः योज्य: . ९/११ ए एव चतुर्थादिदिने 'मम अष्टमादितपः समाप्तिमगाद्' इति मन्तव्यम् । परम् अष्टमादि
प्रत्याख्यानकरणमात्रेण अस्मदीयतपः पूर्णमिति मत्वा तस्मिन्नेव अहनि नैव भोक्तव्यम् । दीर्घकालं - भगवद्भक्तिं कृत्वैव 'भगवदनुग्रहादद्य चार्वी भगवद्भक्तिः मम सम्पन्ना' इति स्वीकर्तव्यम् ।
सर्वागम-सम्मतितर्कादिग्रन्थं सुचिरकालं परामृश्यैव 'गुरुकृपया मे सुष्ठु शास्त्रज्ञानं प्राप्तम्' इति उररीकर्तव्यम् । प्रव्रज्याग्रहणतः सुदीर्घकालं यावद् गुर्वाज्ञानुसारेण पञ्चाचारपालनानन्तरमेव 3 'भगवदाद्यनुग्रहादहं संयमी सम्पन्न' इति नम्रभावेन विचार्यम् । इत्थं परस्मै नैश्चयिकसिद्धान्तं स्वस्मै
च व्यावहारिकराद्धान्तं सम्प्रयुज्य यथार्थतयाऽस्माभिः आत्मार्थिता सम्प्राप्या। ततश्च “जम्माभावे ण जरा, ण य मरणं, ण य भयं, ण संसारो। एतेसिमभावतो कहं ण सोक्खं परं तेसिं ?।।" (ध.स.१३८२) इति धर्मसङ्ग्रहण्यां श्रीहरिभद्रसूरिभिः साधितं सिद्धसुखम् अञ्जसा आविर्भवेत् ।।९/११।। રાખીને આપણે ત્રણ કે આઠ ઉપવાસ પૂર્ણ થયા બાદ પછીના દિવસે “મારે અઠ્ઠમનો કે અઠ્ઠાઈનો તપ પૂરો થયો છે' - તેમ માનવું. પરંતુ આપણે અટ્ટમનું પચ્ચખાણ કર્યા બાદ “મારે અઠ્ઠમ તપ પૂરો થઈ ગયો' - એમ વિચારી તે જ દિવસે પારણું કરી ન લેવું. જિનાલયમાં બે-ત્રણ કલાક દિલ દઈને ભગવદ્ભક્તિ કર્યા બાદ જ “મારે આજે પ્રભુકૃપાથી સુંદર ભક્તિ થઈ - તેમ વિચારવું.
છે યથાર્થ આરાધકપણાની ઓળખ છે (.) ૪૫ આગમ તથા સંમતિતર્ક આદિ ગ્રંથોનો માર્મિક અભ્યાસ કર્યા બાદ જ “ગુરુકૃપાથી સારો શાસ્ત્રબોધ મને પ્રાપ્ત થયો - આવું આપણે વિચારવું. તથા દીક્ષાગ્રહણ બાદ સારી રીતે વર્ષો સુધી પંચાચારનું ગુર્વાલા મુજબ પાલન કર્યા બાદ જ દેવ-ગુરુકૃપાથી હું સંયમી બન્યો’ – આવું નમ્રભાવે વિચારવું. આ રીતે બીજાના માટે નિશ્ચયનયનો સિદ્ધાંત અને સ્વ માટે વ્યવહારનયનો સિદ્ધાંત ઉપરોક્ત રીતે લાગુ પાડીને આપણે યથાર્થપણે આરાધક બનવું જોઈએ. તેના લીધે ધર્મસંગ્રહણિમાં દર્શાવેલ સિદ્ધસુખ ઝડપથી પ્રગટ થાય. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ સિદ્ધોના સુખની સિદ્ધિ કરવા માટે જણાવેલ છે કે “સિદ્ધોને જન્મ ન હોવાથી ઘડપણ નથી, મોત નથી, ભય નથી, ચોરાશી લાખ યોનિમાં રખડપટ્ટી વગેરે સ્વરૂપ સંસાર નથી. જન્મ વગેરે ન હોવાના લીધે સિદ્ધોને શ્રેષ્ઠ સુખ કેમ ન હોય ?” કારણ કે જન્મ-જરા -મરણ આદિ પોતે જ દુઃખાત્મક છે, દુઃખજનક છે. તેથી તેની ગેરહાજરીથી સર્વોત્તમ આનંદ સિદ્ધોમાં સિદ્ધ થાય છે.(૯/૧૧)
લખી રાખો ડાયરીમાં...ક • બાહ્ય આડંબરમાં અટવાય તે સાધના
સગુણનું સૌંદર્ય ગુમાવે છે. સૌંદર્યપૂર્ણ ઉપાસના આડંબરશૂન્ય છે.
१. जन्माऽभावे न जरा, न च मरणम्, न च भयम, न संसारः। एतेषामभावतः कथं न सौख्यं परं तेषाम् ?।।