________________
• प्रमेयत्वस्य न केवलान्वयित्वम् ।
१२१५ प्रमेयस्याऽपि भ्रमविषयत्वाऽपेक्षयाऽप्रमेयत्वात् । न हि शुक्तौ रजतज्ञानापेक्षया प्रमेयत्वम् ।
एतेन केवलज्ञानलक्षणप्रमाविषयत्वस्य तदा शुक्तौ सत्त्वेन प्रमेयत्वस्य केवलान्वयित्वमव्याहतमिति प्रत्याख्यातम्,
। भ्रमविषयताया प्रमेयत्वाभावरूपायाः अपि तत्र सत्त्वेन अत्यन्ताऽभावाऽप्रतियोगित्वलक्षणस्य केवलान्वयित्वस्य प्रमेयत्वे बाधात् ।। ___ अनेनाऽस्तु ज्ञेयत्वस्य केवलान्वयित्वमिति निराकृतम्, ગુણધર્મનું સ્વરૂપ ભલે કેવલાન્વયી ન બને. પરંતુ ‘પ્રમેયત્વ' તો કેવલાન્વયી બની શકે છે. કારણ કે કોઈ પણ વસ્તુ પ્રમેય = પ્રમાવિષય ન બને તેવું સંભવતું નથી. દરેક પદાર્થ સર્વજ્ઞની પ્રમાનો વિષય બને જ છે. તેથી પ્રમેયત્વને કેવલાન્વયી માનવામાં કોઈ વાંધો નહિ આવે. પ્રમેયત્વમાં વ્યતિરેકી
સ્વરૂપ ન હોવાથી દરેક પદાર્થ અન્વયીસ્વરૂપને અને વ્યતિરેકીસ્વરૂપને ધારણ કરે છે' - આવો સ્યાદ્વાદનો સિદ્ધાંત વ્યાજબી નથી.
# પ્રમેયત્વ પણ કેવલાન્વયી નથી ? જેન છે સમાધાન :- (પ્રમેય) તમારી શંકા વ્યાજબી નથી. એનું કારણ એ છે કે પદાર્થમાં પ્રમાવિષયત્વ રહેલું હોવાની અપેક્ષાએ પદાર્થ પ્રમેય બને છે. પણ ભ્રમવિષયત્વની અપેક્ષાએ પદાર્થમાં પ્રમેયત્વ આવતું નથી. છીપને જોઈને કોઈને “આ ચાંદી છે” – એવો ભ્રમ થાય તો તે છીપમાં ભ્રમવિષયતા = અપ્રમાવિષયતા = અપ્રમેયત્વ રહેશે. તે છીપ સર્વજ્ઞના જ્ઞાનનો વિષય હોવાથી પ્રમેય પણ છે. સર્વજ્ઞના જ્ઞાનની વિષયતાની અપેક્ષાએ તે છીપ પ્રમેય હોવા છતાં બ્રમવિષયતાની અપેક્ષાએ તે છીપ પ્રમેય નથી. અર્થાતુ ભ્રમાત્મક રજતજ્ઞાનની વિષયતાની દષ્ટિએ છીપમાં પ્રમેયત્વનો અભાવ પણ રહેલો છે. આમ પ્રમેયત્વનો અભાવ = વ્યતિરેક ઉપલબ્ધ થવાથી “પ્રમેયત્વનો કેવલ અન્વયે જ મળે છે, વ્યતિરેક મળતો નથી - તેવું કહી શકાતું નથી. આમ પ્રમેયત્વ પણ અન્વયીસ્વરૂપને અને વ્યતિરેકીસ્વરૂપને ધરાવે છે - તેમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન :- (ર્તન) છીપમાં કોઈને “આ ચાંદી છે' - તેવો ભ્રમ થાય તેવા સંયોગમાં પણ કેવલજ્ઞાનસ્વરૂપ પ્રમાની વિષયતા (= પ્રમેયતા) તો છીપમાં હાજર જ છે. તેથી પ્રમેયત્વને કેવલાન્વયી કેમ ન કહેવાય? ભ્રમવિષયતાસ્વરૂપ અપ્રમેયત્વ છીપમાં ભલે રહે. પણ કેવલજ્ઞાનવિષયત્વ ત્યાં રહે તો તેને કોણ અટકાવી શકે ?
જ સ્વાભાવઅસામાનાધિકરચ = કેવલાન્વયિત્વ જ જવાબ :- (પ્રમ) છીપમાં કેવલજ્ઞાનવિષયતાને કોઈ અટકાવી શકે તેમ નથી. પરંતુ તેમાં ભ્રમવિષયતાને પણ અટકાવનાર કોઈ નથી. ભ્રમવિષયતા = અપ્રમેયત્વ = પ્રમેયસ્વાયત્તાભાવ અને પ્રમાવિષયતા = પ્રમેયત્વ બન્ને છીપમાં રહી જવાથી પ્રમેયત્વ ત્યાં રહેનારા અત્યન્તાભાવનો પ્રતિયોગી બની જશે. કેવલાવયિત્વ તો અત્યન્તાભાવઅપ્રતિયોગિત્યસ્વરૂપ છે. તેથી કેવલાન્વયિત્વ તો પ્રયત્નમાં બાધિત જ થશે. તેથી પ્રમેયત્વ પણ અન્વયી અને વ્યતિરેકી છે - તેમ સિદ્ધ થાય છે.
શંકા :- (ક.) પ્રમેયત્વ ભલે, અન્વયી અને વ્યતિરેકી સ્વરૂપને ધારણ કરે પરંતુ જોયત્વ નામનો ગુણધર્મ તો કેવલઅન્વયી સ્વરૂપને જ ધારણ કરશે.