________________
• अष्टसहस्रीसंवादः 0
११४९ ___ “अथैवमुत्पाद-व्यय-ध्रौव्याणामभेदात् कथं त्रयात्मकवस्तुसिद्धिः ? तत्सिद्धौ वा कथं तत्तादात्म्यम् ? ' विरोधादिति चेत् ?
न, सर्वथा तत्तादात्म्याऽसिद्धेः, कथञ्चिल्लक्षणभेदात् । तथाहि - उत्पाद-व्यय-ध्रौव्यलक्षणं स्याद्भिन्नम्, । अस्खलन्नानाप्रतीतेः, रूपादिवदि”ति (आ.मी.परि.३/का.५८/पृ.२८०) अष्टसहस्यां विद्यानन्दस्वामी । સર્વત્ર સમાનકાલીન હોવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં અભેદ સિદ્ધ થાય છે
ન સમનિયત પદાર્થ અભિન્ન છે સ્પષ્ટતા :- જે બે પદાર્થ એક દેશમાં અપૃથમ્ભાવસંબંધથી પરસ્પર સાપેક્ષપણે રહે અને પોતાના સર્વ અધિકરણની અપેક્ષાએ એકીસાથે રહે (=એક કાલમાં રહે) તે બે પદાર્થ પરસ્પર સમનિયત હોવાથી અભિન્ન બને છે. જેમ કે ઘટત્વ અને કુંભત્વ. દૈશિક અને કાલિક અધિકરણનું વિવક્ષિત ઐક્ય પદાર્થની એક્તાને સૂચવતું હોવાથી ઉપરોક્ત રીતે સમાનાધિકરણ અને સમાનકાલીન ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરસ્પર અભિન્ન સિદ્ધ થાય છે.
પૂર્વપક્ષ :- (“૩ાથે.) આ રીતે સર્વત્ર સમાનાધિકરણ અને સમાનકાલીન હોવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરસ્પર અભિન્ન હોય તો વસ્તુ કઈ રીતે ત્રયાત્મક બનશે ? ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એક જ હોય તો વસ્તુને કાં તો ઉત્પાદાત્મક કહેવાય, કાં તો વ્યયાત્મક કહેવાય, કાં તો ધ્રૌવ્યાત્મક કહેવાય. ત્રિતયાત્મક કઈ રીતે કહેવાય? તથા જો વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક સિદ્ધ થાય તો “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરસ્પર અભિન્ન છે' - એવું કઈ રીતે સિદ્ધ થાય? કારણ કે ઉત્પાદ, વ્યય અને દ્રૌવ્ય તો પરસ્પર વિરોધી છે. (જ્યાં ફક્ત એક જ ઈન્દ્ર હાજર હોય ત્યાં “આખંડલ, ઈન્દ્ર, શક્ર, પુરંદર, શતક્રતુ આમ પાંચ વ્યક્તિ અહીં હાજર રહ્યું છે' - તેમ ન કહેવાય. કારણ કે આખંડલ વગેરે પાંચેય શબ્દનો અર્થ એક જ વ્યક્તિમાં સમાઈ જાય છે. તથા જ્યાં “ઘટ, પટ, મઠ, ખુરશી, ચશ્મા - આ પાંચ વસ્તુ અહીં હાજર છે' - આ પ્રમાણે કહેવામાં આવે ત્યાં ઘટ વગેરે પાંચેય પદાર્થને એક માની ન શકાય. તેના જેવી ઉપરોક્ત વાત સમજવી. મતલબ એ છે કે જો ઉત્પાદાદિ ત્રણ પરસ્પર સર્વથા અભિન્ન હોય તો વસ્તુ એકાત્મક કહેવાય, ત્રયાત્મક નહિ. | તથા જો વસ્તુ ત્રયાત્મક હોય તો ઉત્પાદાદિ ત્રણેય અર્થને પરસ્પર ભિન્ન માનવા પડે, અભિન્ન નહિ.)
૪ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં ભેદસિદ્ધિ આ ઉત્તરપક્ષ :- (ન, સર્વથા.) જો અમે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય વચ્ચે સર્વથા અભેદ માનતા હોઈએ તો વસ્તુ ત્રયાત્મક સિદ્ધ ન થઈ શકે' - આ વાત સાચી જ માનવી પડે. પરંતુ હકીકતમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પરસ્પર સર્વથા અભિન્ન નથી. ઉત્પાદાદિ ત્રણમાં સર્વથા = એકાંતે તાદાભ્ય અસિદ્ધ જ છે. તેથી ‘વસ્તુ કઈ રીતે ત્રયાત્મક બનશે ?' આ સમસ્યાને અવકાશ રહેતો નથી. ઉત્પાદાદિ ત્રણમાં એકાંતે તાદાભ્ય ન હોવાનું કારણ એ છે કે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના લક્ષણમાં કથંચિત્ ભેદ છે. ઉત્પાદાદિ ત્રણમાં પરસ્પર કથંચિભેદ હોવાનું કારણ એ છે કે ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યમાં અખ્ખલિત રીતે ભેદની પ્રતીતિ થાય છે. જેમ રૂપ, રસ, ગંધ વગેરેમાં અમ્બલવૃત્તિથી પરસ્પર ભેદની પ્રતીતિ થાય છે. તેથી તેઓ પરસ્પર કથંચિત્ ભિન્ન છે. તેમ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યમાં પણ અસ્પલવૃત્તિથી પરસ્પર ભેદની પ્રતીતિ થાય છે. તેથી ઉત્પાદ આદિ ત્રણને પરસ્પર સર્વથા અભિન્ન માનવાના બદલે કથંચિત્ ભિન્ન માનવા જોઈએ. આ પ્રમાણે અષ્ટસહસ્રી ગ્રંથમાં દિગંબરાચાર્ય શ્રીવિદ્યાનંદસ્વામીએ જણાવેલ છે.