________________
९५२ ० विमृश्यकारित्वं श्रेयः ।
८/१० किम् अभिप्रेतम् ? वयं किं कर्तुं सन्नद्धाः स्म: ? एतत्फलं किमागमिष्यति ? अल्पाऽऽयकृते या बहुव्ययः अनेन स्याद् न वा ? यदस्मल्लिप्सितं तदुपायः अयमेव यदुत अन्यः कश्चित् ?
अतोऽपि प्रशस्ततर उपायः शक्यो न वा ? प्रशस्ततरोपायप्रयोगे वर्तमानः संयोगः साधको बाधको वा ?' इत्यादिकं विमृश्यैव किमपि अनुष्ठानम् आरब्धव्यम्, येनोत्तरकालं चित्तं सन्तापासऽऽविष्टं न स्यात् । एतादृशबोधबलेन तत्त्वार्थसूत्रहारिभद्रीवृत्तौ दर्शितं “अव्याबाधसुखलक्षणम्, अनन्तम्, के अनुपमम्, परमार्थं मोक्षम्” (त.सू.१०/उपसंहार हा.वृ.पृ.५३६) अचिरेण लभते महामुनिः ।।८/१०।।
શું આવવાનું છે ? થોડોક લાભ મેળવવા જતાં વધુ નુકસાન તો નથી થવાનું ને ? આપણે જે મેળવવા માંગીએ છીએ તેનો આ યોગ્ય ઉપાય છે કે કેમ ? આનાથી વધુ સારો ઉપાય શું શક્ય છે ખરો ? વધુ સારા ઉપાય અજમાવવામાં વર્તમાનના સંયોગો સાધક છે કે બાધક છે ?... ઈત્યાદિ બાબતોનો વિચાર કરીને જ કોઈ પણ કાર્ય શરૂ કરવું જોઈએ, જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે. તેવા પ્રકારની સમજણના સામર્થ્યથી મહામુનિ તત્ત્વાર્થસૂત્રહારિભદ્રીવૃત્તિમાં વર્ણવેલ (૧) અવ્યાબાધ સુખ સ્વરૂપ, (૨) અનંત, (૩) અનુપમ, (૪) પરમાર્થ સ્વરૂપ મોક્ષને ઝડપથી મેળવે છે. (૮/૧૦)
(લખી રાખો ડાયરીમાં.... – • વાસના આત્માના સશરીરી સ્વરૂપમાં જ અટવાય છે.
ઉપાસના આત્માના/પરમાત્માના અશરીરી સ્વરૂપમાં ભળવા ઝંખે છે. સાધનામાં સંયોગાનુસાર ભરતી-ઓટ આવે.
દા.ત. આદ્રકુમાર. ઉપાસના સદા પૂરબહારમાં ખીલવા સર્જાયેલ છે.
દા.ત. કુમારપાળપુત્ર નૃપસિંહ. • ગાઢ બેહોશીની ક્ષણ એ વાસના.
પરિપૂર્ણ જાગૃતિની ક્ષણ એ ઉપાસના.
• બુદ્ધિ વિના સાધનામાં આગળ વધી શકાય નહિ.
શ્રદ્ધા વિના ઉપાસનાનું ઉડયન અશક્ય છે. બુદ્ધિ બીજાના દોષની ગટરના ઢાંકણા ખોલે છે. શ્રદ્ધા બીજાના દોષની ગટરના ઢાંકણાં બંધ કરે છે.