SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ० आत्मनोऽपि ध्वंसप्रतियोगित्वम् । १२१७ घटादेश्च मृत्त्व-पृथिवीत्व-पुद्गलत्व-द्रव्यत्वादिना ध्वंसाऽप्रतियोगित्वात् । एतेन ध्वंसप्रतियोगितानवच्छेदकवत्त्वम् अन्वयित्वं ध्वंसप्रतियोगितावच्छेदकवत्त्वञ्च व्यतिरेकित्व-जा मिति व्याख्यानाद् आत्मादीनामन्वयित्वमेव घटादेश्च व्यतिरेकित्वमेवेत्यपि निरस्तम्, ઘટ વગેરેમાં ધ્વસપ્રતિયોગિત્વ અને ધ્વસઅપ્રતિયોગિત્વ - આ બન્ને ગુણધર્મો રહે છે. તે આ રીતે - “આત્માનો આત્મા તરીકે ક્યારેય ઉચ્છેદ થતો નથી' – આ વાત સાચી છે. પરંતુ “આત્માનો મનુષ્ય વગેરે રૂપે નાશ થાય છે' - આ વાત પણ એટલી જ સાચી છે. તેથી આત્મા આત્મસ્વરૂપે ધ્વસનો અપ્રતિયોગી હોવા છતાં પણ મનુષ્યત્વ, દેવત્વ આદિ રૂપે ધ્વસનો પ્રતિયોગી પણ બને જ છે. તેથી આત્મત્વઅવચ્છિન્નત્વરૂપે ધ્વસનિરૂપિત પ્રતિયોગિતા આત્મામાં ન રહેવા છતાં મનુષ્યત્વાવચ્છિન્નત્વરૂપે ધ્વસનિરૂપિત પ્રતિયોગિતા આત્મામાં અવશ્ય રહે છે. આમ ધ્વસઅપ્રતિયોગિત સ્વરૂપ અવયિત્વ અને મનુષ્યત્વાવચ્છિન્ન ધ્વંસપ્રતિયોગિત્ય સ્વરૂપ વ્યતિરેકિત્વ આત્મામાં રહે છે. તેથી આત્મામાં અન્વયીસ્વરૂપ અને વ્યતિરેકીસ્વરૂપ અબાધિત છે. ઘટાદિ પણ કથંચિત નિત્ય ઃ જેન લઈ (ઘ.) તે જ રીતે ઘટ-પટ વગેરે પદાર્થો પણ ધ્વસના પ્રતિયોગી અને અપ્રતિયોગી બનતા હોવાથી અન્વય-વ્યતિરેકધારક સમજવા. તે આ રીતે - ઘટનો ઘટવરૂપે નાશ થાય છે પરંતુ મૃત્વ, પૃથ્વીત્વ પુદ્ગલત્વ, દ્રવ્યત્વ વગેરે સ્વરૂપે નાશ થતો નથી. તેથી ઘટમાં ઘટવાવચ્છિન્નત્વરૂપે ધ્વસપ્રતિયોગિતા હોવા છતાં પણ મૃત્ત્વાદિથી અવચ્છિન્નત્વરૂપે ધ્વસનિરૂપિત પ્રતિયોગિતા રહેતી નથી. આમ મૃત્વાદિસાપેક્ષ ધ્વસઅપ્રતિયોગિત્ય સ્વરૂપ અન્વયિત્વ અને ઘટતસાપેક્ષ વૅસપ્રતિયોગિત સ્વરૂપ વ્યતિરેકિત એક જ ઘડામાં રહી શકે છે. તેથી ઘટમાં પણ અન્વયીસ્વરૂપ અને વ્યતિરેકીસ્વરૂપ સંભવે છે. તેથી ચાહે આત્મા વગેરે દ્રવ્ય હોય કે ચાહે ઘટ-પટ વગેરે દ્રવ્યો હોય, તે પ્રત્યેકમાં તમે દર્શાવેલ અન્વયિત્વ અને વ્યતિરેકિત્વો ઉભય રહે છે. તેથી “પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ અન્વયી અને વ્યતિરેકી – બન્ને હોય છે' - આ પ્રમાણેનો જૈનસિદ્ધાંત અબાધિત રહે છે. * અન્વયિત્વને અને વ્યતિરેકિત્વને વ્યધિકરણ ઠરાવવાનો પુનઃ પ્રયાસ જ પૂર્વપક્ષ :- (ર્તન.) અવયિત્વની અને વ્યતિરેત્વિની અન્ય વ્યાખ્યા પણ સંભવી શકે છે. તે આ રીતે - ધ્વંસપ્રતિયોગિતાઅનવચ્છેદકધર્મવત્ત્વ એટલે અન્વયિત્વ અને ધ્વસપ્રતિયોગિતાઅવચ્છેદકવન્દ્ર એટલે વ્યતિરેત્વિ - આ પ્રમાણેની વ્યાખ્યા સ્વીકારવાથી આત્મા વગેરે નિત્ય પદાર્થોનું સ્વરૂપ કેવલઅન્વયી બનશે, વ્યતિરેકી નહી. તથા ઘટ-પટ વગેરે અનિત્ય પદાર્થોનું સ્વરૂપ કેવલવ્યતિરેકી બનશે, અન્વયી નહિ. તે આ રીતે - આત્માનો આત્મત્વરૂપે ક્યારેય પણ નાશ થતો ન હોવાથી આત્મત્વ જાતિ ધ્વસનિરૂપિત પ્રતિયોગિતાની અવચ્છેદક બનતી નથી. આથી આત્મામાં ધ્વંસપ્રતિયોગિતાઅનવચ્છેદક આત્મત્વજાતિમત્ત્વ સ્વરૂપ અન્વયિત્વ રહેશે. પરંતુ ધ્વંસપ્રતિયોગિતાઅવચ્છેદકવન્દ્ર સ્વરૂપ વ્યતિરેકિત્વ નહિ રહે. તથા ઘટવરૂપે ઘટનો નાશ થવાથી ઘટત્વ ધ્વંસપ્રતિયોગિતાઅવચ્છેદક બનશે. ઘટમાં ધ્વંસપ્રતિયોગિતાઅવચ્છેદકીભૂત ઘટત્વ જાતિ રહેવાથી ધ્વંસપ્રતિયોગિતાઅવચ્છેદકધર્મવન્દ્ર સ્વરૂપ વ્યતિરેકિત્વ ઘટમાં રહેશે. પરંતુ ધ્વસપ્રતિયોગિતાઅનવચ્છેદકધર્મવન્દ્ર સ્વરૂપ અવયિત્વ ઘટમાં રહેતું નથી. આમ ઘટનું સ્વરૂપ કેવલવ્યતિરેકી છે, અન્વયી નથી. તેથી “પ્રત્યેક પદાર્થ અન્વયી અને વ્યતિરેકી સ્વરૂપને ધારણ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy