________________
• પ્રસ્તાવના :
એ છ દ્રવ્યોનું યથાર્થ જ્ઞાન કરાવતો શ્વેતાંબર સંપ્રદાયનો માન્ય ગ્રંથ એટલે જ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ. જેની રચના પૂજ્ય ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, પ્રકાંડ વિદ્વાન, સમર્થ પ્રતિભાના સ્વામી, આગમપરિશીલનકાર, પરિકર્મિત પ્રજ્ઞાવાન ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ કરી છે.
એના ઉપર દાર્શનિક ચિંતક, સાધક પં. શ્રીયશોવિજયજી મહારાજે દ્રવ્યાનુયોગ પરામર્શ કર્ણિકા નામની સંસ્કૃત ટીકા તથા દ્રવ્યાનુયોગ પરામર્શ કર્ણિકા સુવાસ નામની ગુજરાતી ટીકા રચી છે.
વિશ્વની રચનાના મૂળભૂત એકમો કે જે એકમો પોતાના અસ્તિત્વ માટે અન્ય એકમ પર આધારિત નથી અને જે ક્યારેય પોતાના સ્વરૂપનો ત્યાગ નથી કરતા તે એકમ એટલે દ્રવ્ય. તથા આ દ્રવ્યના સહભાવી અને દ્રવ્યને આશ્રિત એવા ગુણોનું તથા તે દ્રવ્યના ક્રમભાવી પર્યાયોનું વર્ણન જેમાં છે તે દ્રવ્યાનુયોગ. અને તે દ્રવ્યાનુયોગથી સભર છે આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.
ઢાળ-૧૦ માં દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે. દ્રવ્યની મુખ્ય વ્યાખ્યા નીચે મુજબ છે. • -પર્યાયવ દ્રવ્યમ્ - જે ગુણ અને પર્યાયવાળું હોય તે દ્રવ્ય.
TUTOમાસનો વડ્યું કે ગુણોનો આધાર તે દ્રવ્ય. (પૃ.૧૩૮૮) • સત્ દ્રવ્યનક્ષણમ્ જે સત્ છે, તે દ્રવ્ય છે. (પૃ.૧૩૮૮) • Tળ-પન્નાથસદાવં ત્રે ) ગુણ-પર્યાયસ્વભાવયુક્ત તે દ્રવ્ય. (પૃ.૧૩૯૦)
આવી દ્રવ્યની ૩૧ વ્યાખ્યાઓ અલગ-અલગ ગ્રંથના આધારે ચિંતક પં. શ્રીયશોવિજયજી મહારાજે ૧૦ મી ઢાળના પ્રારંભમાં આપી છે.
ભિન્ન-ભિન્ન દર્શનકારો સત્ નું સ્વરૂપ ભિન્ન-ભિન્ન સ્વરૂપે રજૂ કરે છે. • બૌદ્ધદર્શન - ચત્ ક્ષણવે તવ સત્ - જે ક્ષણિક છે, તે જ સત્ છે. • વેદાંત દર્શન – દ્રા સત્ય નાગ્નિ - એકાંતનિત્ય જે બ્રહ્મ છે, તે જ સત્ છે. • ન્યાય-વૈશેષિક દર્શન - સમવાયસંબંધથી સત્તા જેમાં વર્તે છે, તે સત્ છે.
આમ ભિન્ન-ભિન્ન દર્શનોની સત્ વિષેની માન્યતાઓ છે પણ બધામાં કાંઈક ને કાંઈક દોષો છે. જ્યારે જૈનદર્શનની સની વ્યાખ્યા છે - “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુ સ’ - જે દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત છે, તે સત્ છે. અર્થાત્ જેમાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણો ન ઘટી શકતા હોય તે બધા જ અસત છે. (પૃ.૧૩૮૮).
દ્રવ્યમાં સત્ લક્ષણની અપેક્ષાથી બધા દ્રવ્યોમાં અભેદ માનવો અને વિશેષ લક્ષણોથી ભેદ માનવો એ જૈનદર્શનની અનેકાંતિક દૃષ્ટિની વિશેષતા છે.
જૈન દર્શનમાં સત, તત્ત્વ અને દ્રવ્ય ત્રણેય શબ્દો પર્યાયવાચી માન્યા છે. છતાં તેનાં શાબ્દિક અર્થની અપેક્ષાથી કાંઈક ભિન્નતા છે.
“સત્' - સામાન્ય લક્ષણ છે, જે બધા દ્રવ્યો અને તત્ત્વોમાં મળે છે. દ્રવ્યોના ભેદમાં પણ અભેદની જ પ્રધાનતા “સત્’ બતાવે છે.
‘તત્ત્વ' શબ્દ ભેદ અને અભેદ બન્ને તથા સામાન્ય અને વિશેષ બન્નેનો સ્વીકાર કરે છે. “તત્ત્વ શબ્દના ભેદોમાં જૈન દર્શન માત્ર જડ-ચેતન બે ભેદ કહીને અટકી ન જતાં નવ ભેદ બતાવે છે.