________________
११९०
• माध्यमिकमतस्थापनम् । कथं तर्हि प्रतीतिः ? इत्याह -
यदीदमताद्रूप्येऽपि ताद्रूप्यप्रथनमर्थानां भासमानानां नीलादीनां स्वयमपरप्रेरणया रोचते, तत्र तथाप्रतिभासे के वयमसहमाना अपि निषेछुम् ? अवस्तु च प्रतिभासते चेति व्यक्तमालीक्यम्” (प्र.वा.२/२१० મનો.) રૂતિ .
अस्या एव कारिकायाः देवेन्द्रकृता व्याख्या तु “यदि नामैकस्यां मतौ (न?) सा चित्रता भावतः અલગ જ પ્રતીતિ ઉત્પન્ન થાય, તે પ્રત્યેક પ્રતીતિના સ્વભાવ અલગ અલગ હોવા છતાં પણ કોઈ પણ એક પુરુષને થતી એક પ્રતીતિમાં અનેક સ્વભાવની સિદ્ધિ થઈ શકતી નથી. તેમ પ્રસ્તુતમાં પણ સ્વભાવગતઅનેકતાપ્રયુક્ત અનેકતાને ધારણ કરનારી જુદી જુદી બુદ્ધિના સ્વભાવ જુદા જુદા હોવા છતાં (સાબિત થવા છતાં) કોઈ પણ એક બુદ્ધિમાં અનેક સ્વભાવની સિદ્ધિ થઈ શકતી નથી. તેથી પ્રતીતિગત સ્વભાવવૈવિધ્ય દ્વારા પદાર્થગત સ્વભાવવૈવિધ્યની સિદ્ધિ કરવાની કલ્પના અપ્રામાણિક સિદ્ધ થાય છે.
પ્રશ્ન :- () જો એક જ પ્રતીતિ નીલ, પીતાદિ અનેક આકારને ધારણ કરતી ન હોય તો નીલ, પીત આદિ અનેક આકારવાળી પ્રતીતિની પ્રતીતિ (અનુભૂતિ) કઈ રીતે થઈ શકે ? બધા લોકોને નીલ, પીત આદિ અનેક આકારરૂપે સમૂહાલમ્બનાત્મક પ્રતીતિનો જે અનુભવ થાય છે તે એક પ્રતીતિને અનેક આકારવાળી માન્યા વિના કઈ રીતે સંગત થઈ શકે ?
૨ મનોરથનંદી વ્યાખ્યાનો ઉપસંહાર ઉત્તર :- (વી.) પ્રતીતિમાં ભાસમાન નીલ, પીતાદિ અર્થાકાર જ્ઞાનાત્મક ન હોવા છતાં પણ, જ્ઞાનની સાથે તાલૂપ્ય ન ધરાવવા છતાં પણ કોઈની પ્રેરણા વિના જાતે જ નીલ, પીતાદિ અર્થાકાર પોતાનામાં જ્ઞાનાત્મકતા = જ્ઞાનરૂપતા = જ્ઞાનસ્વભાવતા (= તાદાભ્ય) જણાવે છે. પોતાનામાં જ્ઞાનરૂપતા ન હોવા છતાં પણ જ્ઞાનરૂપતાનું પ્રકાશન કરવું એ નીલ-પીતાદિ અર્થાકારોને ગમે છે. તે અમે સહન કરી શક્તા નથી. તેમ છતાં પણ નીલ, પીતાદિ અર્થાકાર પોતાને જ્ઞાનરૂપે જણાવે તેમાં નિષેધ કરનારા આપણે કોણ ? વાસ્તવમાં નીલ, પીતાદિ આકાર નથી તો બાહ્યઅર્થસ્વરૂપ કે નથી તો જ્ઞાનસ્વરૂપ. તે નીલ, પીતાદિ આકાર પરમાર્થથી અસત્ છે, અવસ્તુ છે. તેમ છતાં પણ જ્ઞાનમાં તે ભાસે છે. જ્ઞાનમાં કે બાહ્ય જગતમાં પરમાર્થથી ગેરહાજર હોવા છતાં પણ નીલ, પીતાદિ આકારનું ભાસવાનું સ્પષ્ટપણે જણાવે છે કે નીલ, પીતાદિ મિથ્યા છે. આ રીતે બાહ્ય પદાર્થનું અને જ્ઞાનાકારનું મિથ્યાપણું સ્પષ્ટ છે” - આ રીતે ધર્મકીર્તિના વચનની મનોરથનંદીવૃત્તિમાં છણાવટ કરવા દ્વારા માધ્યમિક નામના નિરાકારજ્ઞાનવાદી = સર્વશૂન્યજ્ઞાનવાદી બૌદ્ધના મતનું સમર્થન કરવામાં આવેલ છે.
કે દેવેન્દ્રવ્યાખ્યાનો પ્રારંભ છે (10ા.) પ્રમાણવાર્તિકના ‘વિ ચાત્'... શ્લોકની મનોરથનંદીવૃત્તિ દ્વારા સ્પષ્ટતા જોઈ ગયા. આ જ શ્લોકની દેવેન્દ્ર નામના બૌદ્ધ વિદ્વાને પણ વિસ્તારથી છણાવટ કરેલ છે. તે નીચે મુજબ છે.
$ દેવેન્દ્રવ્યાખ્યાની વિચારણા છે પ્રશ્ન :- જો એક બુદ્ધિમાં પરમાર્થથી ચિત્રતા = સ્વભાવવિભિન્નતા હોય તો શું થાય? અર્થાત્ પરમાર્થથી એક જ બુદ્ધિમાં સ્વભાવવૈવિધ્ય માનવામાં આવે તો કયો દોષ લાગુ પડે ? પરમાર્થથી જ્ઞાનનો