________________
૧/૭ ० एकस्य चित्रता व्याहता है
११९१ स्यात्, किं स्यात् ? को दोषः स्यात् ? तथा च भावतश्चित्रया मत्या भावा अपि चित्राः सिद्ध्यन्ति। प तद्वदेव च सत्या भविष्यन्तीति प्रष्टुरभिप्रायः।
शास्त्रकार आह - न स्यात्तस्यां मतावपि इति। व्याहतमेतद् एका चित्रा चेति। एकत्वे हि सति । अनानारूपापि वस्तुतो नानाकारतया प्रत्यवभासते न पुनर्भावतस्ते तस्या आकाराः सन्तीति बलादेष्टव्यम्, म एकत्वहानिप्रसङ्गात् । न हि नानात्वैकत्वयोः स्थितेरन्यः कश्चिदाश्रयोऽन्यत्र (स्वाभाविकाभ्यामाकारभेदाभेदाभ्याम् ।। ___तत्र यदि बुद्धिर्भावतो नानाकारैका चेष्यते तदा सकलं विश्वमप्येकं द्रव्यं स्यात् । तथा च सहोत्पत्त्यादिदोषः। વિચિત્ર સ્વભાવ માનવામાં આવે તો કોઈ દોષ આવતો નથી. માટે પરમાર્થથી બુદ્ધિનો વિવિધ સ્વભાવ સ્વીકારવામાં આવે જ છે. તેથી નીલ, પીતાદિ આકારવાની વિચિત્ર બુદ્ધિ દ્વારા બાહ્ય ભાવો પણ વિચિત્ર = વિવિધ સ્વભાવવાળા સિદ્ધ થશે. જેમાં વિવિધ સ્વભાવને ધારણ કરવા છતાં બુદ્ધિ સત્ય = પારમાર્થિક છે. તે જ રીતે વિવિધ સ્વભાવવાળા હોવા છતાં પણ બાહ્ય ભાવો સત્ય = પારમાર્થિક સત્ બનશે - એવું માનવામાં આવે તો શું વાંધો છે ? (શા.) આ પ્રશ્ન પૂછનારના અભિપ્રાયનું નિરાકરણ કરવા બૌદ્ધશાસ્ત્રકાર ધર્મકીર્તિ જવાબ આપે છે.
એ બુદ્ધિગત એકત્વ-અનેકત્વની વિચારણા પર ઉત્તર :- “બુદ્ધિ એક છે તથા અનેક સ્વભાવવાળી છે' - આવું કથન (તો “મારી માતા વંધ્યા છે” - આવા કથનની જેમ સ્વતઃ) વ્યાઘાતગ્રસ્ત છે. આનું કારણ એ છે કે એકત્વ અને અનેકત્વ (= ચિત્રત્વ) બન્નેને એકત્ર સ્વાભાવિક માનવામાં વિરોધ છે. બુદ્ધિમાં જો એત્વ જ સ્વાભાવિક હોય તો પરમાર્થથી ! તેના સ્વરૂપ = સ્વભાવ અનેક ન હોઈ શકે. તેમ છતાં અનેકસ્વભાવશૂન્ય એવી પણ એક જ બુદ્ધિ જે અનેક આકારરૂપે ભાસે છે તે નીલ, પીત આદિ અનેક આકારો પરમાર્થથી તે બુદ્ધિના આકારો નહીં ! બની શકે. આ પ્રમાણે જ્ઞાનાતવાદી યોગાચારે જબરજસ્તીથી પણ માનવું પડશે. જો નીલ, પીતાદિ અનેક આકારો પરમાર્થથી તે બુદ્ધિમાં વિદ્યમાન હોય તો તે બુદ્ધિમાંથી એકત્વ રવાના થઈ જવાની આપત્તિ આવશે. કારણ કે સ્વાભાવિક આકારભેદ વિના અનેકત્વના અવસ્થાનનો બીજો કોઈ આશ્રય દુનિયામાં નથી. તે જ રીતે સ્વાભાવિક આકારઅભેદ વિના એત્વના અવસ્થાનનો (= અસ્તિત્વનો) આશ્રય બીજો કોઈ પદાર્થ બની શકતો નથી. કહેવાનો આશય એ છે કે નીલ, પીત આદિ સ્વાભાવિક આકારભેદ (= અનેકઆકાર) જો જ્ઞાનમાં રહે તો અનેકઆકાર પ્રદર્શક જ્ઞાનમાં વસ્તુતઃ અનેકત્વ જ આવશે. તથા જો જ્ઞાનમાં સ્વાભાવિક રીતે અભેદ ( એક જ આકાર) માનવામાં આવે તો તે બુદ્ધિમાં એકત્વનું અવસ્થાન (= અસ્તિત્વ) સિદ્ધ થશે. ટૂંકમાં, બુદ્ધિમાં એકત્વ સ્વાભાવિક માનવા જતાં સર્વજનપ્રસિદ્ધ જ્ઞાનગત સ્વાભાવિક ચિત્રતાનો = ચિત્રાકારતાનો અપલાપ કરવાની સમસ્યા સર્જાશે.
એક જ્ઞાનના અનેક આકારનો નિષેધ , (તત્ર.) તેથી બાહ્ય અર્થ અને બુદ્ધિ - આ બેમાંથી જો બુદ્ધિ પરમાર્થથી નીલ, પીત આદિ અનેક આકારવાળી હોય અને તેમ છતાં પરમાર્થથી તે બુદ્ધિ એક જ હોય તેવું માનવામાં આવે તો સમગ્ર વિશ્વ પણ પરમાર્થથી એક દ્રવ્ય સ્વરૂપ બનવાની આપત્તિ આવશે. તથા જો વિશ્વ પરમાર્થથી એક હોય તો બધી વસ્તુ એકીસાથે ઉત્પન્ન થવાની તથા એકીસાથે નાશ પામવાની આપત્તિ આવશે. તેથી