________________
८/१४
0 व्यामोहकारिणी देशनापद्धतिः त्याज्या 0 एवं प्रसिद्धागमिकपरम्परावैलक्षण्येन यन्निरूपणे न कोऽपि महान् विशेषः तन्निरूपणं पूर्वाचार्यपरम्परानुसारेणैव कर्तुं युज्यते । इत्थमेवाऽस्मदीयशास्त्रनिष्ठा निर्वाह्यते अस्मद्देशनापद्धतिश्च न श्रोतृणां व्यामोहोत्पादिका सम्पद्यते । इदं सर्वैरेव प्राज्ञैः धर्मोपदशकैश्च निजचेतसि समवधातव्यम् ।
ततश्च “निरज्जना निष्क्रियका गतस्पृहा अस्पर्धका बन्धन-सन्धिवर्जिताः। सत्केवलज्ञाननिधानबन्धुरा । निरन्तरानन्दसुधारसाञ्चिताः ।।” (जै.त.सा.३६८) इति जैनतत्त्वसारे महोपाध्यायसुरचन्द्रगणिदर्शितं सिद्धसुखं श પ્રત્યાસન્નતાં ચતુI૮/૧૪. છે. તથા જે પદાર્થનું પ્રસિદ્ધ આગમિક પરંપરા કરતાં જુદી પ્રણાલિકાથી નિરૂપણ કરવામાં કશી મહત્ત્વપૂર્ણ વિશેષતા ન હોય તો તેવા સ્થળે પૂર્વાચાર્યોની પ્રસિદ્ધ પ્રણાલિકાને અનુસરીને જ પદાર્થનું નિરૂપણ કરવું વ્યાજબી છે. આવું કરવામાં જ આપણી શાસ્ત્રનિષ્ઠા જળવાય છે અને આપણી દેશનાપદ્ધતિ પણ શ્રોતાને છે કે વ્યામોહજનક બનતી નથી. આ બાબતને દરેક આત્માર્થી વિચારકોએ અને ઉપદેશકોએ પોતાના ચિત્તમાં સારી રીતે ધ્યાનમાં રાખવી.
જ સિદ્ધવરૂપની નિકટ પહોંચીએ (તતશ્ય.) તેવી શાસ્ત્રનિષ્ઠાગર્ભિત ધર્મદેશનાથી જૈનતત્ત્વસાર ગ્રંથમાં જણાવેલ સિદ્ધસુખ ખૂબ નજીક આવે છે. ત્યાં મહોપાધ્યાય શ્રીસુરચન્દ્રગણીએ સિદ્ધ ભગવંતના સુખમય સ્વરૂપને દર્શાવતા કહેલ છે કે “સિદ્ધાત્માઓ (૧) નિરંજન, (૨) નિષ્ક્રિય, (૩) સ્પૃહાશૂન્ય, (૪) સ્પર્ધારહિત, (૫) બંધનસંધિવર્જિત, (૬) તાત્વિક કેવલજ્ઞાનાત્મક નિધનથી સુંદર તથા (૭) નિરંતર આનંદરૂપી અમૃતરસથી યુક્ત હોય છે.” (૮/૧૪)
લખી રાખો ડાયરીમાં.....ઉ) • દુ:ખભીતિથી સાધનાનો પ્રારંભ શક્ય છે.
દા.ત. ચાચક સંપ્રતિરાજાનો જીવ. પ્રભુસ્મૃતિ વિના ઉપાસનાનો શુભારંભ શક્ય નથી.
દા.ત. સુભૂમ ચક્રી. • વાસનાને માનપત્રની જ તાલાવેલી છે.
ઉપાસનાને ભાનપત્ર મેળવવાની ઝંખના છે.
• પ્રભુની જેમાંથી બાદબાકી થાય તે આચાર, વિચાર,
ઉચ્ચાર વાસના બને છે. પ્રભુ જેમાં ભળે તે આચાર, વિચાર, ઉચ્ચાર ઉપાસના બને છે.