SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ७१९ • कूपमण्डूकवृत्तेः परिहार्यता 0 सत्तामात्रावलम्बित्वात् । द्वितीयश्च शुद्धः, विशेषग्राहित्वात् । તત્વાર્થસૂત્રસ્વોપમાણે “સ દ્વિમેવ - (૧) રેશપરિક્ષેવી, (૨) સર્વપરિક્ષેપી વ” (તા.મા.9/રૂબ) રૂત્યુpમ્ | | “देशपरिक्षेपी = विशेषग्राही, सर्वपरिक्षेपी = सामान्यग्राही” (त.सू.भा.१/३५ वृ.) इति तद्वृत्तौ सिद्धसेनगणिवराः । ग “अन्याऽन्यगुण-प्रधानभूतभेदाऽभेदप्ररूपणो नैगमः” (स्या.भा.पृ.३) इति स्याद्वादभाषायां शुभविजयः। .. प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - नानापद्धत्या विविधदृष्ट्या अनेकालम्बनैश्च वस्तु-व्यक्ति । -सिद्धान्तादिविचारणे व्यापकवस्तुस्वरूपावबोधाद् आत्मार्थी माध्यस्थ्यमाप्नोति, उदाराशयेन सकलवस्तु श -व्यक्ति-सिद्धान्तादीन् न्याय्यतामापादयति, सङ्कुचितकूपमण्डूकवृत्तिं परित्यजति, व्यक्त्यन्तराभि- क प्रायावगमाऽभ्युपगमादितः वैचारिकी सहिष्णुतामाप्नोति, समन्वयदृष्टि-समत्वदृष्टिप्रभृतिकम् चाऽऽविर्भावयति । इत्थं नैगमनयावलम्बनेनाऽऽदौ साधकः मोक्षमार्गेऽभिसर्पति । तत्प्रकर्षे च “सदानन्दमयं. शुद्धं निराकारं निरामयम् । अनन्तसुखसम्पन्नं सर्वसङ्गविवर्जितम् ।।” (प.प.१३) इति परमानन्दपञ्चविंशतिप्रदर्शितं निजपरमात्मतत्त्वमविलम्बेनाऽऽविर्भवति ।।६/७।। તેમાં પ્રથમ સર્વસંગ્રાહી નિગમ અશુદ્ધ છે. કારણ કે તે સત્તા માત્રનું (સામાન્યમાત્રનું) ગ્રહણ કરે છે. જ્યારે દેશસંગ્રાહી નૈગમનય શુદ્ધ છે. કેમ કે તે વસ્તુમાં રહેલા વિશેષગુણધર્મનું ગ્રહણ કરે છે. ! દેશ-સર્વપરિક્ષેપી નૈગમ : ઉમાસ્વાતિજી (તસ્વા.) ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસ્વોપલ્લભાષ્યમાં નૈગમનયના દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી - આમ બે ભેદ જણાવેલ છે. (૧) દેશપરિક્ષેપી = વિશેષસંગ્રાહક નૈગમ અને (૨) સર્વપરિક્ષેપી = સામાન્યસંગ્રાહક નૈગમનય’ - આ મુજબ તેની વ્યાખ્યામાં શ્રી સિદ્ધસેનગણિવરે જણાવેલ છે. (“કન્યા.) “અલગ-અલગ રીતે ગૌણ-મુખ્ય બનેલા ભેદ અને અભેદ – આ બન્નેની પ્રરૂપણા કરનાર નૈગમ છે.” આ મુજબ સ્યાદ્વાદભાષ્યમાં શુભવિજયજી જણાવે છે. ..તો સમન્વયષ્ટિ અને સમત્વષ્ટિ પ્રગટે ? માધ્યામિક ઉપનય :- કોઈ પણ વસ્તુને, વ્યક્તિને, સિદ્ધાન્તને કે વાતને ફક્ત એક જ રીતે, ફક્ત એક જ માધ્યમથી, ફક્ત એક જ દષ્ટિકોણથી જોવાના બદલે વિવિધ પદ્ધતિ, અનેક માધ્યમ છે અને વિભિન્ન દૃષ્ટિકોણથી વિચારવાથી વસ્તુ-વ્યક્તિ-સિદ્ધાન્ત વગેરેના બહુમુખી સ્વરૂપનો પરિચય થવાથી મધ્યસ્થભાવ જાગે છે. તથા સર્વ વસ્તુ-વ્યક્તિ-સિદ્ધાન્તને યથાયોગ્ય રીતે ન્યાય આપવાની ઉદારતા આવે છે. વસ્તુ, વ્યક્તિ કે સિદ્ધાન્તના વિવિધ પાસાનો પરિચય થવાથી મનની સંકુચિતતા અને કૂપમંડૂકવૃત્તિ રવાના થાય છે. અન્ય વ્યક્તિના વિચારોને સમજવાથી અને સ્વીકારવાથી વૈચારિક સહિષ્ણુતા પ્રગટે છે. આના માધ્યમથી સમન્વયદષ્ટિનો અને સમત્વદષ્ટિનો પ્રાદુર્ભાવ થાય છે. આ રીતે નૈગમનયના સહારે જીવ પ્રાથમિક તબક્કામાં મોક્ષમાર્ગે આગળ વધે છે. તથા તેનો પ્રકર્ષ થતાં પરમાનંદપંચવિંશતિમાં જણાવેલ નિજપરમાત્મતત્ત્વ વિના વિલંબે પ્રગટ થાય છે. ત્યાં જણાવેલ છે કે “સદા આનંદમય, શુદ્ધ, નિરાકાર, રોગરહિત, અનંતસુખયુક્ત સર્વસંગશૂન્ય પરમાત્મતત્ત્વ હોય છે.' (૬૭)
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy