________________
* विमृश्य भाषणं श्रेयः
१०३९
८/१७ जिनागमाभिप्रायः कीदृश: ? (२) मदीयप्ररूपणयाऽऽगमाऽऽशातना स्यान्न वा ? (३) पूर्वाचार्य - प परम्परापराङ्मुखता ममाऽऽपद्येत न वा ?' इत्यादिकं स्वचेतसि विचारणीयम्। ततश्च “अत्यक्षं रा विषयातीतं निरौपम्यं स्वभावजम्। अविच्छिन्नं सुखं यत्र स मोक्षः परिपठ्यते । ।” (ज्ञाना. १३/८) इति ज्ञानार्णवे शुभचन्द्राचार्येण दर्शितः मोक्षः निकटः स्यात् ।।८/१७ ।।
(૨) મારા બોલવાથી આગમની આશાતના તો નહિ થાય ને ? (૩) પૂર્વાચાર્યોથી વિમુખ થઈને તો હું નથી બોલી રહ્યો ને ?’ ઈત્યાદિ બાબતની કાળજી રાખવી અનિવાર્ય છે. તેવી કાળજીના લીધે જ્ઞાનાર્ણવમાં દિગંબરાચાર્ય શુભચંદ્રજીએ વર્ણવેલ મોક્ષ નિકટ આવે. ત્યાં જણાવેલ છે કે ‘જ્યાં (૧) અતીન્દ્રિય, (૨) | વિષયાતીત, (૩) અનુપમ, (૪) સ્વભાવજન્ય સ્વાધીન, (પ) અવિચ્છિન્ન-અખંડ-નિરંતર સુખ હોય તે મોક્ષ કહેવાય છે.' (૮/૧૭)
· સાધનાના પ્રાણ છે
લખી રાખો ડાયરીમાં......જ
-
-
·
એકાગ્રતા, બુદ્ધિની સૂક્ષ્મતા,
વિધિપાલન અને નિયમિતતા.
અહોભાવ, હૃદયની સ્વચ્છતા,
ઉપાસનાના પ્રાણ છે સરળતા, શ્રદ્ધા અને ભક્તિ.
• બુદ્ધિને પોતાના અંતરાય ટાળવામાં રસ છે. શ્રદ્ધાને બીજાના અંતરાય ટાળવામાં રસ છે.
• આવેગ-આવેશ-આતુરતા વાસનાને વરેલા છે. ઉપાસના શાંત-પ્રશાંત-ઉપશાંત-ઠરેલ છે.
ઉત્તરસાધક વિના સાધનાની પૂર્તિ મુશ્કેલ છે. ઉપાસનામાં તો ઉપાસ્ય અને ઉપાસક વચ્ચે અદ્વૈત ઝળહળે છે.
• સાધના પ્રભુનો વિયોગ મિટાવે છે.
દા.ત. મુનિ જમાલિ.
ઉપાસના પ્રભુનું વિસ્મરણ હટાવે છે. દા.ત. અનુપમા દેવી.