________________
९५० • देवसेनस्य चतुश्चत्वारिंशन्मूलनयापत्तिः ।
८/१० ____“मंगलपयत्थजाणयदेहो...” (वि.आ.भा.४४) इत्यादिविशेषावश्यकभाष्यगाथावृत्तौ श्रीहेमचन्द्रसूरिभिः हा अतीतकालनय-भाविकालनयौ अपि दर्शितौ। ततश्च त्रयोविंशतिभेदा मूलनयविभागे देवसेनस्य समापद्येरन्।
सूक्ष्मदृष्ट्या तु प्रवचनसारवृत्तिपरिशिष्टोक्तरीत्या (प्र.सा.वृ.प.पृ.४९३) अस्तित्वनय-नास्तित्वनयाश ऽवक्तव्यत्वनय-विकल्पनयाऽविकल्पनय-सामान्यनय-विशेषनय-नित्यनयाऽनित्यनय-सर्वगतनयाऽसर्वगतनय क -शून्यनयाऽशून्यनय-द्वैतनयाऽद्वैतनय-नियतिनयाऽनियतिनय-स्वभावनयाऽस्वभावनय-कालनयाऽकाल- नयादिपरामर्श अपरिमितमूलनयापत्तिः देवसेनस्य अप्रत्याख्येया, अस्तित्व-नास्तित्वादिनयानामपि तुल्य
# અતીતાદિનય અવશ્ય સ્વીકાર્ય (“મંા.) વળી, વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં દ્રવ્યમંગલના જ્ઞશરીર અને ભવ્ય શરીર - એમ બે ભેદનું નિરૂપણ કરતાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ અતીતકાલનય અને અનાગતકાળનય પણ જણાવેલા છે. તેથી મૂળનયના વિભાગમાં ત્રણ કાળની અપેક્ષાએ નવા ત્રણ નયોનો પણ સમાવેશ દેવસેનજીએ કરવો પડશે. આ રીતે વિચારીએ તો મૂળનય વિભાગમાં કુલ ૨૩ ભેદો દેવસેનજીએ માન્ય કરવા પડશે.
સ્પષ્ટતા :- વાચકવર્ગને સરળતાથી બોધ થાય તે માટે દેવસેનજીને કયા ૨૩ નયોને મૂળનયવિભાગમાં અવશ્ય રાખવા પડશે ? તેનો નામનિર્દેશ અહીં કરવામાં આવે છે. . (૧) દ્રવ્યાર્થિકનય (૨) પર્યાયાર્થિકનય (૩) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનય . (૪) નૈગમનય (૫) સંગ્રહનયા
(૬) વ્યવહારનય (૭) ઋજુસૂત્રનય (૮) શબ્દનય
(૯) સમભિરૂઢનય (૧૦) એવંભૂતનય (૧૧) અર્પિતનય
(૧૨) અનર્મિતનય (૧૩) અર્થનય (૧૪) વ્યંજનનય
(૧૫) શુદ્ધનય (૧૬) અશુદ્ધનય (૧૭) નામનયા
(૧૮) સ્થાપનાનય (૧૯) દ્રવ્યનય (૨૦) ભાવનય
(૨૧) અતીતભાવપ્રજ્ઞાપકનય (૨૨) વર્તમાનભાવપ્રજ્ઞાપકનય (૨૩) અનાગતભાવપ્રજ્ઞાપકનય
છે ઢગલાબંધ મૂળનયોની આપત્તિ છે (સૂ) કુંદકુંદસ્વામીએ રચેલ પ્રવચનસાર ગ્રંથ ઉપર દિગંબરાચાર્ય અમૃતચંદ્રજીએ તત્ત્વપ્રદીપિકા નામની વ્યાખ્યા રચેલી છે. તેના છેડે પરિશિષ્ટમાં બતાવેલ રીત મુજબ સૂક્ષ્મદષ્ટિથી વિચારવામાં આવે તો ઉપર જણાવેલ ૨૩ નયો ઉપરાંત ઢગલાબંધ મૂળનયોને માનવાની આપત્તિ દિગંબર દેવસેન માટે દુર્વાર બનશે. તે આ મુજબ- ઉપર જણાવેલ ત્રેવીસ મૂળનય ઉપરાંત (૨૪) અસ્તિત્વનય, (૨૫) નાસ્તિત્વનય, (૨૬) અવક્તવ્યત્વનય, (૨૭) વિકલ્પનય, (૨૮) અવિકલ્પનય, (૨૯) સામાન્ય નય, (૩૦) વિશેષનય, (૩૧) નિત્યન, (૩૨) અનિત્યનય, (૩૩) સર્વગતનય, (૩૪) અસર્વગતનય, (૩૫) શૂન્યનય, (૩૬) અશૂન્યનય, (૩૭) બૈતનય, (૩૮) અદ્વૈતનય, (૩૯) નિયતિનય, (૪૦) અનિયતિનય, 1, માનપાર્થસાવદ....