________________
10
• પ્રસ્તાવના ૦
તત્ત્વદૃષ્ટિથી જીવમાં પણ ભેદ માન્યા છે અને અજીવમાં પણ ભેદ માન્યા છે. બીજી બાજુ આશ્રવ -બંધ આદિ તત્ત્વ દ્વારા કથંચિત્ અભેદ પણ બતાવ્યો છે. અને દ્રવ્ય’ શબ્દ સામાન્યવાચી હોવા છતાં પણ દ્રવ્યમાં રહેલી વિશેષતાઓથી દરેક દ્રવ્યોમાં ભેદ પણ થાય છે. આથી “સત” શબ્દ સામાન્યાત્મક છે, “તત્ત્વ' શબ્દ સામાન્ય-વિશેષ ઉભયવાચી છે તથા ‘દ્રવ્ય” શબ્દ વિશેષવાચી છે અને આગળ વધીને જોઈએ -
“સત’ શબ્દ સંગ્રહનયનો | ‘તત્ત્વ' શબ્દ નૈગમનયનો
‘દ્રવ્ય' શબ્દ વ્યવહાર (ભેદપરકોનયનો સૂચક છે. પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા પણ આ પ્રસ્તુત દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ ગ્રંથમાં નવમી-દશમી ઢાળમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ત્રિપદીથી યુક્ત સર્વ સત્ પદાર્થોનું વર્ણન વિસ્તારથી સમજાવે છે.
આ સંસારમાં સર્વ પદાર્થો, પછી તે જીવ હોય કે અજીવ હોય, આંખે ન દેખાતાં પરમાણુ હોય કે આંખે દેખાતા ઘટ-પટ વગેરે હોય, ધર્મ-અધર્મ કે આકાશ હોય, બધામાં ત્રિપદી છે જ..
સર્વ પદાર્થો પોત-પોતાના પૂર્વ પર્યાયથી વ્યય પામે છે, નવા-નવા પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને સ્વભાવસ્વરૂપે સદા ધ્રુવ રહે છે. આ રીતે સર્વ પદાર્થો ત્રિપદીમય છે.
પરમકૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીરસ્વામીને વૈ.સુ. ૧૦ ને દિવસે ૧૨ વર્ષની સાધના પછી સિદ્ધિરૂપે કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેવલ્યજ્ઞાનના અનંત પ્રકાશમાં પ્રભુએ અનંત દ્રવ્યોના ત્રણ કાળના અનંતાનંત પર્યાયો નિહાળ્યા. મંડાયેલા સમવસરણમાં પ્રથમ દેશના આપી. તે નિષ્ફળ ગઈ. ત્યારબાદ વૈ.સુ. ૧૧ ના દિવસે અપાપાપુરીમાં ઈન્દ્રભૂતિ વગેરે ૧૧ ગણધરોને પ્રતિબોધ્યા. દીક્ષા આપી. દીક્ષિત થયેલા તેઓએ પ્રભુજીને પ્રદક્ષિણા કરી પ્રશ્ન પૂછ્યો -
भयवं किं तत्तं ? પ્રભુએ જવાબ આપ્યો.. ઉપન્ને ટુ વા. સંસારમાં જે સત્ વસ્તુ છે તે ઉત્પન્ન થાય છે.
પ્રભુના વચન સાંભળી ફરી પ્રશ્ન થયો કે જો વસ્તુ ઉત્પન્ન જ થયા કરે તો વિશ્વ ઉત્પદ્યમાન વસ્તુથી છલકાઈ જાય. તો શું સમજવું ? ફરી પ્રશ્ન પૂછ્યો પ્રભુને -
મયવં હિં તત્તે ?
પ્રભુ : વિજાપુ રૂ વા... વસ્તુ ઉત્પન્ન થાય છે તેમ નાશ પણ પામે છે. સાંભળી ફરી શંકા થઈ. જો બધી જ વસ્તુ નાશ પામે તો શૂન્યાવકાશ સર્જાય. શૂન્યતા તો દેખાતી નથી. તો શું સમજવું? ફરી પ્રશ્ન પૂછ્યો -
भयवं किं तत्तं ?
પ્રભુ : યુવે ૩ વા..
પ્ર કોઈ પણ વસ્તુ અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, અપેક્ષાએ નાશ પામે છે, છતાં પણ ઉત્પત્તિ-વ્યયને સાપેક્ષ વસ્તુ પોતાના સ્વરૂપે ધ્રુવ પણ રહે છે. (પૃ.૧૧૫૬)