________________
• પ્રસ્તાવના :
11
માટીમાંથી ઘટની ઉત્પત્તિ થઈ. ઘટપર્યાયરૂપે માટી ઉત્પન્ન થઈ. તે જ ઘટ કાલાંતરે કપાલ પર્યાયરૂપે થયો ત્યારે તે પૂર્વ ઘટપર્યાયનો વ્યય થયો. કપાલપર્યાયની ઉત્પત્તિ થઈ. પણ આ બધી અવસ્થામાં માટી તો કાયમ રહી જ. તેથી માટીરૂપે ધ્રુવતા પણ રહી. આ છે પ્રભુશાસનની ત્રિપદી.. આ ત્રિપદી (૧) સર્વત્ર વ્યાપક છે,
(૨) સમાન અધિકરણમાં છે, (૩) સમકાલીન છે,
(૪) સર્વકાલીન છે. (૧) સર્વત્ર વ્યાપકતા - સર્વ પદાર્થોમાં વ્યાપક છે. આ જગતમાં વિદ્યમાન એક પણ પદાર્થ એવો નથી કે જેમાં ત્રિપદી ન હોય. પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકામાં શ્લોક નં. પ માં જણાવે છે કે - સારી-વ્યોમ... પરપોટાથી માંડી પર્વત સુધી,
પરમાણુથી માંડી મહાસ્કન્ધો સુધી,
દીપકથી માંડી ઠેઠ આકાશ સુધી બધા જ દ્રવ્યો સરખા સ્વભાવવાળા છે. અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રુવતારૂપ સ્યાદ્વાદના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો બધા પદાર્થો દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય છે. (જુઓ – પૃ.૧૧૧૨ થી ૧૧૨૦)
કેટલાક પદાર્થો નિત્ય છે અને કેટલાક પદાર્થો અનિત્ય છે - આવી અન્ય દર્શનકારોની માન્યતાને જૈન દર્શન માન્ય નથી કરતું. તથા જૈન દર્શનની આ વાત પ્રત્યક્ષથી પણ સિદ્ધ છે. તેમ ઉપાધ્યાયજી મહારાજ જણાવી રહ્યા છે.
લોકયુક્તિ પણ છે. જેમ કે ઘટનો નાશ થઈ કપાલની ઉત્પત્તિ થાય છે ત્યારે ઘટાકાર સ્વરૂપે ઘટનો નાશ થયો છે અને કપાલની ઉત્પત્તિ થઈ છે તેમ પ્રત્યક્ષથી લોકોને જણાય છે તથા માટી તો બન્નેમાં ધ્રુવ સ્વરૂપે રહે જ છે. આવું પ્રત્યક્ષજ્ઞાનથી પણ સિદ્ધ જ છે. આમ આ ત્રિપદી સર્વ પદાર્થોમાં ફેલાયેલી છે. (પૃ.૧૧૧૦-૧૧૧૨)
(૨) સામાનાધિકરણ્ય :- ત્રિપદી સમાન અધિકરણમાં જ છે. અર્થાત્ જ્યાં ઉત્પાદ છે ત્યાં જ વ્યય છે અને જ્યાં ઉત્પાદ-વ્યય છે, ત્યાં જ ધ્રુવતા છે.
કોઈક જિજ્ઞાસુને પ્રશ્ન થાય કે “આ પરસ્પર વિરોધી દેખાતા ગુણધર્મો જ્યાં ઉત્પાદ ત્યાં જ વ્યય કેમ હોઈ શકે ? તથા જ્યાં ધ્રુવતા હોય ત્યાં ઉત્પાદ-વ્યય કેમ હોઈ શકે ? જે માતા હોય તે વળ્યા કેમ હોઈ શકે ? તથા જે વળ્યા હોય તે માતા કેમ હોઈ શકે ? જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ કેમ હોઈ શકે? તથા જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર કેમ હોઈ શકે? જ્યાં નિત્યતા હોય ત્યાં અનિત્યતા કેમ હોય તથા જ્યાં અનિત્યતા હોય ત્યાં નિત્યતા કેમ હોય ? તેથી જ પરસ્પર વિરોધી દેખાતા ઉત્પાદવ્યય-ધ્રુવતા એક પદાર્થમાં કેમ રહી શકે ? અને જો રહે તો શું પરસ્પર પરિવાર નામનો વિરોધ દોષ ન લાગે ?' (પૃ.૧૧૨૫).
જિજ્ઞાસુની આવી શંકાના સમાધાનમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ સમજાવે છે કે પરસ્પર પરિહારવિરોધ