________________
११९२
• अतद्रूपत्वेऽपि तद्रूपेण अर्थख्यातिः ।
૧/૭ तस्मान्नैकानेकाकारा। किन्तु यदीदं स्वयमर्थानां रोचतेऽतद्रूपाणामपि सतां यदेतत्ताद्रूप्येण प्रख्यानं तदेतद्वस्तुत एव स्थितं तत्त्वमिति । तत्र के वयं निषेद्धारः ? एवमस्त्वित्यनुमन्यन्ते” (स्या.रत्ना.१/१६/पृ.१८०) इत्येवं स्याद्वादरत्नाकरे श्रीवादिदेवसूरिभिरुपदर्शितेत्यवधेयम् ।
ततश्च ज्ञानाद्वैतवादिनो योगाचारस्य सर्वशून्यज्ञानवादिमाध्यमिकमतप्रवेशापत्तिः दुर्वारैवेति यावत तात्पर्यमत्राऽवसेयम् । तदिदमभिप्रेत्योक्तं सिद्धिविनिश्चयस्वोपज्ञवृत्तौ अकलङ्कस्वामिना “चित्रसंविदः सम्भाव्यनिरंशस्वभावस्य सर्वथाऽनुपलब्धौ निरुपाख्यतैव स्यात्, अनवस्थाप्रसङ्गाद्” (सि.वि.१२/१२/भाग-२/ पृ.७४९) इत्याद्युक्तम् । ज्ञानाद्वैतवादिना ज्ञेयं तु नैवाऽङ्गीक्रियते, ज्ञानमप्युक्तरीत्या न सम्भवतीति शून्यताऽऽपद्येतेत्याशयः। એક બુદ્ધિને યોગાચારવાદી પારમાર્થિક નીલ, પીતાદિ આકારવાળી માને છે - તે વાત વ્યાજબી નથી. એક જ્ઞાનના અનેક આકાર ઉપર જણાવ્યા મુજબ સંભવતા નથી. પરંતુ જ્ઞાનાત્મક ન હોવા છતાં પણ નીલ, પીતાદિ ભાવોને = પદાર્થોને એવું જ ગમે છે કે પોતાની જાતને જ્ઞાનરૂપે જણાવવી. તેથી વાસ્તવમાં જ આ પ્રમાણે તત્ત્વ = હકીક્ત સિદ્ધ થાય છે કે જ્ઞાનાત્મક ન હોવા છતાં પણ નીલ, પીતાદિ ભાવો પોતાને જ્ઞાનરૂપે જણાવવાનું પસંદ કરે છે. હકીકત જ જો આવી હોય તો તેને અટકાવનારા આપણે કોણ ? મતલબ કે જ્ઞાનાત્મક ન હોવા છતાં નીલ, પીતાદિ ભાવો પોતાને જ્ઞાનાત્મક રૂપે જણાવે છે. આ હકીકતને માધ્યમિક બૌદ્ધ વિદ્વાનો શાંતભાવે સ્વીકારી લે છે.”
દેવેન્દ્રરચિત પ્રમાણવાર્તિકવ્યાખ્યા' નામનો કોઈ સ્વતંત્ર વ્યાખ્યા ગ્રંથ અમારા જોવામાં આવેલ નથી. પરંતુ શ્વેતાંબરશિરોમણિ શ્રીવાદિદેવસૂરિ મહારાજે સ્યાદ્વાદરનાકર નામના ગ્રંથમાં પ્રમાણવાર્તિકના “દ્ધિ ચાતુ....” ઈત્યાદિ શ્લોકની દેવેન્દ્ર નામના બૌદ્ધ વિદ્વાને કરેલી ઉપરોક્ત વ્યાખ્યા દર્શાવેલ છે. તેના આધારે અહીં દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં અમે દેવેન્દ્રવ્યાખ્યા જણાવેલ છે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.
- યોગાચારનો શૂન્યવાદપ્રવેશ ૪ (%) બાહ્ય અર્થકારના અને આંતરિક જ્ઞાનાકારના વિરોધને મુખ્ય બનાવીને જ્ઞાનભિન્ન બાહ્ય અર્થનો અપલાપ કરવા જતાં જ્ઞાનાતવાદી યોગાચારને સર્વશૂન્યજ્ઞાનવાદી માધ્યમિક નામના બૌદ્ધના મતમાં પ્રવેશ થવાની આપત્તિ દુર્વાર જ બનશે. કારણ કે એક સ્વભાવ અને અનેક સ્વભાવ વચ્ચે વિરોધ હોવાથી નીલ, પીતાદિ આકારવાળા (= સાકાર) જ્ઞાનને મિથ્યા માની નિરાકાર જ્ઞાનનો સ્વીકાર યોગાચાર નામના બૌદ્ધ માટે અનિવાર્ય બની જશે. આ પ્રમાણેનું પ્રસ્તુતમાં તાત્પર્ય સમજવું. તથા આ જ તાત્પર્યથી અકલંકસ્વામીએ સિદ્ધિવિનિશ્ચયસ્વોપજ્ઞવૃત્તિમાં જણાવેલ છે કે “ચિત્રાકાર સંવેદનનો સાંશ = અખંડ સ્વભાવ જણાવા છતાં પણ તેના નિરંશ = અખંડ સ્વભાવની બૌદ્ધ લોકો સંભાવના ભલે કરે. પરંતુ તે અખંડ સ્વભાવ તો કોઈ પણ પ્રમાણથી નિશ્ચિત થતો નથી, જણાતો નથી. જે સખંડ સ્વભાવ જણાય છે, તેને બૌદ્ધ લોકો પ્રામાણિક નથી માનતા. તથા બૌદ્ધો જે અખંડ સ્વભાવની કલ્પના ચિત્રકાર સંવેદનમાં કરે છે, તે પ્રમાણથી જણાતો નથી. તેથી ચિત્રાકાર સંવેદન નિરુપા = નિઃસ્વરૂપ સ્વભાવશૂન્ય જ બની જશે. કારણ કે કોઈ પણ સ્વભાવમાં = સ્વરૂપમાં ચિત્રાકાર સંવેદનની વિશ્રાન્તિ થતી નથી.” મતલબ કે જ્ઞાનાદ્વૈતવાદી શેયને તો માનતા જ નથી. તથા જ્ઞાન પણ તેમના મતે સિદ્ધ થતું નથી. તેથી શૂન્યવાદની જ તેમને આપત્તિ આવશે.