________________
૧/૪
• न्यायावतारवार्तिकसंवादः ।
११५१ “સામાન્યરૂપઈ ધ્રૌવ્ય અનઈ વિશેષરૂપઇં ઉત્પાદ-વ્યય' ઈમ માનતાં વિરોધ પણિ નથી.
न, सामान्यरूपेण ध्रौव्यस्य विशेषरूपेण चोत्पाद-व्यययोरभ्युपगमे विरोधाऽसम्भवात् । प्रतियन्ति हि लोका अपि सुवर्णतया ध्रुवं हेम घटरूपेण नष्टं मौलिरूपेण चोत्पन्नमिति । तदुक्तं शान्तिसूरिभिरपि न्यायावतारवार्तिके “घट-मौलि-सुवर्णेषु बुद्धिर्भेदावभासिनी। संविन्निष्ठा हि भावानां स्थितिः काऽत्र । વિરુદ્ધતા? ” (ચા.વા.ર/રૂ4) તિા.
न च एकस्मिन्नेव वस्तुनि युगपदुत्पाद-व्यय-ध्रौव्याऽभ्युपगमे 'मुकुटः उत्पन्नः, घटो नष्ट' इत्यादिव्यवहारोपपत्तिः कथं स्यात् ? इति वाच्यम् , स्यादर्थानुप्रवेशेनैव सर्वत्र व्यवहाराऽभ्युपगमात्, तत्र च कथञ्चिदुत्पत्त्यादिनिरूपणेन व्ययादेर-णि
* સામાન્યરૂપે ધોવ્ય, વિશેષરૂપે ઉત્પાદ-વ્યય . સમાધાન :- (ન, સીમા.) તમારી દલીલ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે પ્રત્યેક પદાર્થ સામાન્ય -વિશેષ ઉભયસ્વરૂપ છે. દરેક પદાર્થ સામાન્યસ્વરૂપે ધ્રુવ રહે છે તથા વિશેષ સ્વરૂપે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. તેથી સામાન્યસ્વરૂપે ધ્રુવતાનો અને વિશેષ સ્વરૂપે ઉત્પાદ-વ્યયનો પ્રત્યેક પદાર્થમાં સ્વીકાર કરવામાં વિરોધને કોઈ જ અવકાશ નથી. અમે જે વાત કહીએ છીએ તેમાં પ્રત્યક્ષ પ્રમાણ પણ સાક્ષી છે. લોકો પણ અનુભવે છે કે “સુવર્ણસ્વરૂપે (= સામાન્યસ્વરૂપે) ધ્રુવ સોનું સુવર્ણઘટસ્વરૂપે (= વિશેષસ્વરૂપે) નાશ પામેલ છે તથા મુગટરૂપે ઉત્પન્ન થયેલ છે.” આમ લોકોનો અનુભવ પણ એકત્ર સામાન્યસ્વરૂપે પ્રૌવ્યને અને વિશેષ સ્વરૂપે ઉત્પાદ-વ્યયને સિદ્ધ કરે છે. તેથી ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય વચ્ચે ભેદ હોવા છતાં પરસ્પરવિરોધ નથી. શ્રી શાંતિસૂરિજીએ પણ ન્યાયાવતારવાર્તિકમાં જણાવેલ છે કે “ઘડો, | મુગટ અને સોના વચ્ચે ભેદનું અવગાહન કરનારી બુદ્ધિ લોકોને થાય છે તેમ છતાં તે ત્રણેયમાં પરસ્પર વિરોધ નથી. કારણ કે પદાર્થના સ્વરૂપની મર્યાદા સમ્યગુ જ્ઞાનના આધારે રહેલી છે. તેથી એક જ દ્રવ્યમાં ઘટરૂપે નાશ, મુગટરૂપે ઉત્પત્તિ અને સુવર્ણરૂપે દ્રૌવ્ય માનવામાં વિરોધ શું આવે ?'
સ્પષ્ટતા :- ઉત્પાદ-વ્યય વગેરે ધર્મો પરસ્પર વિલક્ષણ હોવાથી એકત્ર તેનો સમાવેશ કરવા માટે અવચ્છેદકભેદ હોવો જરૂરી છે. તેથી શ્રી શાંતિસૂરિજીએ ઘટ, મુગટ વગેરેનો ભેદ દર્શાવવા દ્વારા અવચ્છેદકભેદનો નિર્દેશ કરેલ છે. તથા “અવચ્છેદકભેદથી એકત્ર ઉત્પાદાદિને અવિરોધ છે' - તેવું કહેવા દ્વારા “એકત્ર તેનો સમાવેશ થઈ શકે છે તેવું સૂચિત કરેલ છે.
શંકા :- (ન ઘ.) જો એક જ વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો યુગપતું સ્વીકાર કરવામાં આવે તો મુગટ ઉત્પન્ન થયો', “ઘડો નાશ પામ્યો' – વગેરે વ્યવહારની ઉપપત્તિ કઈ રીતે થઈ શકશે ?
- સ્યાસ્પદગર્ભિત ઉત્પાદાદિવ્યવહાર . સમાધાન :- (ચા.) સર્વત્ર “સ્યાત’ શબ્દના અર્થનો પ્રવેશ કરવાપૂર્વક જ વ્યવહાર કરવાનો છે. કથંચિત રૂપે ઉત્પત્તિ વગેરેને (= વ્યય-ધ્રૌવ્યને) જણાવવાથી જ વ્યય વગેરેનો (= ઉત્પાદ-ધ્રૌવ્યનો) પણ તેમાં આક્ષેપ થઈ જાય છે. અર્થાત્ સ્યાપદગર્ભિત ઉત્પત્તિવિષયક વ્યવહાર વ્યયનો અને પ્રૌવ્યનો
શાં.ધ.માં ‘વિરોધપતિ’ અશુદ્ધ પાઠ.