SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ विमर्शपूर्वा योगसाधना सफला ८/१० युक्त्या स्वातन्त्र्येण मूलनयविभागे प्रवेशसम्भवात् । प एवमेव सूक्ष्मेक्षिकया ज्ञाननय-क्रियानयौ, उत्सर्गनयाऽपवादनयो, दैवनय- पुरुषकारनयौ, गुणिनयाऽगुणिनयौ, कर्तृनयाऽकर्तृनयौ, भोक्तृनयाऽभोक्तृनयौ चाऽऽध्यात्मिकमूलनयविभागे व्यवहार रा -निश्चयनयौ इव प्रवचनसारवृत्तिपरिशिष्टानुसारेण पार्थक्येन वाच्यौ स्यातामिति चतुर्दश आध्यात्मिकमूलनयाः स्युरिति तत्रापि विभागन्यूनतादोष इति यावत् तात्पर्यमवसीयते । ९५१ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - प्रमाणदृष्टानन्तधर्मात्मकवस्तुगतविभिन्नगुणनिर्णयो नयैः भवतीति कृत्वा नयोपयोगः प्रमाणसामीप्याऽऽभिमुख्योपलब्धये सम्मतः । अतो नयविभागः तथा न कार्यः क येन पदार्थस्वरूपपरिच्छेदपथपरिप्रश्नः प्रादुर्भवेदिति ग्रन्थकृतः तात्पर्यम्। अनेनेदमत्रोपदिष्टं यद् ि अखिलाऽऽचार-विचारोच्चारप्रारम्भपूर्वम् इदं विशदतया बोद्धव्यं यदुत 'अनेन आचारादिना अस्माकं (૪૧) સ્વભાવનય, (૪૨) અસ્વભાવનય, (૪૩) કાલનય, (૪૪) અકાલનય - વગેરે નયોની વિચારણા કરવામાં આવે તો આ પ્રમાણે ઢગલાબંધ મૂળનયની આપત્તિનું નિવારણ દેવસેન કરી શકે તેમ નથી. કારણ કે અસ્તિત્વ-નાસ્તિત્વાદિ નયોનો નિર્દેશ દિગંબર દેવસેનના પૂર્વજ દિગંબર અમૃતચંદ્રાચાર્યજીએ જ કરેલ છે તથા મૂળનયના વિભાગમાં અસ્તિત્વ-નાસ્તિત્વાદિ નયોનો પણ સ્વતંત્રરૂપે પ્રવેશ સંભવી શકે છે. કારણ કે યુક્તિ તો બન્ને પક્ષે સમાન જ છે. છે આધ્યાત્મિકનયવિભાગમાં પણ ન્યૂનતા દોષ છે સર્વ ક (F.) તે જ રીતે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો આધ્યાત્મિક મૂલનયના વિભાગમાં (૧) વ્યવહારનય અને (૨) નિશ્ચયનયની જેમ (૩) જ્ઞાનનય અને (૪) ક્રિયાનય, (૫) ઉત્સર્ગનય અને (૬) અપવાદનય, (૭) ભાગ્યનય અને (૮) પુરુષકારનય (ઉઘમનય), (૯) ગુણિનય અને (૧૦) અગુણિનય, (૧૧) કર્તૃનય અને (૧૨) અકર્તૃનય તેમજ (૧૩) ભોક્તનય અને (૧૪) અભોક્લુનય પણ પ્રવચનસારવૃત્તિના ] પરિશિષ્ટ મુજબ સ્વતંત્ર રીતે દેવસેનજીએ બતાવવા જોઈએ. કેમ કે આધ્યાત્મિક નયવિભાગમાં તેઓનો સમાવેશ કરવા યોગ્ય છે. આમ બેના બદલે ચૌદ આધ્યાત્મિક મૂલનયને માનવાની દિગંબરમતમાં આપત્તિ તે આવશે. તેથી પ્રમેયલક્ષી મૂલનયવિભાગની જેમ આધ્યાત્મિક મૂલનયવિભાગમાં પણ દેવસેનજીને ન્યૂનતાદોષ દુર્વાર બનશે. ત્યાં સુધીનું ગ્રંથકારશ્રીનું તાત્પર્ય અમને જણાય છે. * પ્રમાણથી દૂર ન જઈએ ન આધ્યાત્મિક ઉપનય ::- પ્રમાણદેષ્ટ અનન્તધર્માત્મક વસ્તુમાં અલગ અલગ ગુણધર્મોનો નિર્ણય નયના માધ્યમથી થાય છે. મતલબ કે નયનો ઉપયોગ પ્રમાણની નજીક જવા માટે, અભિમુખ થવા માટે છે. તેથી નયોનો વિભાગ એવો ન હોવો જોઈએ કે જેના લીધે પ્રમાણની નજીક જવાના બદલે વસ્તુસ્વરૂપના નિર્ણયના માર્ગમાં ગૂંચવણ ઉભી થાય. આ પ્રમાણે અહીં ગ્રંથકારશ્રીનું તાત્પર્ય છે. તેનાથી આધ્યાત્મિક બોધપાઠ એટલો લેવા જેવો છે કે કોઈ પણ આચાર-વિચાર કે ઉચ્ચારના પ્રારંભપૂર્વે આપણને એટલું તો સ્પષ્ટ ખ્યાલમાં હોવું જ જોઈએ કે આના દ્વારા આપણે શું કરવા માંગીએ છીએ ? આનું પરિણામ
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy