________________
S/૬
१२१६
० अन्वय-व्यतिरेकयोः सार्वत्रिकता । ज्ञेयस्याऽपि स्वाऽविषयकज्ञानाऽपेक्षयाऽज्ञेयत्वात् । इत्थञ्च सर्वे भावाः तत्तदपेक्षयाऽन्वय -व्यतिरेकशालिन एवाऽभ्युपगन्तव्या इति स्थितम् ।
अथ ध्वंसाऽप्रतियोगित्वमन्वयित्वं ध्वंसप्रतियोगित्वञ्च व्यतिरेकित्वमिति व्याख्याऽऽदरेणा4 ऽऽत्मादीनामन्वयित्वमेव घटादेश्च व्यतिरेकित्वमेवेति चेत् ? शे मैवम्, आत्मादीनामपि मनुष्यत्वादिना ध्वंसप्रतियोगित्वात्,-- - --
છે ૉયત્વ પણ કેવલાન્વયી નથી : જેન છે સમાધાન :- (રૂ.) તમારી આ વાત પણ વ્યાજબી નથી. કારણ કે શેયત્વ પણ પ્રમેયત્વની જેમ કેવલાન્વયી = સ્વઅભાવઅસમાનાધિકરણ નથી. તે આ રીતે - શેય પદાર્થ પણ સ્વવિષયક જ્ઞાનની અપેક્ષાએ જ જોય છે. સ્વઅવિષયક જ્ઞાનની અપેક્ષાએ કોઈ પણ પદાર્થ શેય બનતો નથી. જે પદાર્થ જે જ્ઞાનનો વિષય ન હોય તે જ્ઞાનથી નિરૂપિત વિષયતા તે પદાર્થમાં રહી શકતી નથી. તેથી સ્વઅવિષયકજ્ઞાનનિરૂપિત વિષયતાનો અભાવ = અજ્ઞેયત્વ પણ પ્રત્યેક પદાર્થમાં રહી જશે. આમ દરેક પદાર્થમાં સ્વવિષયક જ્ઞાનની અપેક્ષાએ શેયત્વ અને સ્વઅવિષયકજ્ઞાનની અપેક્ષાએ અજ્ઞેયત્વ રહેતું હોવાથી શેયત્વ પણ પ્રમેયત્વની જેમ સ્વાભાવસમાનાધિકરણ બને છે. આમ જોયત્વના પણ અન્વય અને વ્યતિરેક મળે છે. આ કારણસર શેયત્વ પણ અન્વયીસ્વરૂપને અને વ્યતિરેકીસ્વરૂપને ધારણ કરે છે. આ રીતે દરેક ભાવો = પદાર્થો જુદી જુદી અપેક્ષાએ અન્વયીસ્વરૂપને અને વ્યતિરેકીસ્વરૂપને ધારણ કરે જ છે. આ પ્રમાણે સ્વીકાર કરવો જોઈએ. આટલું ઉપરોક્ત ચર્ચા દ્વારા નક્કી થાય છે.
જે અન્વયિત્વ અને વ્યતિરેકિત્વ વ્યધિકરણ : એકાન્તવાદી - ( પૂર્વપક્ષ :- (થ) અન્વયિત્વની અને વ્યતિરેકિત્વની અનેક પ્રકારે વ્યાખ્યાઓ થઈ શકે છે. તેથી
હવે આપણે તે બન્નેની અલગ પ્રકારની વ્યાખ્યાને સમજીએ. જેનો ક્યારેય પણ નાશ ન થાય તે અન્વયી કહેવાય. તથા જેનો ક્યારેક નાશ થઈ શકે તેને વ્યતિરેકી કહેવાય. જેનો ક્યારેક ધ્વંસ થાય તે પદાર્થ ધ્વંસનો સંબંધી = પ્રતિયોગી બને. જેનો કદાપિ ધ્વંસ ન થાય તે પદાર્થ ધ્વંસનો અસંબંધી – અપ્રતિયોગી બને. તેથી પદાર્થમાં રહેલ ધ્વસનું અસંબંધીત્વ = અપ્રતિયોગિત્વ એટલે અન્વયિત્વ. તથા પદાર્થમાં રહેલ ધ્વસનું સંબંધીત્વ = પ્રતિયોગિત્વ એટલે વ્યતિરેકિત્વ. આ પ્રમાણેની વ્યાખ્યાને સ્વીકારવાથી આત્મા વગેરે પદાર્થો કેવલ અન્વયી કહેવાશે. તથા ઘટ વગેરે પદાર્થો કેવલ વ્યતિરેકી બનશે. આનું કારણ એ છે કે આત્મા, આકાશ વગેરે પદાર્થો નિત્ય છે અને ઘટ વગેરે પદાર્થો અનિત્ય છે. નિત્ય પદાર્થમાં ક્યારેય પણ ધ્વસની પ્રતિયોગિતા ન રહે. જ્યારે અનિત્ય પદાર્થમાં ધ્વંસની પ્રતિયોગિતા રહે. તેથી ધ્વસનિરૂપિત પ્રતિયોગિતાના અભાવ સ્વરૂપ અન્વયિત્વ આત્મામાં રહેશે. પરંતુ ધ્વસનિરૂપિત પ્રતિયોગિત્વસ્વરૂપ વ્યતિરેત્વિ આત્મામાં નહિ રહે. તથા અનિત્ય ઘટ-પટ વગેરેમાં ધ્વંસપ્રતિયોગિત્યસ્વરૂપ વ્યતિરેકિત્વ રહેશે. પરંતુ ધ્વસઅપ્રતિયોગિત્યસ્વરૂપ અન્વયિત્વ નહિ રહે. તેથી દરેક વસ્તુ અન્વયીસ્વરૂપને અને વ્યતિરેકીસ્વરૂપને ધારણ કરે છે' - આવો અનેકાન્તવાદીનો સિદ્ધાંત ખોટો ઠરે છે.
- અન્વયિત્વ અને વ્યતિરેકિત્વ પરસ્પર સમાનાધિકરણ : અનેકાન્તવાદી ને ઉત્તરપક્ષ :- (મ.) તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે આત્મા વગેરેમાં અને