SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१४ ० गो-बलिवर्दन्यायेन नानाभङ्गाऽऽपादनम् । ९९७ ततो भिन्नमेवाऽस्तित्वं स्वक्षेत्रापेक्षया' तथा 'स्वक्षेत्राऽपेक्षया यदस्तित्वं घटस्य ततो भिन्नमेवास्तित्वं प स्वकालापेक्षया' इत्यादि। न हि यदेव मार्त्तघटास्तित्वं कान्यकुब्जमार्त्तघटे तदेव पाटलिपुत्रमार्त्तघटे वर्तते; न वा यदेव कान्यकुब्जमार्त्तघटास्तित्वं वासन्तिक-कान्यकुब्जमार्त्तघटे तदेव शैशिर-कान्यकुब्जमार्तघटे वर्त्तते, एकनाशेऽपरस्याऽप्युच्छेदापत्तेः । ततश्च ‘घटः स्यादस्ति एव' इति स्थाने गो-बलिवर्दन्यायेन ‘घटः स्वद्रव्यतोऽस्ति एव', 'घटः क આ રીતે પણ કહી શકાય છે કે “સ્વદ્રવ્યની અપેક્ષાએ ઘટમાં જે અસ્તિત્વ છે, તેના કરતાં સ્વક્ષેત્રની અપેક્ષાએ ઘટનું અસ્તિત્વ જુદું જ છે. તથા સ્વક્ષેત્રની અપેક્ષાએ ઘટનું જે અસ્તિત્વ છે, તેના કરતાં સ્વકાળની અપેક્ષાએ ઘટનું અસ્તિત્વ જુદું જ છે.” આ રીતે જુદા-જુદા સ્વરૂપે સત્ત્વગ્રાહક પ્રથમ ભાંગામાં જ અનેક પ્રકારો આવી પડશે. શંકા - ઘટનિષ્ઠ સ્વદ્રવ્યસાપેક્ષ અસ્તિત્વ કરતાં ઘનિષ્ઠ સ્વક્ષેત્રાદિસાપેક્ષ અસ્તિત્વ જુદું છે - તેવું માનવામાં પ્રમાણ શું છે ? દ્રવ્યસાપેક્ષ અસ્તિત્વ કરતાં ક્ષેત્રાદિસાપેક્ષ અસ્તિત્વ પૃથક્ % સિમાધાન :- (ન દિ.) “ઘનિષ્ઠ સ્વદ્રવ્યસાપેક્ષ અસ્તિત્વ કરતાં સ્વક્ષેત્રાદિસાપેક્ષ અસ્તિત્વ ભિન્ન છે' - આ વાત પ્રામાણિક જ છે. તે આ રીતે - એક માટીનો ઘડો કાન્યકુબ્સમાં (પ્રાયઃ રાજસ્થાનમાં રહેલ કનોજમાં) ઉત્પન્ન થયેલો હોય અને બીજો માટીનો ઘડો પાટલિપુત્રમાં ઉત્પન્ન થયેલો હોય તો તે બન્ને માટીના ઘડાનું અસ્તિત્વ એક નથી, પણ જુદું જુદું છે. મતલબ કે કાન્યકુબ્ધ શહેરમાં ઉત્પન્ન થયેલ છે માટીના ઘડામાં જે મારૂંઘટઅસ્તિત્વ = મૃથ્યય ઘટઅસ્તિત્વ = સ્વકૃત્તિકાદ્રવ્યસાપેક્ષ ઘટઅસ્તિત્વ રહેલું છે, તે જ અસ્તિત્વ પાટલિપુત્ર શહેરમાં ઉત્પન્ન થયેલા માટીના ઘડામાં રહેતું નથી. જો કાન્યકુબ્ધ ક્ષેત્રમાં નિષ્પન્ન મૃમય ઘટમાં અને પાટલિપુત્ર ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ મારૂંઘટમાં રહેનાર માર્તઘટઅસ્તિત્વ એક | જ હોય તો કાન્યકુબ્સમાં નિષ્પન્ન થયેલ ઘડાનો નાશ થતાં પાટલિપુત્ર શહેરમાં ઉત્પન્ન થયેલ ઘડાનો પણ નાશ થવાની આપત્તિ આવશે. કારણ કે બન્ને ઘડાનું અસ્તિત્વ એક જ છે. તે જ રીતે કાન્યકુબ્દ શહેરમાં વસંતઋતુમાં ઉત્પન્ન થનાર માટીના ઘડામાં જે કાન્યકુન્નક્ષેત્રસાપેક્ષ મારૂંઘટઅસ્તિત્વ રહેલું છે, તે જ અસ્તિત્વ કાન્યકુબ્ધ શહેરમાં શિશિરઋતુમાં ઉત્પન્ન થનાર માટીના ઘડામાં રહેતું નથી. જો કાન્યકુબ્ધ ક્ષેત્રમાં વસંતઋતુમાં ઉત્પન્ન થયેલ માટીના ઘડામાં જે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલસાપેક્ષ ઘટઅસ્તિત્વ છે, તે જ ઘટઅસ્તિત્વ કાન્યકુજ શહેરમાં શિયાળામાં ઉત્પન્ન થયેલ માટીના ઘડામાં રહેતું હોય તો તે વસંતઋતુકાલીન ઘટનો નાશ થતાં શિશિરકાલીન ઘટનો પણ નાશ થવાની આપત્તિ આવશે. કારણ કે તે બન્ને ઘડામાં રહેલું અસ્તિત્વ એક જ છે – તેવું તમે માનો છો. (જેમ લોકવ્યવહારમાં દશરથનું અસ્તિત્વ અને કૌશલ્યાપતિનું અસ્તિત્વ એક જ હોવાથી દશરથનો નાશ થતાં કૌશલ્યાપતિનો નાશ થાય છે તેમ પ્રસ્તુતમાં સમજવું.) જ પ્રથમ ભંગના સ્થાનમાં અનેક ભંગની આપત્તિ જ (તત.) આમ ગો-બલિવર્ધન્યાયથી વિચારીએ તો ઘટમાં રહેનાર સ્વદ્રવ્યસાપેક્ષ અસ્તિત્વ, સ્વક્ષેત્ર સાપેક્ષા
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy