SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ९२० • सोपाधिकगुण-गुणिभेदोपदर्शनप्रयोजनम् । सद्भूतव्यवहारः अनुपचरितसद्भूतव्यवहारश्चेत्यर्थः । ___आद्योदाहरणमाह - ‘जीवस्य हि मतिज्ञानं ज्ञेयमिति कथनम् । अत्र हि सोपाधिगुणभेदतः = सोपाधिके मतिज्ञानलक्षणे गुणे गुणिभेदम् आश्रित्य = विषयीकृत्य मतिज्ञाने जीवभेद उपचर्यते । तदुक्तम् आलापपद्धतौ देवसेनेन “सद्भूतव्यवहारोऽपि द्विविधः, उपचरिताऽनुपचरितभेदात् । तत्र सोपाधिगुण -Tખેવિષય ઉપવરિતસમૂતવ્યવહાર, યથા - ‘નીચ મતિજ્ઞાની પુળT:” (સ.વ.પૃ.૨૦) તિા હૈ " भव्य ! एतादृशाः शास्त्रभावाः सन्ति । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – सद्भूतव्यवहारनयतः गुण-गुणिभेददर्शनेन समीचीनपुरुषकारप्राप्ता मत्यादयो गुणाः सोपाधिकत्वेन विनश्वराः इत्यवगम्य लब्धक्षायोपशमिकाऽशुद्धसोपाधिकमतिज्ञानादिगुण-नश्वरशक्तिप्रभृतिना न मदितव्यम्, अपि तु मतिज्ञानादिनैर्मल्यप्रापकभगवद्भक्ति -गुरुविनय-साधुवैयावृत्त्याधुपासनानिर्भरतया भाव्यम् । ततश्च “मोक्षः कर्मक्षयलक्षणः” (उत्त.२८/३० वृ.पृ. ६९७) उत्तराध्ययनवृत्तौ कमलसंयमोपाध्यायदर्शितः सुलभः स्यात् ।।८/४ ।। ઉત્તર :- ઉપચરિત અને અનુપચરિત પ્રકારને આશ્રયીને (અર્થાત્ સદ્દભૂત વ્યવહારમાં રહેલ ઉપચરિતત્વ અને અનુપચરિતત્વ નામના ધર્મવિશેષને આશ્રયીને) સભૂત વ્યવહારના બે ભેદ પડે છે. (૧) ઉપચરિત સભૂત વ્યવહારનય અને (૨) અનુપચરિત સદ્ભુત વ્યવહારનય. (માઘ.) સભૂત વ્યવહારના પ્રથમ ભેદનું ઉદાહરણ ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા જણાવે છે કે “જીવનું મતિજ્ઞાન જાણવું' - આવું કથન ઉપચરિત સદ્દભૂત વ્યવહારનય કહેવાય. પ્રસ્તુત ઉપચરિત સદ્દભૂત વ્યવહાર સોપાધિક એવા મતિજ્ઞાન સ્વરૂપ ગુણમાં ગુણીભેદનું = જીવભેદનું અવગાહન કરે ર છે. તેથી તે ઉપચરિત છે. આત્મભિન્નદ્રવ્યની અપેક્ષા તે રાખતો નથી. તેથી સભૂત છે. સોપાધિક ગુણમાં ગુણીના ભેદને પોતાનો વિષય કરે છે. તેથી તે નિશ્ચય નહિ પણ વ્યવહાર છે. ભેદાવગાહન Lી કરીને ઉપચરિત સદ્દભૂત વ્યવહારનય ઉપરોક્ત સોપાધિક ગુણ-ગુણિભેદગોચર ઉપચાર કરે છે. તેથી જ આલાપપદ્ધતિમાં દેવસેનજીએ જણાવેલ છે કે “સદભૂત વ્યવહારનયના પણ બે ભેદ છે.ઉપચરિત સદ્ભુત વ્યવહાર અને અનુપચરિત સદ્ભુત વ્યવહાર, ઉપાધિયુક્ત ગુણમાં ગુણીના ભેદનો વ્યવહાર કરનાર નય ઉપચરિત સદ્દભૂત વ્યવહાર કહેવાય છે. જેમ કે “જીવના મતિજ્ઞાન વગેરે ગુણો છે' - આ વ્યવહાર.” હે ભવ્યાત્મા ! આવા પ્રકારના શાસ્ત્રના ભાવો = પદાર્થો છે. ૪ સોપાધિક ગુણ ઉપર મદાર ન બાંધવો જ આધ્યાત્મિક ઉપનય :- ગુણ-ગુણીમાં ભેદનું દર્શન કરીને ગુણની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કર્યા બાદ પ્રાપ્ત થયેલા મતિજ્ઞાનાદિ ગુણો પણ સોપાધિક હોવાથી વિનશ્વર છે' - આ હકીકતને મનોગત કરીને આત્માર્થી સાધકે પ્રાપ્ત થયેલા ક્ષાયોપથમિક-અશુદ્ધ-સોપાધિક મતિજ્ઞાનાદિ ગુણો ઉપર મદાર બાંધવાને બદલે, પ્રાપ્ત થયેલ નાશવંત શક્તિઓ ઉપર મુસ્તાક રહેવાને બદલે, નિર્મલ મતિજ્ઞાનાદિને પ્રાપ્ત કરાવનાર ભગવદ્ભક્તિ, ગુરુવિનય, સાધુસેવા વગેરે ઉપાસનામાં નિર્ભર રહેવું જોઈએ. તેના લીધે ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિમાં કમલસંયમ ઉપાધ્યાયજીએ દર્શાવેલ કર્મક્ષયસ્વરૂપ મોક્ષ સુલભ બને. (૮૪) }
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy