________________
११५०
० कारणाऽभेदे कार्यभेदाऽयोग: ० પણિ શોક-પ્રમોદ-માધ્યચ્ય સ્વરૂપ અનેક કાર્ય દેખીનઈ (નિજકારયશક્તિ=) તત્કારણશક્તિરૂપઈ અનેકપણઈ = ભિન્નતા પણિ જાણવી.
किञ्च, शोक-प्रमोद-माध्यस्थ्यरूपाऽनेककार्याणि दृष्ट्वा कार्यशक्तित: = शोकादिलक्षणतत्तद्विलक्षणकार्यजननशक्तिरूपमाश्रित्य तद्भेदः = उत्पाद-व्यय-ध्रौव्याणां मिथो भेदोऽपि अनाविल एवाऽवसेयः, एकान्ततः कारणाऽभेदे कार्यभेदाऽयोगात्। यथा चैतत् तथा-विवृतमस्माभिः नयलताभिधानायां ત્રિશિકારવૃત્ત (દા..૬/૭ મા-૨ પૂ.રૂ89) |
अथ कार्यशक्तिभेदेन तेषां भेदसिद्धौ जलाऽनलवद् मिथो विरोधोऽपि सिध्येदिति नैकस्यैकदा कुत्रयात्मकता स्यादिति चेत् ?
આ કાર્યશક્તિભેદથી કારણભેદ (ગ્રિ.) વળી, ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યમાં ભેદ હોવાનું બીજું એક કારણ એ છે કે તેમાં વિભિન્ન પ્રકારની શક્તિ રહેલી છે. ઉત્પાદ આદિ જુદા-જુદા કાર્યને કરતા હોવાથી ઉત્પાદાદિમાં જુદા-જુદા પ્રકારની શક્તિ સિદ્ધ થાય છે. ઘટનાશ ઘટાર્થી જીવને શોક કરાવે છે. મુગટઉત્પાદ મુગટાર્થીને પ્રમોદ કરાવે છે. તથા સુવર્ણધ્રૌવ્ય સુવર્ણાર્થી જીવને માધ્યચ્ય બક્ષે છે. આમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ કારણ આનંદ -શોક-માધ્યચ્ય સ્વરૂપ વિલક્ષણ અનેક કાર્યને ઉત્પન્ન કરતાં હોવાથી આનંદ-શોક-માધ્યચ્યજનક વિલક્ષણ શક્તિને ધારણ કરે છે. વિલક્ષણકાર્યજનક શક્તિની અપેક્ષાએ તે સ્વરૂપે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં પરસ્પર ભેદ પણ નિર્વિવાદ રીતે સિદ્ધ થાય જ છે - તેમ જાણવું. જો ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યમાં સર્વથા
અભેદ હોય તો આનંદ-શોક વગેરે વિલક્ષણ કાર્યને તે ઉત્પન્ન કરી ન શકે. સર્વથા કારણઅભેદ હોય છે તો કાર્યભેદ કઈ રીતે સંભવે ? આ બાબત જે રીતે સંગત થાય છે તે રીતે અમે લાત્રિશિકાપ્રકરણની | નયેલના નામની ટીકામાં સમજાવેલ છે. જિજ્ઞાસુઓ ત્યાં દષ્ટિપાત કરી શકે છે.
હું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં વિરોધ : શંકા-સમાધાન હS છે શંકા :- (.) જો ઉપરોક્ત રીતે કાર્યભેદથી શક્તિભેદને અને શક્તિભેદથી કારણભેદને સિદ્ધ કરવાની પ્રણાલિકા અનુસાર તમે ઉત્પાદ, વ્યય અને દ્રૌવ્ય વચ્ચે ભેદને સિદ્ધ કરો છો તો તે જ પ્રણાલિકા મુજબ તે ત્રણેયમાં પરસ્પર વિરોધ પણ સિદ્ધ થશે. જેમ શૈત્ય અને ઉષ્ણતા સ્વરૂપ બે વિરોધી કાર્ય કરનાર પાણી અને અગ્નિ પરસ્પર જુદા સિદ્ધ થાય છે અને પરસ્પર વિરુદ્ધ પણ સિદ્ધ થાય જ છે. તેમ શોક-પ્રમોદ આદિ પરસ્પર વિરુદ્ધ કાર્ય કરનાર ઉત્પાદ-વ્યય વગેરે પરસ્પર વિભિન્ન અને પરસ્પર વિરુદ્ધ પણ સિદ્ધ થશે. તથા વિરોધી પદાર્થ તો એકત્ર એકદા ન રહે. તેથી એક પદાર્થ એકીસાથે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક સિદ્ધ નહિ થાય. તેથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વચ્ચે પરસ્પરભેદ સિદ્ધ કરવા જતાં પ્રત્યેક પદાર્થ ઉત્પાદાદિ ત્રયાત્મક છે' - આ સિદ્ધાન્તનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. ૧, મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે “કાત્રિશત્ કાત્રિશિકા' નામના પ્રકરણની રચના કરેલ છે. દાન, દેશના, અધ્યાત્મ, યોગ, ધ્યાન આદિ ૩૨ વિષયો ઉપર ૩૨-૩૨ શ્લોકમાં છણાવટ કરેલ છે. સ્વોપજ્ઞવિવરણથી તે ગ્રંથરત્ન અલંકૃત થયેલ છે. તેના ઉપર વર્તમાનકાલીન યશોવિજય ગણીએ મુનિઅવસ્થામાં “નયલતા' નામની ૫૦ હજાર શ્લોકપ્રમાણ સંસ્કૃત વ્યાખ્યા રચેલ છે. અંધેરી ગુજરાતી જૈન સંઘ-ઈલ-મુંબઈ તરફથી આઠ ભાગમાં આ ગ્રંથરત્ન સ્વોપજ્ઞવિવરણ + નયલતા સંસ્કૃતવ્યાખ્યા + ગુજરાતી વિવેચન સાથે પ્રકાશિત થયેલ છે.