________________
१२१४ • केवलान्वयितत्त्वविमर्श:
૧/૧ ए प्रतिपदार्थम् अनन्ताऽनभिलाप्यभावाऽभ्युपगमेनाऽनभिलाप्यभावेषु अभिलाप्यत्वविरहात् ।
न च तेषामनभिलाप्यशब्दवाच्यतयाऽभिलाप्यत्वाऽबाधादिति वाच्यम्,
एवं सति अभिलाप्यभावानामपि अनभिलाप्यशब्दाऽवाच्यत्वेन अभिलाप्यत्वबाधापातात् । तस्मात् - सर्वपदार्थेषु स्ववाचकपदापेक्षयाऽभिलाप्यत्वे सत्यपि इतरपदाऽपेक्षयाऽभिलाप्यत्वव्यतिरेकेण अभिलाप्यश त्वस्य सर्वथा केवलाऽन्वयित्वाऽसम्भवात् । के न च प्रमेयत्वस्याऽस्तु केवलान्वयित्वमिति शङ्कनीयम्,
છે...” ઈત્યાદિ રૂપે અનુગત બુદ્ધિ થવામાં કોઈ વાંધો સંભવતો નથી. તેથી તૈયાયિકસંમત વિશેષ નામના પંચમ પદાર્થમાં અન્વયીસ્વરૂપ અને વ્યતિરેકીસ્વરૂપ બન્ને રીતે સંભવી શકે છે.
શંકા :- સ્યાદ્વાદની સમજણ મુજબ વિશેષ પદાર્થમાં અન્વયીસ્વરૂપ અને વ્યતિરેકીસ્વરૂપ ભલે સંભવે. પરંતુ અભિલાષ્યત્વ વગેરે ભાવોમાં વ્યતિરેકી સ્વરૂપ કઈ રીતે સંભવી શકશે ?
અનભિલાષ્યભાવવિચારણા છે સમાધાન :- (તિ.) તમારી શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે સ્યાદ્વાદદર્શનમાં પ્રત્યેક પદાર્થ અભિલાપ્ય અને અનભિલાપ્ય ઉભય સ્વરૂપને ધારણ કરે છે. દરેક પદાર્થમાં અનંતા ગુણધર્મો રહેલા છે, અનંતા સ્વરૂપો રહેલા છે અને અનંતા સ્વભાવો રહેલા છે. તે તમામ ગુણધર્મને, સ્વરૂપને
અને સ્વભાવને શબ્દ દ્વારા અવશ્ય ઓળખાવી શકાય તેવો નિયમ નથી. જેમ કે ગોળની મીઠાશ અને + સાકરની મીઠાશ વચ્ચેના તફાવતને શબ્દ દ્વારા જણાવી ન શકાય. આમ વસ્તુગત શબ્દઅગોચર એવા રે અનભિલાપ્યભાવો અનંતા છે. તેથી ઘટ-પટ વગેરે અભિલાખ ભાવોમાં પણ જૈનદર્શન મુજબ અનંતા છે અનભિલાપ્યભાવો રહેલા છે. આથી અનભિલાપ્યભાવોમાં અભિલાપ્યત્વનું કેવલાન્વયીપણું સંભવતું નથી.
નૈયાયિક :- (ન ર તે.) જૈનદર્શનસંમત અનભિલાખ ભાવો “અનભિલાપ્ય’ શબ્દથી તો વાચ્ય P = અભિલાય જ છે. તેથી તે સ્વરૂપે તેમાં અભિલાપ્યત્વ રહી જશે. તેથી અભિલાપ્યત્વને કેવલાન્વયી (= સર્વત્ર વિદ્યમાન) માનવામાં કોઈ દોષ નથી.
છે અભિલાપ્યત્વ પણ કેવલાન્વયી નથી : જેન છે જૈન :- (ઘં.) જો અનભિલાપ્યભાવોમાં અનભિલાપ્ય શબ્દવાચ્યતા હોવાથી તેમાં અભિલાપ્યત્વને તમે માનતા હો તો અભિલાખ ભાવોમાં “અનભિલાપ્ય’ શબ્દવાચ્યતા ન હોવાથી તાદશ અભિલાપ્યત્વનો ત્યાં અભાવ માનવો પડશે. આ રીતે તો તમામ પદાર્થોમાં સ્વવાચકપદની અપેક્ષાએ અભિલાપ્યતા હોવા છતાં તેનાથી ભિન્ન પદની અપેક્ષાએ તો અભિલાપ્યત્વનો અભાવ જ રહેશે. તેથી અભિલામૃત્વમાં પણ સર્વથા કેવલાન્વયીપણું સંભવતું નથી. તેથી અભિલાપ્યત્વ વગેરે ભાવો પણ અન્વયીસ્વરૂપને તેમજ વ્યતિરેકીસ્વરૂપને ધરાવે છે - તેવું સિદ્ધ થાય છે. તેથી “પ્રત્યેક વસ્તુ અન્વયીસ્વરૂપને અને વ્યતિરેકીસ્વરૂપને ધારણ કરે છે” - આવો જૈન સિદ્ધાંત અબાધિત રહે છે.
# પ્રમેયત્વ કેવલાન્વયી નૈયાયિક ક શંકા :- ( ર પ્ર.) જૈનદર્શન મુજબ અનભિલાપ્ય ભાવો જગતમાં વિદ્યમાન હોવાથી અભિલાપ્યત્વ