________________
૧/૭
२ शून्यवादनिराकरणम् । શૂન્યવાદ પણિ પ્રમાણ સિદ્ધયસિદ્ધિ વ્યાહત છઈ.
अथास्तु शून्यतैवेति चेत् ? न, शून्यतायाः प्रमाणसिद्ध्यसिद्धिभ्यां व्याहतत्वात् । तथाहि - पु "तस्याः साधकं किञ्चित्प्रमाणमस्ति न वा ? यदि नास्ति कथं सा सिध्येत् ? प्रमाणनिबन्धनत्वाद् विदषामिष्टसिद्धेः। अथाऽस्ति ? तदा कथं सकलशुन्यता ? प्रत्यक्षादिप्रमाणस्य तज्जनकेन्द्रियादेश्च सदभावे सकलशून्यताविरोधादिति” (स्या.रत्ना.१/१६/पृ.१८९) व्यक्तमुक्तं श्रीवादिदेवसूरिभिः स्याद्वादरत्नाकरे।
यथोक्तं श्रीहरिभद्रसूरिभिरपि शास्त्रवार्तासमुच्चये
“अत्राऽप्यभिदधत्यन्ये किमित्थं तत्त्वसाधनम् ?। प्रमाणं विद्यते किञ्चिदाहोस्विच्छून्यमेव हि ?।। शून्यं चेत् ? सुस्थितं तत्त्वम्, अस्ति चेत्? शून्यता कथम्?। तस्यैव ननु सद्भावादिति सम्यग् विचिन्त्यताम् ।।
प्रमाणमन्तरेणाऽपि स्यादेवं तत्त्वसंस्थितिः। अन्यथा नेति सुव्यक्तमिदमीश्वरचेष्टितम् ।।” (शा.वा.स.
શૂન્યતા પ્રમાણશૂન્ય (1થા.) “જો આવું હોય તો શૂન્યતા = શૂન્યવાદ જ ભલે સિદ્ધ થતો' - આ પ્રમાણે પણ પ્રસ્તુતમાં કહેવું યોગ્ય નથી. કારણ કે શૂન્યતા પ્રમાણસિદ્ધિ અને પ્રમાણઅસિદ્ધિ દ્વારા વ્યાઘાત પામે છે. તે આ રીતે – “શૂન્યતાનું સાધક કોઈ પ્રમાણ છે કે નહિ ? આ પ્રમાણે પ્રસ્તુતમાં બે વિકલ્પ ઉપસ્થિત થાય છે. જો શૂન્યતાનું સાધક કોઈ પ્રમાણ ન હોય તો શૂન્યતા પ્રમાણશૂન્ય બનવાથી કઈ રીતે સિદ્ધ થશે? અર્થાત્ શૂન્યતા સિદ્ધ નહિ થઈ શકે. કારણ કે વિદ્વાનોને અભિમત વસ્તુની સિદ્ધિ પ્રમાણના આધારે માન્ય બને છે. પ્રમાણમૂલક ન હોય તેવી કોઈ પણ બાબતની સિદ્ધિ વિદ્વાનોને સંમત નથી. તથા શૂન્યતાનું સાધક કોઈ પ્રમાણ વિદ્યમાન હોય તો સર્વશૂન્યતા કઈ રીતે કહી શકાય ? કારણ કે શૂન્યતા સાધક પ્રત્યક્ષ આદિ જ્ઞાનાત્મક પ્રમાણ અને તેનું કારણ બનનાર ઈન્દ્રિય વગેરે જો હાજર હોય તો સકલ શૂન્યતાનો વિરોધ આવશે. તેથી શૂન્યતાનું પ્રમાણથી સિદ્ધ કરવા જતાં શૂન્યતા અસિદ્ધ બનવાની આપત્તિ દુર્વાર બની જશે.” આ પ્રમાણે શ્રીવાદિદેવસૂરિ મહારાજે સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાં દેવેન્દ્રવ્યાખ્યા ઉદ્ભત કરીને શૂન્યવાદસમીક્ષા કરતાં સ્પષ્ટપણે જણાવેલ છે.
છે શૂન્યવાદ નિરાસ છે (થો.) શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પણ જણાવેલ છે કે “શૂન્યવાદના પ્રતિવાદરૂપે અન્ય વાદીઓ એમ કહે છે કે “શું આ રીતે શૂન્યતા સ્વરૂપ તત્ત્વને સાધવાનું સંભવ છે ?' આ પ્રશ્નાત્મક સંકેતનો આશય એ છે કે શૂન્યતાનું સાધક કોઈ વાસ્તવિક પ્રમાણ છે કે નથી જ ? જો શૂન્યતાસાધક પ્રમાણ પણ શૂન્ય જ હોય અર્થાત્ શૂન્યતાસાધક પ્રમાણ ન હોય તો શૂન્યતા તત્ત્વની બહુ સુંદર સિદ્ધિ થશે ! અર્થાત્ આ એક ઉપહાસની વાત એ છે કે પ્રમાણ ન હોવા છતાં પણ શૂન્યતા સ્વરૂપ પ્રમેયની સિદ્ધિ થઈ જાય છે. તથા શૂન્યતાસાધક કોઈ પ્રમાણ વિદ્યમાન હોય તો શૂન્યતા = સમસ્ત પદાર્થનો અભાવ કઈ રીતે કહી શકાય ? કારણ કે તે પ્રમાણ જ એક સત્ય વસ્તુ તરીકે સિદ્ધ થઈ જાય છે. તો તેની હાજરીમાં સમસ્ત પદાર્થના અભાવની સિદ્ધિ કઈ રીતે કરી શકાય? આ વાત માધ્યમિક નામના બૌદ્ધ મધ્યસ્થ ભાવથી વિચારવી જોઈએ. પ્રમાણ વિના પણ જો આ રીતે